________________
૨૮૪
ગુરુની સન્મુખ જે જે વદે, મહા શ્રાવક તે પહોંચ્યા હદે. ૭ સત્વચન ને સાચી વાણ, આ તે હસવું ને થઈ હાણ. શું શ્રાવકના ચડતા ભાવ, એમ વદે એ મોટો લાવ. ૯ ખરી વાત સમજાવો આપ, પુછે નહિ બેટીનો બાપ. ૧૦ પર્યુષણમાં પાવન થાય, ધર્મ કમાવા નીત નીત જાય. ૧૧ હલકો હતો તે ભારે થયો, મૂરખ મૂળગી મુડીનો ગયો. ૧૨
૭ ૫૬-૨૯, ત્રોટક છંદ
કરૂણાનિધિ નાથ કૃપા કરજો, દીનનાં દુઃખ દેવ હવે હરજો, ગુરૂરાજ હવે ન કદી વીસરું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું...૧ ગણી બાળક નાથ બચાવ કરો, શરણાગતને શીર હાથ ધરો, મુખરાજ વિના ન ઉંચાર કરું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું...૨ ગૃહપાસ રહ્યા પ્રભુ આપ તહાં, સચ્ચીદાનંદ રૂપ અનુપ સદા, અવતારી મહા ઉપકારી ગુરુ, સહજાત્મ સ્વરૂપ સદા સમરું...૩ નિજ ભાવ વિષે થઈ થીર રમ્યા, ગુણ દાહક દોષ અનંત દમ્યા, સદ્બોધ વિચારનું શસ્ત્ર ધર્યું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું...૪ ભવ તારક રાજ્ય પ્રભાવ તણું, ઝરતું મુખ બોધ સુધા ઝરણું, મહા મંગળ ને સુખધામ ખરું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું... પ નિજ બોધક બીજ વિચાર કરે, શુભ પંથ ગૃહી ભવમાં ન ફરે, બહુ ગુપ્ત વિચારક તત્ત્વ ખરું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું... ૬ રસીયા રસથી તુંજ તત્ત્વ રહે, ભવ બાધક દોષ હંમેશ ઘટે, શીવ મારગનેં થીર ભાવ કરું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું.... મહીમા તુંજ જ્ઞાન તણો ગણતા, ભલી ભારતી થાકી રહે ભણતા, મતિ મંદ મુખે ક્યમ બન્યા કરું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું.... સન્દેવ નિરંજન ભાવે ભજો, ભવવાસ કંકાસ ભવિક તજો, જળ તારક નાવ નિમિત ખરું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું...૯ ઉપકારી તમે ભવતરી ભલા, કરી દૂર સદા મમ કર્મ બલા, ગુરૂ રાજ્ય થકી મુજ કાજ સર્યું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું...૧૦
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org