________________
વેષ પરાવર્ત.
૨૦૭ दीर्घ रोप दीर्घ शोष, अकाजसें पीयत कोष, न पेखत निज दोष, अमिताहार आहारी है। मत्स्य सम विषम हाथ, कलहप्रिय के लिये साथ,
दुशमनता पाणनाथसें, पण धारी है. ॥ ४ ॥
જેના શરીરમાં મત્સ્યના જેવી ખુશબે હય, સ્તનની શોભા ભારે હય, સ્તન મોટાં હેય, દાંત મોટા હોય, ગધેડાના જેવી ચાલ હેય, નેત્ર માંજરાં હોય, કેશ ભુખરા હોય, વિચિત્ર વેષ ધરતી હોય, ખડખડ હસ્તી હેય, કામવિકાર ઘણે હેય, ક્રોધ લાંબે ચાલતો હોય, રીસ ઘણી હોય, અકાર્ય ઉપર પ્રીતિ હોય, પિતાના દોષ જેતી ન હોય, આહાર ઘણો હોય, મત્સ્યના જેવા હાથ હેય, કછો ગમતો હેય, કીડાપર પ્રીતિ હેય, અને પતિ સાથે વૈરભાવ હોય, તે શંખિની સ્ત્રીનાં લક્ષણ છે.
તે પ્રત્યેક સ્ત્રીનાં સોળ સોળ લક્ષણે છે, તે એકંદર ચોસઠ લક્ષણો થાય છે. તેમાં પણ જાતિ, ગુણ અને લક્ષણને અનેક ભેદ થઈ શકે છે.
રાજબાળા ! સ્ત્રીના શુભ અને અશુભા એ ભેદ, લક્ષણ ઉપરથી કહી શકાય છે. શુભ લક્ષણવાળી શુભા, અને અશુભ લક્ષણવાળી અશુભ કહેવાય છે. શુભા સ્ત્રીના શરીર ઉપર રેખા, વ્યંજન | મસા તિલ વિગેરે ] અને અવયવનાં શુભ ચિહો શુભ હોય છે, અને અશુભાના અંગ ઉપર અશુભ ચિહે હોય છે. જે સ્ત્રી પૂર્ણચંદ્ર જેવા મુખવાળી અને જેના શરીરની કાંતિ બાળ અરૂણુના જેવી દીપાયમાન હૈય, મુખ વિશાળ હોય, હોઠ રાતા હોય, અને અવયવ નાજુક હય, તે શુભ લક્ષણવાળી સ્ત્રી છે.
સુલક્ષણ–સારાં લક્ષણવાળો પુરૂષ નઠારાં લક્ષણવાળી સ્ત્રીના વેગથી હીનભાગ્ય થઈ જાય છે. કાંજીના સંગથી દૂધ દૂષિતજ થઈ જાય, જે સ્ત્રીના હસ્તમાં અંકુશ, કુંડળ અને ચક્રનાં ચિન્હ હોય, તે સ્ત્રી પ્રથમ પુત્રને જ જન્મ આપે છે, અને તેને પતિ પ્રામાધીશ થાય છે. જેના હાથમાં ગઢ, તોરણ, મંદિર, પદ્મ, કુંભ, છત્ર અને ચક્રનાં ચિહે હોય, તે દાસ કુળમાં જન્મી હોય, તો પણ તે રાજાની પત્ની થાય છે. જેના હાથમાં મેર અને છત્રની રેખા હેય, તે ઘણા પુત્રવાળી રાજપત્ની થાય છે. તે સાથે તે પતિરક્તા અને સુશીલ હોય છે. જેને કેશ કલાપ વક્ર, મુખ ગોળાકાર અને નાભિ દક્ષિણાવર્ત હોય, તે પુણ્યવતી, પ્રેમવતી, અને ઘણું પુત્ર પુત્રીઓની માતા થાય છે. જેના કેશ લાંબા અને આંગળીઓ લાંબી હોય, તે દીર્ધાયુ, ધન, ધાન્ય અને પરિવારવાળી થાય છે. તેની ઉપર ૫તિની પ્રીતા ઘણી હોય છે. જેને ચંપકવણું હેય, વચન સ્નેહ ભરેલાં હોય, અંગ સ્નિગ્ધ અને નેત્ર પ્રેમાળ હૈય, તે ઘણાં સુવર્ણ આભુષણ પહેરનારી અને સુખી થાય છે, જે સ્ત્રીને હાસ્ય કરતાં લલાટપર સ્વસ્તિક ( સાથીયાને ) આકાર પડે, તેને ઘડા, હાથી અને રથના વાહનનો લાભ મળે છે. જેના ડાબા અંગ ઉપર મસ, તલ અને ગળા તથા સ્તન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org