SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ આનંદ મંદિર. અહા ! કેવી અજ્ઞાનતા ? કેવી મૂર્ખતા ? જે બાળકે પિતા વિદ્યમાન છતાં વિદ્યા સંપાદન કરતાં નથી, તે ખરેખર મારી જેમ ઉપહાસ્યનું પાત્ર થાય છે. વિદ્યા અને કળા વિનાને પુરૂષ પશુ સમાન છે. પ્રિયંગમંજરી એક સ્ત્રી જાતિ છે, પુરૂષથી ઉતરતી છે, તેનાથી મારે ભય પામવું, એ કેવી શરમની વાત ? હું ખરેખર નપુંસક બની ગયો છું. પ્રિય મિત્ર ! મારા જેવા નિરક્ષરને ઉદ્ધાર કર, હું દિગમૂઢ થઈ ગયે છું, હવે શું કરવું ? તે મને બીલકુલ સૂઝતું નથી. મદનકુમારની દીનતા જોઈ શ્રીચંદ્રને દયા ઉપજી, તેણે વિચાર કરી જણાવ્યું, રાજમિત્ર ! ચિંતા કરો નહીં, તમારો વેવ મને આપો, અને વિવાહ મંડપમાં પણ મને જ મોકલે, તમે મારો વેષ પહેરી સાથે આવે, છેવટે રાજકુમારીને કર તમને જ સોંપીશ, કોઈ વાતે ચિંતા રાખશો નહીં, મારું હૃદય શુદ્ધ છે. મદનપાળે તે વાત સ્વીકારી, અને શ્રી ચંદ્રને માંગલ્ય વેષ પહેરાવ્યો. તમને સમય થયો, એટલે મંગળ ગીત અને વાઘના નાદ સાથે સર્વ સાજન માજના તૈયાર થઈ રાજભુવનમાં ચાલ્યું. શ્રીચંદ્ર વષ ધારણ કરી સાથે ચાલ્યો, સુવર્ણ રત્નના શિરોભૂષણથી અને હીરાજડિત કુંડળોથી દેદીપ્યમાન શ્રીચંદ્રકુમાર મોટા સરઘસ સાથે મંડપ તરફ ચાલે, માર્ગમાં અગણિત દાન આપતો હતો. જ્યારે રાજ્યદ્વાર ઓવ્યું, એટલે તારક નામે ભાટ નીચેની કવિતા પ્રાકૃત ભાષામાં બેલ્યો. तइया विवाहसमए, धणवइ पमुहाण अट्ठकन्हाणं । सिरिचंदो सिठि घरे, जो दिलो सोइमो जयउ ॥ १ ॥ વિવાહ સમયમાં ધનવંતી પ્રમુખ આઠ કન્યાઓને પરણનાર જે શ્રીચંદકુમાર શ્રેષ્ટિને ઘેર દીઠ હતો, તે શ્રીચંદ્રકુમાર જય પામે. શ્રીચંદ્રની પૂર્ણ ચંદ્ર જેવી મનહર છબી જોઈ કાંતિપુર પતિ અત્યંત ખુશી થશે. પિતે સન્મુખ લેવા આવ્ય, શ્રીચંદ્રને સન્માન સાથે મંડપમાં સુંદર સિંહાસન ઉપર બેસાય. રાજકુમારી પ્રિયંગુમંજરીને માતૃહમાં પધરાવવામાં આવી, ધવલમંગળના ગીતનો આરંભ થા. જૈન વિવાહના વિધિ મંત્રોના ઉચ્ચાર થવા લાગ્યા. પાણિગ્રહણનો સમય છે, એટલે રાજબાળા સર્વની સાક્ષીએ લજજા સાથે મધુર સ્વરે વરની પ્રત્યે બેલી–સ્ત્રીના કેટલા ભેદ છે ? શ્રીચકે ઉત્તર આપો–સ્ત્રીના ચાર ભેદ છે. ૧ પદ્મિની, હરિતની, ૩ ચિત્રિણ અને ૪ શંખિની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy