________________
એવા ત્રણ ભેદે મારું સ્વરૂપ માત્ર છે. :
આ સમજાવવાના માટે ત્રણ ભેદ કહ્યાં છે. બાકી તો રાત દિવસ આપણે ભગવાન આત્મા છીએ.
જો વિચાર કરશો તો કર્મનો ઉદય એકલો હોય જ નહિ. બાજુમાં સાથો સાથ જ્ઞાન હોય જ. હંસ દૂધ પાણી ભેગા હોય તેમાં દૂધને જ ઉપાડે છે. તેમ આપણે કર્મદશા વખતે જ્ઞાનને જ મુખ્ય કરવાની જરૂર છે. આ કાગળ ભાઈ જગજીવનભાઈ તથા નંદલાલને વંચાવશો. ભાઈ નંદલાલ ભલે કાગળની કોપી કરી રાખી રોજ વાંચી જાય.
લિ. છોટાલાલનાં શુભાશીષ D પત્ર નં. ૫૯
સાયલા, તા. ૯-૫-૧૯ ભાઈ શ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જીવને દેહધારીપણુ છે. ત્યાં સર્વે કર્મદશા (આધિ, વ્યાધિ, ઉપાધિવાળી) રહેલ છે. તેથી જરા પણ નહીં મુંઝાતા કર્મદશા-શુભાશુભ તરફ ઉદાસીન ભાવ રાખી. આપણે તો શરીરમાં જીવતા જાગતા
ચૈતન્ય મૂર્તિ છીએ એવી જાગૃતિ રાખવાથી છ મહીનામાં તો ઘણો ફેર છે દેખાશે. આત્મ દ્રવ્યમાં ઉપયોગ લક્ષણ અને જ્ઞાનગુણ છે. જેથી તે પોતે છે.
પોતાને પણ જાણે છે. અને કર્મદશાને પણ જાણે છે. કર્મદશા એટલે શુભાશુભ ભાવો તથા દેહની શાતા અશાતા વગેરે ભાવો. રાગદ્વેષ | મોહ પરિણામ કરે છે એ જ મૂળમાં મિથ્યાત્વ છે. તેમાં જાગૃતિ રાખો
એટલે મિથ્યાત્વ ટળતું જાય. મિથ્યાત્વ જાય એટલે અવિરતિ, પ્રમાદ, કષાય ટળતા જાય. આ તો જ્ઞાનીઓની એક ચાવી જ છે. જે ચાવી વડે છે અજ્ઞાન રૂપી સર્વે તાળાં ઉઘડી જાય.
રાત દિવસ પોતાના જ્ઞાન સ્વભાવનો મહિમા જોઈ જીવને પાંચ જ્ઞાન ઇંદ્રિયો તથા મનના વિષયમાં એકત્વ બુદ્ધિ થઈ છે તે સ્થાનો છોડાવી પોતે પોતામાં જ એકત્વ બુદ્ધિ...
30
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org