________________
રસના ન દેખે તે તો, જાય કહેતાં વાતમાં. નાક અગ્ર ન દેખે તો, સ્થિતિ ત્રણ દિવસની, કાળજ્ઞાન સમજો ને, ગુરૂના પ્રસાદમાં. પાણી પેહલી બાંધી પાળ, સ્વરૂપ તારું સંભાળ, નિરંજન ધ્યાવો ધ્યાન, ઉઠીને પ્રભાતમાં.
9 પદ-૧૭, રાગ : ધીરાનું પદ છુ. કારણને કાઢો રે કરૂણાળુ કૃપા કરી,
ઝાઝા ઝોડ વળગ્યા રે, ચાલે નહિ જોર જરી. પંચ ભુતો પ્રગટ વળગ્યા, અળગા એકે ન થાય. પલો પચીસનો પંડમાં પીડે, લાગી ત્રિવિધ લાય,
બાંય કોઈ ઝાલો રે, પરીબળ તેને દૂર કરી.... કારણને એક ભૂત પંડમાં જો પેસે, તેના લે છે પ્રાણ, પાંચ પચીસનો થયો પેસારો, ઘરનો વાળ્યો ઘાણ.
હાણ થઈ છે ઝાઝી રે, માન્યા જેથી મારા કરી. કારણને દોરા ધાગાનો ડર નહિ જેને, કીધાં ઉપાય અનેક. જ્યાં જોવું ત્યાં વાસો તેનો, ભૂત જગ દરસાય.
ભૂત ભ્રમણા પેઠી રે, ભ્રાન્તી ઉરે આવી ઠરી...કારણને પુરુષાર્થનો પાટ નખાવો, શાસ્ત્ર સાચી હાક, સત્સંગ ડાકલીયા લાવો, સદ્ગુરુ મારે હાક.
માલમી ભુવો મલતા રે, પલમાં બેસે ઠામે ઠરી... કારણને ભૂત ટળે ત્યારે ભ્રમણા ભાંગે, સદ્ગુરુ મારે છાપ. મુખરૂપમાં મગ્ન બનાવે, ઓળખાવે આપોઆપ.
હું પદ જાશો હારી રે, જોતાં જ્ઞાન દૃષ્ટિ કરી... કારણને માયા મુએલી થઈને ભાસે, હારી રહેશે મન.
૨૭૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org