________________
૨૩૮
આનંદ મંદિર, પકડવા માંડી, પણ તે જેર કરી ચાલી ગઈ. ચાલતી વખતે અમોએ તેની જાંગ ઉપર ત્રણ રેખા કરી, અને આ ઝાંઝર કાઢી લીધું છે. તે શક્તિ તમારા અંતઃપુરમાં ગઈ છે. આ સાંભળી રાજા અંતઃપુરમાં ગમે તપાસ કરતાં પિતાની પુત્રીને દૂષિત થયેલી જોઈ. તત્કાળ રાજાએ યોગીને પાસે બોલાવી કહ્યું, મહાનુભાવ ! તમારું કહેવું યથાર્થ છે. મારી પુત્રીજ દૂષિત થઈ છે. હવે તે નિર્દોષ કેવી રીતે થાય ? તે કૃપા કરી જણાવો. તમે સર્વ વિદ્યાના જાણે છે, અને મેટા દેવ સમાન છે. યોગી બોલ્યો, રાજા ! તમારી પુત્રીને નિર્દોષ કરવાને એક ઉપાય છે. હું તમને એક મંત્રેલું વસ્ત્ર આપું, તેવડે રાજકુમારીના પગ અને મુખ બાંધી, અને આંખે પાટા બાંધી રથમાં બેસારી, પૂર્વ દિશામાં એક વૃક્ષ નીચે મુકી આવે. તમારા સુભટે તેની સામું જોયા વગર પાછા ચાલ્યા આવે, પછી તે રાજકન્યા આઠ પહોર સુધી વનમાં સ્વેચ્છાએ ફરશે, એટલે તે તત્કાળ નિદૉષ થઈ જશે. ત્યાર પછી મેટા ઉત્સવ સાથે તેને દરબારમાં લાવજે.
આ પ્રમાણે રાજાને ઉપાય બતાવી, બંને ગુરૂ શિષ્ય પોતાને ઘેર ગયા. રાજાએ રાજકન્યાને યોગીના કહેવા પ્રમાણે તે રાત્રે વનમાં મોકલી. બંને મિત્ર, ગી અને શિષ્યને વેષ છોડી દઈ, ઘોડા ઉપર બેસી, જ્યાં રાજકન્યા હતી ત્યાં આવ્યા. રાજકન્યાના બંધ છોડી બને તેણીને અશ્વ ઉપર બેસારી પિતાના નગરમાં લાવ્યા. માર્ગમાં રાજબાળાએ મંત્રિને કહ્યું, દીયરછ ! આ શું કર્યું ? મંત્રિ બલ્ય, ભાભી ! એ તમારું કામ છે. જે ઝેરના મોદકથી ઉગ, તે આવી બુદ્ધિ સુઝી. હવે કૃપા કરી, હૃદય નિર્મળ રાખજો. આમ વાતાવિનોદ કરતાં તેઓ પિતાના નગરમાં પહોંચી ગયાં. અહીં આઠ પહોર વીતી ગયા, પછી રાજા પોતાની પુત્રીને જોવા વનમાં આવ્યો. કોઈ ઠેકાણે પુત્રી જોવામાં આવી નહીં. આથી હૃદયમાં મેટે આઘાત થયે, અને તેથી રાજા મૃત્યુ પામી ગયો.
શબે શ્રીચંદ્રને કહ્યું, રાજકુમાર ! કહે, એ રાજાની હત્યા કામે લાગી ? કન્યાને, રાજકુમારને, કે તેના મિત્રને ? જો તું જાણ્યા છતાં નહિ કહે, તે આ હત્યા તને લાગશે. શ્રીચંદ્ર વિચાર કરી છે, અરે મુડદા ! મારા વિચાર પ્રમાણે તે એ હત્યા રાજાને પિતાને લાગી છે. તેણે પિતાની પુત્રીને શા માટે મેટી કરી ? એ રાજાને જ અન્યાય છે.
શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી, તે શબ પાછું વડે જઈને ચેટી ગયું. શ્રીચંદ્ર શબને દુરાગ્રહ જોઈ આશ્ચર્ય પામે, અને પછી તેને લેવાને વડ ઉપર ગયો. પુનઃ શબને નીચે ઉતાર્યું, એટલે રાજકુમારની આગળ શબે નીચે પ્રમાણે બીજી વાર્તા કહેવા માંડી.
ભગવતી નામે ભગી લેને આનંદ આપનારી એક નગરી હતી. તેમાં રૂપસેન નામે રાજા હતું, તેને મનગમતી એક કન્યા પરણવી હતી. તે રાજાની પાસે પાંજરામાં એક કળાવાન અને વિચક્ષણ પિપટ રહેતો હતો. એક વખતે રાજાએ પિપટને પુછ્યું, અરે પક્ષી ! તું કઈ જાણે છે? પિપટ બલ્ય, રાજા! સર્વ જાણું છું. રાજા બે, તે કહે, કેવી કન્યા મને પ્રાપ્ત થશે ? પોપટ બેલો, રાજા ! મગધ દેશના રાજાને સુરસુંદરી નામે સ્ત્રી અને મદનમંજરી નામે પુત્રી છે, તે તમારી આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org