________________
ર૭૦
આનંદ મંદિર. પ્રકરણ પ૩ મું. મિત્રનો મેળાપ.
RSS ક ઘેર જંગલમાં મોટું સૈન્ય ળવણી નાખી પડયું હતું, ચારે તરફ વીર
છે પુરૂષના શબ્દના પ્રતિષ્યની પડતા હતા, તેમના ત્રાસથી વનનાં પ્રાણીઓ (2) ચકિત થઈ આમતેમ દોડતાં હતાં, ફળવાળાં વૃક્ષો ઉપર સુધાતુર સૈનીકે રોજ ચડી ચડી ફળ પાડતા હતા, કેટલાએક ફળના રાશિ કરી આસપાસ -
જન કરવા બેસી ગયા હતા, કઈ જળાશય ઉપર સ્નાન-પાન કરતા હતા, આ કઈ જળ ક્રીડા કરવાને જળાશયમાં મઘરની જેમ પડતા હતા. કેટલાક અસ્વાર થઈ અટવીમાં અટન કરતા હતા, કઈ ઉંટ, કઈ હસ્તી, અને કોઈ ખચ્ચરપર આરૂઢ થઈ, વન શોભા જોવાને નીકળી પડ્યા હતા. આ વખતે એક તરૂણુ પુરૂષ તે છાવણીની આગળ પ્રસાર થશે. દુરથી સેનાને પડાવ જોઈ, તે મનમાં આશ્ચર્ય પામી ગયો. તે પુરૂષની આકૃતિ વીર પુરૂષના જેવી હતી, તેની ખધ ઉપર એક મજબૂત લાકડી હતી. તેનું શરીર ધૂળથી ધૂસરું થઈ ગયું હતું, તેની પાસે ભિક્ષાપાત્ર અને જળનું કમંડળ હતું, તેને દેખાવ ખરેખર યોગીના જે હતે.
આ મુસાફર જ્યારે છાવણીની પાસે થઈ નીકળ્યો, ત્યારે એક સિનિક દેડતો દો આવ્યો; તેણે મુસાફરને ઉભો રાખ્યો, અને વિન્યથી કહ્યું ભક, ! ચાલો તમને અમારા મહારાજા છાવણુમાં બોલાવે છે, અને ખાસ તમને તેડવા માટે મોકલ્યો છે. તે સાંભળી મુસાફર વિચારમાં પડે, હું કેણુ? અને મહારાજા કેણ? મને બોલાવવાનું કારણ શું હશે? મારા જેવા અજાણ્યા માણસને મહારાજા કયાંથી ઓળખે? આવું હૃદયમાં ચિંતવી તે મુસાફરે કહ્યું, ભાઈ ! મને મહારાજા શામાટે બેલાવે છે કે હું તમારા મહારાજાને ઓળખતો નથી, તેમ મારા હૃદયમાં કોઈ જાતની આશા નથી. હું એક દુઃખી મુસાફર છું, મારી મુસાફરીને હેતુ ગંભીર છે, મારે કોઈ જાતની અપેક્ષા નથી. સૈનિકે ફરીથી જણાવ્યું, ભદ્ર ! રાજાઓની આજ્ઞા સર્વને માન્ય છે; તમે નિસ્પૃહ છે, તથાપિ રાજાની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઇએ. અમારા મહારાજા કાંઈ કારણ વિના પ્રવૃત્તિ કરતા નથી. તેઓ ધાર્મિક અને કૃતજ્ઞ છે, તેમની મનોવૃત્તિ સદા નિર્મળ છે, તમારું દર્શન થતાંજ તેઓની મુખમુદ્રા ઉપર વિલક્ષણ દેખાવ થયો હત; જાણે તમારા પૂર્વ પરિચિત હોય, તેમ તેઓ દેખાયા હતા. ભદ્ર ! સત્વર ચાલે, મહારાજા તમને મળવાને ઉત્સુક છે, વિલંબ કરો નહીં.
સૈનિકનાં આવાં વચન સાંભળી તે મુસાફર છાવણી તરફ વળે, છાવણીની પાસે આવેલા એક આમ્રવૃક્ષ નીચે બે પુરૂષો ઉભા હતા, અશ્વક્રીડા કરી તેઓ શાંત થઈ ગયા હતા. પેલે સૈનિક મુસાફરને લઈ, ત્યાં આવી ઉભા રહ્યા. આ બને પુરૂષમાં એક મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org