________________
કે તેમ હવે બીજું પણ લખું છું કે બાપા (હકાબાપા) ચાલ્યા ગયા )
એટલે સમાર્ગનો લોપ થઈ ગયો અગર તો સત્પરુષ રહિત ભૂમિ થઈ ? ગઈ તેમ માનશો નહીં. હજુ તેની પ્રાપ્તિ થાય તેવો સંભવ છે તે ચોક્કસ માનજો, પણ લખનાર પુરુષ પ્રત્યે જેટલી તમારી શ્રદ્ધા હશે , તેટલું જ તેનું લખેલું વાક્ય સત્ય લાગશે, છતાં હું તો મારી ફરજ અદા | કરવા લખી છૂટું છું. જેમ કલ્પના કરવી ઘટે તેમ કરશો. કરવા ઘટે તેમ કરશો.
૪ બીજી પણ એક વાત આપને ઘણા વખતથી કહેવી છે છતાં નથી કે | કહેલ તે આજે કહું છું કે આપને સિદ્ધિ, ચમત્કાર કે પૂર્વભવ સંબંધી |
જ્ઞાન (જી) હોય તો જ જ્ઞાની કહેવાય તેવા પ્રકારની માન્યતા છે. તે આ માન્યતા જવા અર્થે કૃપાળુદેવનું પદ કે જેને “મૂળ માર્ગ” કહ્યો છે તે છે લખું છું. જો કે તે પદ આખું આપના સમજવામાં છે, તથા ઘણી વખત | વાંચ્યું પણ છે, તો પણ તેમાં જે અપૂર્વ માર્ગ બતાવ્યો છે તે ઉપર આપનું લક્ષ ગયું નથી માટે લખું છું. “છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂ.મા. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” મૂ.મા. હવે આ પદને પહેલા વિચારો-દેહાદિથી - સ્થૂલ દેહ, તેજસ દેહ, તે કાર્યણ દેહ બીજા ધર્મવાળા, શૂળ, સૂક્ષ્મ, કારણ તે ત્રણ દેહ કહે છે. ' હવે તે ત્રણે દેહથી અને ત્રણે દેહથી થતી ક્રિયાથી આત્મા ભિન્ન છે, તે કારણ કે આત્મા અક્રિય છે. દેહ કહ્યા તે ક્રિયાવાન છે, જે જે ક્રિયા છે ત્રણ દેહમાંના ગમે તે દેહથી થતી હોય તો તેનો જાણનાર જ્ઞાયક ? સ્વભાવવાળો પોતે આત્મા છે. હવે જે જે ક્રિયા થાય છે તે ક્રિયા જાણનાર, જે ત્રણ પ્રકારના દેહ તેનાથી પોતે જુદા વિના તે ક્રિયાને જ કોણ જાણે ? માટે તે દેહાદિથી એટલે અંદરની અને બહારની, ૪
માનસિક અને દેહીક, તમામ ક્રિયાનો સમાવેશ થઈ જાય છે. એ બધી ક્રિયા પુદ્ગલીક છે. આત્મા તેથી જુદો સ્વઉપયોગી એટલે પોતાના સ્વરૂપથી કોઈપણ કાળે રહિત નહીં તેવો અવિનાશી પદાર્થ છે. તે આત્માને જાણવા માટે સદ્ગુરુના ઉપદેશથી, તે ત્રણે દેહ કોને કોને ..
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org