SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પતિગ્રહ પ્રયાણ ૧૩૫ દવા પતાકા આવેલી હતી, તે નવરંગિત મેહેલની પાસે ગજે આવ્યો. ત્યાં એક સુગધી પુષ્પમાળા તે મહેલના ગોખમાંથી મજેદના હોદ્દા ઉપર થઈ શ્રી ચંદ્રકુમારની અગળ પડી. ચતુર કુમારે તે પુષ્પમાળાને પડતી જઈ ઉંચી દ્રષ્ટિ કરી અવલોકન કર્યું, ત્યાં એક સુંદર કુમારિકા જોવામાં આવી. સુંદર શૃંગારથી સુશોભિત એવી તે બાળા શ્રીચંદ્રકુમારની સામે પ્રેમ દ્રષ્ટિએ જોતી હતી તે પ્રેમાળ દ્રષ્ટિમાં લજજા અને વિકાર, સમાન ભાવે રહેલાં હતાં. મુગ્ધ ભાવની સામે પ્રઢતાને પ્રાદુર્ભાવ થતો હતો. તે રમણીને જોતાં જ શ્રી ચંદ્રકુમાર તેના આંતરભાવને જાણ છે. તત્કાળ તે પુપમાળાને તપાસી, તપાસ કરતાં તેમાંથી એક ભુજપત્રની પત્રિકા નીકળી, તેમાં નીચે પ્રમાણે લખેલું હતું. निरर्थक जन्म गतं नलिन्या यदा न दृष्टं हि सुधांशुविचम् । उत्पत्तिरिंदोः विफला च येन, स्पृष्टा न फुल्ला नलिनी करैः स्वैः ॥ १ ॥ જે ચંદ્રનું બિંબ જોવામાં આવ્યું નહીં, તે પિયણીને જન્મ વ્યર્થ ગણે છે, જે તે ચ કે પિતાના કિરણેથી પ્રફુલ્લીત પિયણને સ્પર્શ કર્યો નહીં, તે પછી તે ચંદ્રની ઉત્પત્તિજ નિષ્ફળ છે. ૧ આ કલેકને મર્મ–અર્થ વાંચી શ્રીચંદ ખુશી છે, અને તે પત્રિકા તેણે ચં. કકળાને આપી દીધી. શાંતા–બહેન ચતુરા ! એ કન્યા કોણ હતી ? અને શ્રી ચંદ્રકુમારની ઉપર તેને રાગ ક્યારે યે હતો ? ચતુરા–પ્રિય સખી ! આ નગરમાં કનકદત્ત નામે એક વ્યાપારી ગૃહસ્થ છે. તેને રૂપવતી નામે એક સુંદર કન્યા હતી. કોઈ વાર શ્રી ચંદ્રકુમારની મોહક મૂર્તિ જોઈ એ બાળી તેના ઉપર રાગી થઈ હતી. મોહને વશ થયેલી એ બાળ વનિતાએ લજા છોડી પિતાના પીતા કનકદત્તને કહ્યું, પીતાજી ! શ્રીચંદ્રકુમારને વરી ચુકી છું. બીજા પુરૂષને હું વરવાની નથી. કન્યાનાં આવાં વચન સાંભળી કનકદત્ત આશ્ચર્ય પામી ગયો. પણ ક્ષણ વાર વિચારી તેણે રૂપવતીને કહ્યું બેટા ! આ શું બોલે છે ? તારી બુદ્ધિ મૂઢ થઈ ગઈ છે. તેં શું નથી સાંભળ્યું કે, એ કુમાર રાજકુમારી પદ્મિણીને પરણવાનો છે? તેવી મનોહર રાજકન્યા પરણવામાં પણ તેને રાજા વિગેરેથી અતિ આગ્રહ કરવામાં આવે છે; માંડ માંડ તેણે તે વાત સ્વીકારી છે, તે તારા જેવી એક સાધારણ ગૃહસ્થની કન્યા જોડે તે કેમ લગ્ન કરે ? પિતાનાં આવાં વચન સાંભળી રૂપવતી નિરાશ થઈ ગઈ. તથાપિ તેણે શ્રી ચંદ્રકુમારને પિતાની ઇચ્છા જાહેર કરવાના અનેક ઉપાય ચિંતવ્યા, છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy