________________
૧૭૮
આનંદ મંદિર,
આવી, તે અટવી ભયંકર હતી, પણ પુણ્યના પ્રસાદથી હું તેમાં નિરાબાધ રહ્યા. અટવીના મધ્યભાગે આવતાં સૂર્ય અસ્ત ગિરિ પર આવી ગયો, અને રાત્રિ પડી ગઈ. ભયંકર અટવીમાં રાત્રિ નિર્ગમન કરવા એક વૃક્ષ નીચે ઉભો રહ્યા. તે વૃક્ષ ઉપર શુક પક્ષીઓને મોટો સમૂહ રહેતો હતો, વિવિધ પ્રદેશમાંથી આવેલા શુક પક્ષીઓ પરસ્પર નવીન સમાચાર પૂછતાં હતાં, તેવામાં એક વૃદ્ધ શુક પક્ષી બોલ્ય–બચ્ચાંઓ ! હું આજ ત્રણ દિવસે ઘરે આવ્યા છું. બચ્ચાંઓ બધાં–પિતાજી ! કાંઈ પણ નવીન સમાચાર લાવ્યા હો તે કહે. અમારે કૌતુક સાંભળવાની ઘણી ઇચ્છા છે. વૃદ્ધ શુક બો –પુત્રો ! મારી નવીન વાર્તા સાંભળી તમને આશ્ચર્ય લાગશે. અહિંથી પૂર્વ દિશામાં માહેદ્ર નામે નગર છે, તેમાં ત્રિલેચન નામે રાજા રાજ્ય કરે છે, તેને ગુણસુંદરી નામની રાણીથી સુચના નામે પુત્રી થઈ છે, એ રાજકુમારી ચોસઠ કળામાં પ્રવીણ અને સંદર્યવતી છે, તથાપિ તે જન્મથી અંધ છે. અંધ બાળા પ્રજ્ઞારૂપ ચક્ષુથી સર્વ વિદ્યા અને કળામાં પ્રવીણ થઈ છે. રાજપુત્રીને વિનવતી જોઈ, તેની માતા ગુણસુંદરી પુત્રીના વિવાહ માટે ચિંતામગ્ન રહ્યા કરે છે. રાણની ચિંતા જાણી રાજા ત્રિલોચને મંત્રીને બોલાવી માહેંદ્ર નગરમાં પડે વગડા કે, જે કોઈ રાજકુમારી સુલોચનાને દેખતી કરે, તેને તે પુત્રી અને અર્ધ રાજ્ય આપવું. આ પડદની આઘેલણાની વાર્તા ઘણું પ્રદેશમાં ફેલાણી છે. આજે પાંચ માસ પૂરા થઈ છઠો માસ બેઠો, ત્યાં સુધી એ પહને કેઈએ સ્પર્શ કર્યો નથી. હવે તેનું શું બને છે તે જોવાનું છે.
લઘુ પક્ષીઓ બોલ્યાં–પિતાજી ! તે બીચારી રાજકુમારીનું શું થશે ? જન્મથી અંધ થયેલાં મનુષ્યને દેખતાં કરવાના ઉપાય જાણનાર કોઈ મળશે કે નહીં ? તે ઉપાય જગતમાં હોય કે નહીં ? તે કૃપા કરી કહે.
વૃદ્ધ શુ બોલ્યો–બચ્ચાંઓ ! તેવો ઉપાય અહીંજ છે, અને મારા જાણવામાં છે, પણ તે તમને કહી શકાય તેમ નથી. તેવી વાત ગુહ્ય રાખવી જોઈએ. કદ કહેવી હેય, તે રાત્રે તે કહેવાય જ નહીં. બચ્ચાંઓ આગ્રહથી બોલ્યાં–પિતાજી ! અમને કહ્યા વિના ચાલશે જ નહીં, રાત્રે શા માટે ન કહેવાય ?
વૃદ્ધ શુક બો –શિશુઓ ! રાત્રે ગુપ્ત વાત કહેવાની નીતિ શાસ્ત્રમાં ને કહેલી છે, તેને બ્લેક નીચે પ્રમાણે છે –
दिवा निरीक्ष्य वक्तव्यं रात्रौ नैवच नैवच ।
संचरंति महाचा वटे वररुचिर्यथा ॥ १ ॥
દિવસે ગુપ્ત વાત કહેવી હોય તે, આસપાસ તપાસીને કહેવી; રાત્રે તે કહેવીજ નહીં. કારણ કે, મેટા ધ લેકે રાત્રે ગુપ્ત રીતે પૂર્યા કરે છે. તે પ્રમાણે વડના વૃક્ષ ઉપર વરચિને બન્યું હતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org