________________
' નથી તેમ તેમનું કહેવું છે. તો આપને આવવા મરજી હોય તો સુખેથી છે આવવું.
બીજું ભાઈચંદજી મુની અત્રે આવ્યા હતા, એક દિવસ સત્સંગ થયો હતો. સત્સંગમાં તેમનું કહેવું વાસ્તવિક રીતે જે છે તે જ કહેવું છે કે પરમાત્મા પ્રત્યે અખંડ પ્રેમપૂર્વક ભક્તિ ઉત્પન્ન થવી જોઈએ અને તે ભક્તિ ઉત્પન્ન થયા પછી અખંડપણે તે લય રહેવી જોઈએ. તે લય રહેવામાં અને તે ભક્તિ ઉગવામાં પૂર્વોપારજીત જે જે વિઘ્નો આવે તે તે વિપ્નો સમપણે કેટલાક વેદી, કેટલાક ઉપશમાવી, અખંડપણે આત્મ જાગૃતિમાં રહેવું તે આત્માર્થી જીવનું કર્તવ્ય છે. આશ્રમવાળી વાત તેમના કહેવામાં હતી. તેમ જ હાલનું તેમનું વર્તન કર્તવ્યપરાયણ જોવામાં આવે છે. બાકી તો તેમનો અંતર આશય તેમના કાયમ સત્સંગમાં રહેવાવાળો માણસ સમજી શકે. તમો લખો છો કે તેમણે તે દિગમ્બરના મહાન પુસ્તકો વાંચ્યા છે, અને સમજાવવાની શક્તિ ઘણી છે
સારી છે. પણ સંસ્કારીને સમજાય તેવું છે. તેના જવાબમાં જાણશો કે : સંસ્કાર વિના કોઈ વસ્તુ માણસને યોગ્ય પડી નથી. તેમ જે જે | માણસને આત્મહિત કરવાની ઇચ્છા થાય છે તે પણ સંસ્કાર જ છે.
સંસ્કાર સિવાય તો બીજાને સત્સંગ કાંઈ ઉપયોગનો નથી, તેમ જ છે. આપનું ધારવું હોય તો તેમ નથી, કારણ કે તેવા સત્સંગના પ્રભાવથી . સંસ્કારી થવાય છે, અને સંસ્કારી થવું તે આપણું કર્તવ્ય છે. બીજા કોઈનું કર્તવ્ય નથી.
મણીબેનનો ધાર્મિક પ્રેમ મારા પ્રત્યે સારો છે, છતાં અમે તો ભૂખ્યા વલવલીએ છીએ. તો તમારી અને મણીબેનની કૃપાદૃષ્ટિ હોય તો આ
સેવકને લાભ મળે તેમ તમો લખો છો તો તેના જવાબમાં જાણશો કે | મણીબહેનને આપણા જ પ્રત્યે નહીં પણ દરેક જીવ પ્રત્યે ધાર્મિક પ્રેમ છે
હોય તેમાં કાંઈ નવાઈ નથી પણ તમો અહીં આવશો ત્યારે વિશેષ ખુલાસો થશે, કે હું કોઈ પ્રકારથી આપના પ્રત્યે ભેદ રાખવાનું સુચવન કરતો નથી.
૨૧૬
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org