________________
અશુદ્ધિને પ્રકર્ષ હોય છેઆ રીતે ઉત્તરોત્તર ગુણસ્થાનકમાં સર્વત્ર જાણી લેવું. પ્રમત્ત ગુણસ્થાનકને કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃટથી અંતર્મુહૂર્ત છે.
(૭) અપ્રમત્ત સંયત ગુણસ્થાનક નિદ્રા-વિકથાદિ પ્રમાદ વિનાના મુનિનું ગુણસ્થાનક તે અપ્રમત્ત ગુણસ્થાનક છે. અહીં સંયમની વિશુદ્ધિનાં તથા વિશિષ્ટ તપધ્યાનાદિના પ્રભાવથી કર્મક્ષપણા કરતાં અપૂર્વ-અપૂર્વતર વિશુદ્ધિસ્થાન , પર આરુઢ થતાં મન:પર્યવાનાદિ ૪ અનેક પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. આ ગુણસ્થાનકને કાળ જઘન્યથી ૧ સમય ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત છે.
(૮) અપૂર્વકરણ ગુણસ્થાનક સ્થિતિઘાત–રસધાત–ગુણશ્રેણિ–ગુણસંક્રમણ–સ્થિતિબંધ આ—પાંચ અપૂર્વવસ્તુ જ્યાં થાય છે તે અપૂર્વકરણ ગુણસ્થાનક છે.
સ્થિતિઘાત:– સત્તામાં રહેલા જ્ઞાનાવરણાદિ કર્મની દિર્ઘસ્થિતિઓને અપવર્તના કરણ વડે ઘટાડીને અલ્પ કરવી.
રસઘાત –સત્તામાં રહેલા જ્ઞાનાવરણાદિ અશુભ કર્મોના તીવ્ર રસને અપવર્તના વડે ઘટાડી અ૯પ કરવા.
આ બન્ને વસ્તુઓ પૂર્વ ગુણસ્થાનકમાં અલ્પવિશુદ્ધિ હોવાના કારણે જીવ અલ્પ પ્રમાણમાં કરતા હતા. અહીં વિશુદ્ધિ વધારે હોવાના
३४ अस्य च भगवतोऽप्रमत्त संयतस्य विशिष्ट तपोधर्मध्यानादियोगतः कर्माणि क्षपयतो अपूर्वापूर्वतराणि च विशोधस्थानान्यधिरोहतो मनःपर्यवज्ञानादयोऽपि ऋद्धयः प्रादुष्यन्ति यतः उक्तं :
अवगाहते स श्रुतलब्धि प्राप्नोति चावधिज्ञान ! मानसपर्धायं शानं कोष्ठादिबुद्धिर्वा । चारणवैक्रियसवौं अध्याद्याश्चापि लब्धयस्तस्य ! प्रादुर्भवन्तिगुणती बलानि वा मानसादीनि ॥
–પચસંગ્રહ ટીકા પૃ. ૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org