SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રલેખા. ૧૮૭ ચાંદ ચળકતા હતા, તેની કાંતિના પ્રકાશ હીંડાળાની આસપાસ પડતા હતા, તેના હીંડાળાની ભંને બાજુ એ તાપસ ખાળા ઉભી હતી. હીંચકા લેતા તે તાપસ કુમાર અનેક જાતની ગમ્મત કરી તે અને બાળિકાને આનંદ આપતા હતા. આ દેખાવ જોઇ બટુક આશ્ચર્ય પામી ગયા. તેને પૂર્ણ રીતે જોવાને એક નજીકના વૃક્ષની નીચે બેઠા બેઠા વિચાર કરવા લાગ્યું. આ ઉદ્યાન રાજકીય જેવું લાગે છે, પણુ તે રાજકીય નથી. કુદરતી રીતે વૃક્ષાની રચના ઉદ્યાનના જેવી થઇ ગઇ છે, અથવા કાઇ તાપસેએ અથાગ શ્રમ લઇને આ વનને ઉદ્યાનના રૂપમાં મુક્યું છે. અહીં નજીકમાં કાઇ શહેર કે ગામ દેખાતું નથી, તે છતાં અહીં લાંકાનું ગમનાગમન હોય તેવું ભાસે છે. આ કુમાર અને બાળિકા તાપસ લાગે છે. તેમનેા દેખાવ તાપસના જેવાજ છે, તાર્કાપ તેઓના લલાટ ઉપર રાજતેજ ચળકે છે. હડાળા ઉપર હીંચનાર આ તાપસ કુમારને દેખાવ વેષ ઉપરથી પુરૂષનું ભાન કરાવે છે, પણ તેના અવયવની રચના ના જેવી દેખાય છે. તેની ચેષ્ટાએમાં ક્ષણે ક્ષણે સ્ત્રી જાતિના ભાવ જણાઈ આવે છે. ” આ પ્રમાણે બટુક વિચાર કરતા હતા, તેવામાં દક્ષિણુતરની વૃક્ષ ઘટામાંથી એક ખાળિકા નીચેની ગાથાને મધુર સ્વરે ગાતી ગાતી આવી. गाथा. k રાજકુમારી ચદ્રકળા સર્વ કલ્યાણુનું પાત્ર થઈ જય પામે છે, જેણીએ પેાતાની મેળે પરીક્ષા કરીને શ્રીચંદ્રકુમારને પતિ . '' चंदकला रायसुया, सा सब्वकल्लाणभायणं जयह । सिरिचंदो वरो जाए, सयमेव परिक्खिजण कओ ॥ १ ॥ • આ ગાથા સાંભળી તે બટુકને વિશેષ તક થયું. આ શુંરો? ચંદ્રકળાસ ંબધી મારા વૃત્તાંત આ બાળા કર્યાંથી જાણતી હશે ? અહીં કાંઇક જાણવાનું મળે તેમ લાગે છે, ત્યાં જઇને જીજ્ઞાસા તૃપ્ત કરૂં. આવું ચિંતવી તે ટુક તાપસ બેઠા થયેા, જ્યાં તે તાપસ બાળિકા ક્રીડા કરતી હતી, ત્યાં આવી પહોંચ્યા. ચતુર વાંચનારે આ બટુકને પ્રશ્નગ ઉપરથીજ જાણી લીધા હશે. આપણી વાત્તાના નાયક શ્રીચંદ્રકુમાર છે. માહેદ્રનગર-માંથી દેહચિંતાનું બહાનું કરી, ઉતારાથી પ્રસાર થઇ, તે અદૃશ્ય ગુટિકાના પ્રભાવે અહી આવી ચડયા છે. આ વિચિત્ર બટુકને જોઇ તે તાપસ બાળિકાએ તેની સામે આવી, પુષ્પની માળા અર્પણુ કરી સ્વાગત પુછી, તેને એક રાયણના વૃક્ષ નીચે ખેસા, અને તેઓ વિ. નયથી ખેલી—મહાશય ! આપને જોઇ અમે અત્યંત પ્રસન્ન થયાં છીએ. ક્ષણવાર વિસ્તૃત થઈ અમારૂં આતિથ્ય સ્વીકારી; એમ કહ્યા પછી તેમણે ફળ જળ લાવી, તેમની આગળ નિવેદન કર્યું. સર્વ તાપસ રમણીએ તેની આસપાસ વીંટાઇ વળી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy