________________
૪૦
દર્શન માહનીય કર્મોમાં માત્ર મિથ્યાત્વ માહનીય કર્મ બંધાય છે. જ્યારે અધ્યવસાય વિશેષથી મિ. મેાહનીય કર્મોમાં રસ આછે થતાં તેજ સમતિ મેાહનીય અને મિશ્ર માહનીયરૂપે બની જાય છે. તેથી મેાહનીય કર્મના બંધ–૨૬ ઉદયમાં ૨૮.
નામક માં બંધન નામક કે સંઘાતન નામકમ ને બંધ તથા ઉદયમાં જુદાં ગણ્યાં નથી તેના શરીર નામકર્મમાં સમાવેશ કરી લીધેા છે. તેમજ વર્ણાદિના અવાંતર ભેદ ગણ્યા નથી. તેથી ૯૩ માંથી [ ૫+૫+૧૬=૨૬ ] બાઇ જતાં નામકર્મની બંધમાં અને ઉદયમાં ૬૭ પ્રકૃતિ ગણાય છે [ ૯૩–૨૬=૬૭ ].
—: જ્ઞાનાવરણાદિના ક્રમ :--
==
પ્ર. ક્રર્મગ્રન્થમાં જ્ઞાનાવરણ પછી દર્શનાવરણ વગેરે ક્રમ શા કારણે લીધેા છે ?
ઉ. કારણ જ્ઞાન પ્રધાન છે. કારણ કે..
(૧) (i) જ્ઞાનના આધારે સકલશાસ્રાદિની વિચારણા થાય છે. (ii) સકલ લબ્ધિ જ્ઞાનાપયેાગપૂર્વક પ્રગટે છે.
(iii) મેક્ષપ્રાપ્તિ સમયે પણ જીવને જ્ઞાનાપયેાગ હોય છે. તેથી જ્ઞાન એ પ્રધાન છે. અને તેને આવરનારું જ્ઞાનાવરણ કમ એ પ્રથમ કહ્યુ છે.
(૨) જ્ઞાનાપયેાગ પૂર્ણ થતાં દર્શનના ઉપયાગ છે. તેથી જ્ઞાનાવરણકર્મ પછી દર્શનાવરણુ ? કહ્યું છે.
જ્ઞાનદર્શન એ જીવનું સ્વરૂપ કહ્યુ છે. તેમાં પણુ
Jain Education International
(૩) (i) જ્ઞાનાવરણ અને દનાવરણના ક્ષયે પશમ અને ઉદય ક્રમશઃ સુખ-દુઃખરુપ વેદનીય કર્મના ઉદયમાં નિમિત્તરૂપ થાય છે. તે આ રીતે– જ્ઞાનાવરણના તીવ્ર વિપાકવાળા જીવા સૂક્ષ્મ, સૂક્ષ્મતર વસ્તુ વિચારવાને પેાતાને અસમર્થ માની ખેત પામે છે. જ્યારે જ્ઞાનાવરણના ક્ષયેાપશમવાળા જીવા સૂક્ષ્મ અને ગહન વસ્તુને પેાતાની બુદ્ધિથી જાણતાં (ઘણા માણસામાં) પાતાની જાતને ચઢિયાતી માની સુખ પામે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org