SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) સુસ્વર નામકર્મ–જે કર્મને ઉદયથી સાંભળનારને પ્રીતિ ઉપજાવે તેવા મધુર સ્વરની પ્રાપ્તિ થાય. (૯) આદેય નામકર્મ–જે કર્મના ઉદયથી ગમે તેવું યુક્તિપ્રયુક્તિ વગરનું બેલે તે પણ સર્વને સ્વીકાર્ય બને તથા દર્શન માત્રથી સન્માનાદિની પ્રાપ્તિ થાય. (૧૦) યશઃ નામકમ–જે કર્મના ઉદયથી યશઃ કીર્તિની પ્રાપ્તિ થાય; તપ, શૌર્ય, ત્યાગાદિથી પ્રાપ્ત થયેલ યશ ગવાય તે યશ કીર્તિ અથવા દાન-પુણ્યથી પ્રાપ્ત થાય તે કીર્તિ, '' પરાક્રમથી પ્રાપ્ત થાય તે યશ, અથવા એક દિગ્ગામિની કીર્તિ, સર્વદિગ્ગામી ચશ. સ્થાવર દશક (૧) સ્થાવર નામકર્મ–જે કર્મના ઉદયથી જીવને સ્થાવરપણું પ્રાપ્ત થાય તે. (ર) સૂક્ષ્મ નામકર્મ–જે કર્મના ઉદયથી જીવને સૂક્ષમણું પ્રાપ્ત થાય તે.. (૩) ૨૪ અપર્યાપ્ત નામકર્મ–જે કર્મના ઉદયથી જીવ વાગ્ય પર્યાપ્તિ પૂરી કરવા સમર્થ ન બને તે. (૪) સાધારણ નામકર્મ–જે કર્મના ઉદયથી જીવને અનંતાજીવો વચ્ચે એક એવું સાધારણ શરીર મળે તે. ૨૪. અપર્યાપ્ત છ બે પ્રકારના છે. (૧) લબ્ધિ અપર્યાપ્તા (૨) કરણું અપર્યાપ્તા જેઓ સ્વયોગ્ય બધી જ પર્યાપ્તિ પૂર્ણ કરવાના નથી, તેલબ્ધિ અપર્યાપ્તા. જેઓની પર્યાપ્તિ પૂર્ણ થઈ નથી, પણ અવશ્ય પૂર્ણ કરવાના છે તે કરણ અપર્યાપ્તા. લબ્ધિ અપર્યાપ્તા પણ ત્રણ પર્યાપ્તિ તે અવશ્ય પૂર્ણ કરે છે, કેમકે તે પૂર્વે આગામી ભવનું આયુષ્ય બંધાતું નથી. Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy