________________
૨૪૦
આનંદ મંદિર, બોલે છે ? પુરૂષોથી સ્ત્રીઓ વધારે ખરાબ હોય છે. સ્ત્રીઓ દુરાચરણી, પતિઘાતક અને પાપિણ થાય છે, તેને માટે પણ સાહિત્યમાં નીચે પ્રમાણે લખે છે.
अनृतं साहसं माया मूर्खत्व मतिलोभिता ।
નિર્વ જ સ્ત્રીનાં રોજ માવના છે ? . भवबीजं नारकस्य द्वारमार्गस्य दीपिका ।
शुचां स्थानं कलेलं दुःखानां खानिरंगना ॥२॥
અસત્ય, સાહસ, કપટ, મૂર્ખતા, અતિ લાભ, અપવિત્રતા અને નિર્દયપણું, એ સ્ત્રીઓના સ્વાભાવિક દેષ છે. સ્ત્રી સંસારનું બીજ છે, નરકના દ્વારના માર્ગની દીવી છે, શોકનું સ્થાન છે, કળિ કલહનું મૂળ છે, અને દુઃખની ખાણ છે. ૧–ર
આ પ્રમાણે શુક સારિકાની વચ્ચે મોટો વાદ થઈ પડ્યો. એ વાત રાજા અને રાણુની પાસે આવી, રાજાએ આવી સારિકાને પુછ્યું, આ વાદ થવાનું શું કારણ છે ? ત્યારે સારિકાએ તે વાદનું મૂળ જણાવતાં નીચે પ્રમાણે એક વાર્તા કહેવા માંડી –
કાંચનપુર નામે એક નગરમાં મહાધન નામે એક શેઠ રહેતો હતો, તેને ધનક્ષય નામે પુત્ર હતા, પુણ્ય વર્ધન નામની નગરીના ઉદ્ધવ નામના એક શેઠની પુત્રી સાથે તેને વિવાહ થયો હતે. ધનક્ષય મહા વ્યસની હતું, તેથી તેના પિતાનું ધન તેણે ઉડાવી દીધું. તેની સ્ત્રી પિતાને પીયર ચાલી ગઈ હતી. કેટલેક દિવસે જ્યારે ધનક્ષયની પાસે કાંઈ પણ દ્રવ્ય રહ્યું નહીં, એટલે તે પિતાની સ્ત્રીને બોલાવવા ઉદ્ધવ શેઠને ઘેર ગયો. કેટલાએક દિવસ ત્યાં રહી, પોતાની સ્ત્રીને તેડી પાછો ફર્યો. તેના સાસુ સસરાએ પુત્રીને શણગારી, તેના પતિની સાથે મેકલી. થડા રસ્તા સુધી વળાવી, માતાપિતા પુત્રીને હિતશિક્ષા આપી પાછાં વળ્યાં.
ધનક્ષય સ્ત્રીને લઈ આગળ ચાલ્યો, ત્યાં રસ્તામાં એક ઉજજડ ગામ આવ્યું. તે જોઈ ધનક્ષયે તેની સ્ત્રીને કહ્યું, પ્રિયા ! આ માર્ગ વિકટ છે, માટે તમારાં વસ્ત્રાભૂષણ મને બાંધી આપે, રખે કઈ ચેર આવી હરી જાય, ભેળી સ્ત્રીએ તેમ કર્યું. પછી આગળ ચાલતાં એક ઉ અંધારીઓ કુવો આવ્યો, તેમાં ધનક્ષયે સ્ત્રીને અચાનક ઉપાડી કુવામાં નાખી દીધી. દુષ્ટ ધનક્ષય વસ્ત્રાભૂષણ લઈ પિતાને ગામ ચાલ્યો આવ્ય.
અહીં અંધ કૃપમાં પડેલી સ્ત્રી વલખાં મારવા લાગી, તેવામાં કોઈ મુસાફર ત્યાંથી જતા હતા, તેમણે દયા લાવી, તે સ્ત્રીને કુવામાંથી કાઢી. મુસાફરોએ તેને કુવામાં પડવાનું કારણ પુછયું, એટલે તે સ્ત્રીએ કહ્યું, કઈ ચેરે આવી, મારા પતિને બાંધીને માર્યો, અને મારાં વસ્ત્રાભૂષણ લઈ, મને કુવામાં નાખી ચાલ્યો ગયો. મારા પતિ જીવતા હશે કે શું ? તે હું જાણતી નથી. આ કલ્પિત વૃત્તાંત કહી, તે સ્ત્રી કોઈ દયાળુ મુસા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org