SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ તમારી આત્મા પામવાની ધગશ છે એટલે સર્વ સાધનો તમોને તે મળી રહેશે. ત્રીકાળી દ્રવ્યમાં ત્રણે કાળના પર્યાયો થવાનો જ સ્વભાવ છે એટલે તેમાં જ્ઞાનનું પરિણમન થાય છે. એ જ્ઞાન પ્રવાહ વડે આપણા સ્થળ શરીર અને સૂક્ષ્મ શરીર, પાંચ જ્ઞાનેન્દ્રિય તથા મન તેનો વહેવાર ચાલે છે. અને જ્ઞાની પુરુષો રાત-દિવસ એ જ્ઞાનના * પ્રવાહ વડે સામાન્ય ચેતન ભગવાન આત્માની ઉપાસના કરી રહ્યા છે. જે તથા વહેવાર પણ કરી રહ્યા છે. જ્ઞાની પુરુષોને સામાન્ય ચેતન એટલે 1 ત્રિકાળી જ્ઞાન સ્વભાવી દ્રવ્ય તથા તેમાંથી આવતા જ્ઞાનનો (ઉપયોગ) : પ્રવાહ એટલે કે સામાન્ય ચેતન અને વિશેષ ચેતનની ઓળખાણ હોવાથી આત્માના અનુભવનું કામ પણ ચાલે છે અને તેના બન્ને શરીરનો વહેવાર પણ ચાલે છે. તેમને શરીરનો વહેવાર અનુભવ : A હોવાથી બાધક થતો નથી. શ્રી જયાબેનના કંઈ સમાચાર નથી. નીરૂબહેન ત્યાં હશે. - સવિતાબેન પણ ત્યાં જ હશે. સર્વ કોઈ પ્રયત્ન કરે તો ફળને (મોક્ષને) ( પામે છે. અત્રેથી સર્વે ભાઈઓએ તમો સર્વેને ખૂબ યાદ ર્યો છે. તે દઃ છોટાલાલના શુભાશીષ લખવામાં તો કેટલું લખી શકાય. શાંતિસ્વામીના બન્ને કાગળો વાંચશો-વિચારજો. આ એ કાગળ જયાબેન, નીરૂબેન, સવિતાબેન જે કોઈને વાંચવો હોય તો ભલે વાંચે. ઉપયોગનો પ્રવાહ જ્ઞાનનું પરિણમન જ્ઞાનનો પ્રવાહ એની પ્રસિદ્ધિ અથવા ઓળખાણ થઈ જશે એટલે સામાન્ય ચેતન, ત્રિકાળી જ્ઞાનસ્વભાવી દ્રવ્ય ભગવાન આત્માની ઓળખાણ એની મેળે થઈ જશે. કોઈ પણ રીતે આ બન્ને શરીરોમાં ઉપયોગનો પ્રવાહ એ જ શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ૩૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy