________________
સરળ પ્રકારે સમજાવો પણ, લેશ લખણ નહિ છોડે ગુલાબ જળ ગેંડો નવરાવો, દુષ્ટ વિષ્ટા પર દોડે. આદત છે ઉમરથી અવળી, ગુણીજન કરશો કેમ સવળી. સજજન. બાલપણેથી બેલ હરાડો, ઘણા વખત ધરારાયે, માર ગમાર સહે શીરપે પણ, પર ખેતર પર ધાયે. કાષ્ટ લઈ ડોકે દયો દાડી, ટળે નહિ ટેવ પ્રથમ પાડી. સજ્જન મુઢપતિ કદીએ નહિ માને, પેટ તણા જે પાપી અઢાર વખત ઉપદેશ કરો પણ, મન નહિ શકશે માપી. છેદો નિત્ય નાક તમે છરીએ, લજ્જા નહિ લંપટને જરીએ...સજ્જન અમૃતરસ ઉપદેશ હંમેશાં, પાત્ર વિના નહિ ઠરશે. શઠ તણા સરદાર ન માને, ઇન્દ્ર કદી ઉતરશે, સ્વાંતિધન છીપ વિષે ઠરશે,ગરલ મુખ વિષ ધર લઈ કરશેસજ્જન અધમ ગતીના વરનારાને, સિદ્ધ વચન શું કરશે. હરિજન શીખ દઈ છો હારો, ઉલટી ઉપાધી કરશે. અલગ એ દુર્જનથી થાવું, કાળું મુખ કદીએ નહિ જોવું. સજ્જન.
' 9 પદ-૨૮, સાખી ૭ . સંવત ૧૯૯૫ના પહેલા શ્રાવણ વદી ૧૩ના રોજ રચિત
સાખી જગ ઠગવાની જુતી જડી, ગુરુ થઈ બેઠા પાટે ચડી. ૧ ઠાક ઠીક રાખે બહુ ઠાઠ, બોધ કર્યાનો ભજવે પાઠ. ૨ ફાવે તેવા નામે દાવ, ભવ તરવાનું જો જો નાવ. ૩ ભરમાવે બહુ ભોળા બાળ, છકાઈનાં થઈને રખવાળ. ૪ મનુષ્ય તણી નહિ કરૂણા જરી, ચૌગની આપે હાથે કરી. ૫ કુડી કલ્પના રાખે ઘડી, પ્રપંચ પનોતી ગુરુને નડી. ૬
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
૨૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org