________________
લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું, નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે; . ' પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે પ્રશ્ચાતું દુઃખ તે સુખ નહીં. ૩ હું કોણ છું? ક્યાંથી થયો? સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા ? તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪ એ પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો “તેહ' જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો આત્મ તારો ! શીધ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો. ૫ શિક્ષાપાઠ ૧૦૭:
અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાથી જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org