SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ આનંદ મંદિર, કાળ આવશ્યક ક્રિયા કરતો હતો. એ સંતેલી શ્રાવક પ્રતિદિન તપસ્યા આચરતો, અને સાત ક્ષેત્રમાં પોતાનું દ્રવ્ય વાપરતા હતા. ગંધિલાવતી નગરીમાં શક્રાવતાર નામે એક ચિત્ય હતું, તેની યાત્રા માટે ઘણું યાત્રાળુઓ આવતા, તેથી તેમાં દેવદ્રવ્યની ઉપજ ઘણી થતી હતી, સંકાશ શ્રાવક પવિત્ર હદયથી તે તીર્થને વહીવટ કરતો હતો. સર્વ લેકે ચૈત્યદ્રવ્યની થાપણ સંકાશની દેખરેખ નીચે રાખતા હતા, સંકાશ શુદ્ધ ભાવથી દેવદ્રવ્યની રક્ષા કરતો, અને ન્યાય પ્રમાણે દેવદ્રવ્યને વધારે કરતે હતે. સર્વને સંકાશ ઉપર એવો વિશ્વાસ બેસી ગયું હતું કે, કઈ તેના વહીવટને માટે પુછતું ન હતું, તેમ કઈ તપાસ પણ કરતું ન હતું. એક વખતે તે સંકાશથી દેવદ્રવ્ય ખવાઈ ગયું. એ મહા પાપ કરીને પણ તેના મનમાં પશ્ચાતાપ થયે નહીં. કર્મયોગે તેવામાં તેના આયુષ્યને અંત આવ્યો. મૃત્યુ પામી તે સંકાશ ચારે ગતિમાં ભમવા લાગે. પ્રથમ તેણે નારકીની દશ પ્રકારની વેદના ભોગવી, અનેક જાતના રોગને અનુભવ કર્યો, જ્વલાયમાન અંગારાવાળા વજકુ ભી કુંડમાં તેને બળી કા, જ્યાં તેણે કરૂણ સ્વરે રૂદન કર્યું હતું, ભઠ્ઠી ઉપર તેને ભડથું કરી શેકવામાં આવ્ય, લેઢાની તપાવેલી પુતળીની સાથે તેને આલિંગન કરાવ્યું, ધગધગતા સીસાને રસ કરી તેનું પાન કરાવ્યું, તેના માંસના કડકા કરી તેનેજ ખવરાવ્યા, અસિપત્ર વનમાં લઈ જઈ તેના ગલબંધ અને મસ્તક છેદન કરવામાં આવ્યાં, માથે સે કડે મણને બે મુકી વિતરણું ઉતરવાની તેને ફરજ પાડી, અણીયાળી સોયે તેના શરીરમાં ભોંકવામાં આવી, પૃષ્ટ ભાગે અગ્નિના આંક કરવામાં આવ્યા, ખs, ભાલું અને શુળીથી તેને પરોવવામાં આબે, પરમધામિઓએ તેના કાન તેડવા માંડ્યા, આંખો કાઢવા માંડી, અને છેદ તથા વેધ પાડવા માંડ્યા. ઉંચા હાથ નીચું મુખ કરાવી, તેની જીભ, તાળવું, અને દાઢ ખેંચવા માંડી, ઈત્યાદિ અનેક પ્રકારની નારકીની વેદના ભોગવી, સંકાશ તિર્યંચની ગતિમાં આવ્યું. તે ગતિમાં કાન વિગેરેને છેદ, નાક વીંધ, ભારવહન, દેરીના બંધ, અંકુશ, પરોણું, ચાબુખ અને લાકડીઓના માર, શીત, તડકે, વરસાદ, સુધા અને તૃષાને સહન કરવાં, વિગેરે અતિ કષ્ટ ભોગવ્યાં. ત્યાં પંચે દ્રિય, સંમઈિમ, વિકલૈંદ્રિય, જળચર, સ્થળચર અને ખેચર બની અનેક પ્રકારની યાતનાઓ ભોગવી; તે પછી તે મનુષ્ય ગતિમાં આવ્યો. દેવદ્રવ્યને ભક્ષક દેવગતિમાં જ નથી. મનુષ્યમાં મસ્તક, હાથ, પગ, નાસિકા, હઠ, જીભ, અને કાન છેદ, કારાગૃહમાં વાસ, દાસપણું, બંધ, પીડા, શેક, દારિદ્ર અને અપમાન વિગેરેનાં અનેક કષ્ટ તેણે સહન કર્યા. એવી રીતે અનંત ભવભ્રમણ કરી, અને અનેક વેદના ભેગવી, સંકાશ મનુષ્યમાં કઈ ધનાઢય શેઠને ઘેર પુત્રરૂપે થે. તેનો જન્મ થતાંજ તેનાં માતાપિતા ગુજરી ગયાં, અને ગૃહની સમૃદ્ધિને નાશ થઈ ગયા. લેકમાં તે નિંદિત ગણાવા લાગે. છેવટ તેને અન્ન પાણીની પણ તાણ પડી, ઘેર ઘેર ભીખ માગી, ઉદર પિષણ કરવાને વખત આવ્યો. તે સાથે રોગ અને શોકનું સ્થાન છે પગે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy