________________
આંક ૨૪૦ના શ્રી અંબાલાલભાઈ ઉપરના પત્રમાંથી “માટે સોભાગભાઈ જેવા પુરુષો પ્રત્યેનો પત્રવ્યવહાર તમોને પોષણરૂપ થશે એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. તેમને પત્ર લખશો. જ્ઞાનકથા લખશો તો હું વિશેષ પ્રસન્ન છું.”
વચનામૃત પાનું ૮૨૪ આત્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ બીજીમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ જેમ જિન વિતરાગ તથા કુંદકુંદાદિ આચાર્યોને જે ભક્તિથી નમસ્કાર કર્યા છે, તે જ રીતે કેવળ-બીજ સંપન્ન પરમ ઉપકારી શ્રી સોભાગભાઈને નીચેની અભિવ્યક્તિથી નમસ્કાર કર્યા છે.
હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે નમસ્કાર હો.”
આ ઉપરથી આ ભવ્ય આત્માની મહાનતાનું દર્શન થાય છે. આવા સાયલાના પુણ્યશાળી અને પવિત્ર આત્મા સ્વ. શ્રી સોભાગભાઈને આ પુસ્તક સમર્પણ કરતાં અમને અહોભાવ ઉત્પન્ન થાય છે અને તે બદલ અમે અમોને મહાભાગ્યશાળી માનીએ છીએ.
લિ. ડો. શ્રીમતી સલ્લુણાબેન સી
શાહ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ
સાયલા-૩૬૩ ૪૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org