SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર, નમન, એ રૂપ જેમાં ઉત્સવ છે, અને શીલરૂપ અલંકાને જે ભજે છે. અને જેને ધર્મરૂપ દાળને ઉત્સવ તમારા હર્ષને થાઓ. ૧ આ સુભાષિત બેલ્યા પછી શ્રીચ કે તેનું નીચે પ્રમાણે વિશેષ વિવેચન કર્યું. ભવિજનો ! એ દીવાળી પર્વ જગતમાં પ્રખ્યાત છે; પ્રભુના નિવાણની નિશાનને સૂચવનારું એ મનહર પર્વ છે, એ પર્વને દિવસ ભગવંતના નિર્વાણ ઉત્સવને પ્રકાશક છે, એ મહોત્સવમાં સ્યાદ્વાદરૂપ ઘર ધોળાવાય છે, દર્શનરૂપ શુદ્ધિ થાય છે, ચારિત્રરૂપ ચંદરવા બંધાય છે, તે વડે રજને દૂર કરવામાં આવે છે, જીનરાજની સેવારૂપ રમત રમાય છે, ભાવનારૂપ વિવિધ પદાર્થો અને પકવાન, તથા મેવાઓ જમાય છે, ગુણીજનના ચરણના નામનરૂપ નવા વર્ષના જુહાર થાય છે. વિવેકરૂપી રત્નનાં મેરામાં કરી, તેમાં દીપકની શેભા કરવામાં આવે છે, તેની અંદર અનુમોદનરૂપ તેલ પૂરય છે, મનરૂપ મંદિરમાં સુમતિરૂપ સુંદરી વિરતિરૂપ સાહેલીની સાથે વસે છે, અને અવિરતિરૂ ૫ અળશ ( અલક્ષ્મી) દૂર કરવામાં આવે છે. ધર્મ વાસનારૂપ સુંદર શૃંગાર ધરવામાં આવે છે, દર્શન ગુણરૂપ રંગ દેવામાં આવે છે, પરોપકારરૂ૫ ચુનાને છંટકાવ થાય છે, આ મહત્સવમાં શ્રી જિનેશ્વરરૂપ વરરાજા સિદ્ધિરૂપ કન્યાને પરણવા આવે છે, પ્રભુની સાથે અનગારરૂપ જાનૈયા થાય છે, સિદ્ધ શિલારૂ૫ ચોરીની વેદિકા વિવાહ મંગળની ક્રિયા માટે કરવામાં આવે છે, મુક્તિકન્યાને માટે અનંત ચતુષ્ટયરૂપ દાયજો પૂરાય છે, એગ નિરોધરૂપ પેશક અપાય છે, અને જીવર એ પવિત્ર કન્યાને મોટા ઉત્સવ સાથે પરણે છે. આ અંતરંગ દીપોત્સવીનું વર્ણન સાંભળી, સર્વ સાનંદાશ્ચર્ય થઈ ગયાં. ચંદ્રકળાની પ્રેરણાથી ચતુર પુરૂએ શ્રીચંદ્રને કહ્યું. મહાનુભાવ ! કૃપા કરી અંતરંશ ગેડીદડની રમત સંભળાવે. - શ્રીચંદ્ર સસ્મિત વદને બે મોહરૂપી રાજા, ક્રોધ, માન અને ભરૂ૫ ત્રણ પુરૂષ અને ભાયારૂપ એક સ્ત્રીની સાથે ગેડી દડાની રમત રમે છે; એ ક્રીડા આ સંસારરૂપ કુંડમાં આવેલાં જતુરૂપ દડાથી રમાય છે, અવિરતિરૂપ ગેડી તથા અજ્ઞાનરૂપ દંડવડે એ દડાને ઉછાળે છે. ભવ્ય અને અભવ્ય જીવ બે પક્ષીઓ દુર્વાસનારૂપ પવનના વંટોળીયાવડે તે દડાને વારંવાર સંસાર કુંડમાં બેળે છે. તે કંદુક ક્રીડાને બીજે શુભ પ્રકાર પણ છે. ચારિત્રરૂ૫ રન, દાન, શીળ અને તપ એ ત્રણ પુરૂષ અને ભાવનારૂપ સ્ત્રીની સાથે કંદુક ક્રીડા કરે છે. શ્રદ્ધારૂપ ગેડીથી પ્રાણીરૂપ દડાને સિદ્ધિ કુંડમાં ઉછાળીને નાખે છે, એ રમતમાં છતી ભવના ભયથી ભવિ પ્રાણી મુક્ત થાય છે. આ પ્રમાણે શ્રીચંદ્રના મુખની વાણી સાંભળી, સર્વ સખી સમાજ સાથે ચંદ્રકળા ખુશી થઈ. તેણે આનંદ સાથે ચતુરાને ચંદ્રના સ્વરૂપને ચમત્કારી રીતે વર્ણન કરવાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy