________________
૩૫
છે. આ ગતિને વક્રગતિ કહેવાય છે. સમશ્રેણિએ અનંતર સમયે જ પહોંચવામાં આનુપૂર્વ કર્મને ઉદય થતું નથી, જ્યારે વકગતિથી ભવાંતરમાં ઉત્પત્તિસ્થાને પહોંચતા વચ્ચેના સમયમાં આનુપૂર્વનામકર્મને ઉદય થાય છે.
ચાર વળાંક અને પાંચ સમય પણ ક્યાંક થાય છે. પણ તે અલ્પ હોવાથી વિવેક્ષા નથી. આ વળાંકમાં શરૂઆતના ૧ થી ૪ સમય અનાહારી ૨૧ હોય છે અને છેલ્લે ઉત્પત્તિ સમયે આહારક હોય છે. એમ શ્રીભગવતિ સૂત્રની ટીકામાં કહ્યું છે. આનુપૂવી નામકર્મને ઉદય પણ અનાહારકપણામાં જ હોય છે. . (૧૪) વિહાયોગતિ નામકર્મ : ૨ પ્રકારે
(i) શુભ વિહાગતિ નામ” –જે કર્મના ઉદયથી જીવને હાથી, બળદ, હંસ વગેરેની જેમ સુંદર ચાલ પ્રાપ્ત થાય.
(ii) અશુભ વિહાગતિ નામ -જે કર્મના ઉદયથી જીવને ઊંટ, ગધેડાદિની જેમ ખરાબ ચાલ પ્રાપ્ત થાય.
પ્રત્યેક પ્રકૃતિ : ૮ - (૧) અગુરુલઘુ નામકર્મ–જે કર્મના ઉદયથી જીવનું શરીર ગુરુ (ભારે) લઘુ (હલકું) કે ગુસ્લઘુ ન થાય, પરંતુ અગુરુલઘુ પરિણામવાળું થાય.
(૨) ઉપઘાત નામકર્મ –જે કર્મના ઉદયથી પડજીભ, ચૌરદંત, રસેળી, આદિ પિતાના જ અવયથી પોતે હણાય.
અથવા ગળે ફાંસો ખાય, ખીણમાં ભૂસકે મારે વગેરે દ્વારા આપઘાત કરે તેમાં પણ ઉપઘાત નામકર્મને ઉદય પંચસંગ્રહમાં કહેલ છે.
(૩) પરાઘાત નામકર્મ –જે કર્મના ઉદયથી જીવ પોતાની પ્રતિભાથી બીજાને ક્ષેભ પમાડે.
૨૧. અનાહારક ઔદારિક, વૈક્રિય, આહારક વર્ગણના પુગલે ગ્રહણ કરે નહિ તેથી ભાષા શ્વાસોશ્વાસ અને મને વર્ગણના ૫ગલે પણ ગ્રહણ ન થાય. ફક્ત અહી વગતિમાં તેજસ કાર્મણ વર્ગણના પુદ્ગલે લે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org