________________
રિદ્ધિ સિદ્ધિ સર્વનો, કરે ન મનથી મોહ, બંધ બેડી બન્ને ગણે, ક્યું કંચન કે લોહ.૧૦ મુળ માર્ગને પામવા, અભુત જહાં ઉલ્લાસ, તે જ્ઞાતાને જ્ઞાનની, કહી યોગ્યતા ખાસ..૧૧
જ્યાં દીસે એ યોગ્યતા, ત્યાં જ્ઞાન પ્રકાશ, સમ્યફબીજની સહાયથી, કરે કર્મનો નાશ..૧૨. શુદ્ધ ભૂમિમાં સંતનું, સમ્યબીજ સોહાય, અદ્ભુત અમૃત વૃષ્ટિથી, કેવળ વૃક્ષ કરાય...૧૩ ઠામ ઠામ તે બીજની, હોય ન ભૂમિ યોગ્ય, બળે બીજ તે બોળતાં, તેને યોગ્ય અયોગ્ય..૧૪ અભયદાનને આપતા, પરથમ પરખો પાત્ર, અચળ પ્રેમ બીન આપવું, મહા મોહની માત્ર..૧૫
પદ-૭, રાગ : પ્રભાત બ્યુ. મોહની નિંદમાં સુઈ મત રહો સદા, વ્યતિત બહુ કાળ એમ વ્યર્થ કીધો; નિજરૂપ નિરખવા, નેત્ર ખોલ્યું નહિ, સુપનનાં સુખ તણો લ્હાવો લીધો.... મોહની. આ વસ્તુ સ્થિતિ સમજનું છાણું વાયુ ભલું, શુદ્ધ સમકિતનો ભાનું ભાસે;
નિજ પર રૂપનો ભેદ પ્રગટે જહાં, મોહ મિથ્યાત્વ અહંકાર નાસે... મોહની. છે પ્રેમથી પરખીએ, નિરખીએ નાથને, અવર અધ્યાસને અલગ કીજે,
ગ્રહણ કર જ્ઞાન ગુરુ બોધના બીજનું, પરમ રસ પાનથી કાજ સીજે. મોહની. તું નહિ પુદ્ગલી, દેહ પુલ સદા, પ્રગટ જડ દ્રવ્ય નહિ રૂપ તારું; પુલી પ્રપંચમાં પોતે ભૂલી ગયો, અન્યથા રૂપ કાં માન્ય મારું. મોહની. છે | સર્વ વ્યાપકપણે સાક્ષી તું સર્વદા, જ્ઞાનગુણ લક્ષણે ભીન્ન ભાસે;
શુદ્ધ ઉપયોગી તું ચિહન ચેતન્ય ધન,અચલ અવિનાશી ગુણ કેમ નાશે?... મોહની. જ થાય પ્રતિભાસ એ શેયનો જ્ઞાનમાં, પણ નહિ જ્ઞાન તું જ ય ભાવે; જેમ જલપાત્ર રવિ દેખીયે નિરમળો, ભાસ દરપણ વિષે તેમ થાવે... મોહની. સર્વને જાણ તે જાણ રૂપ તાહરું, અન્યમાં જાણ ગુણ જ્ઞાન નાવે; એમ ભિન્ન ભિન્ન ગુણ લક્ષણે અનુભવી, અલખરૂપ આપનું લક્ષ લાવે.મોહની.
ર૭૦.
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org