SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બીપપાતિક સૂત્ર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર પૂ.આ. શ્રી વિજય સિંહસેનસૂરિજી મ. ભાદરવા વદ એકમથી વાણીનો પ્રારંભ થયો. આજે એક તબક્કો પૂરો કરી બીજા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ. ગઇકાલ સુધીની વાચનામાં અગિયાર અંગનો પરિચય મેળવ્યો. હવે બાર ઉપાંગનો પરિચય શરું થાય છે. અત્યાર સુધીમાંનું મગજમાં કેટલું ઉતર્યું ? પિન્ટને ગણિત ન આવડે. પ્રોફેસર દરરોજ ભણાવવા આવે. એક મહિનો થયો. પપ્પાને થયું કે પિન્ટને કેટલું આવડે છે ? લાવ, પુછું, પપ્પાએ પૂછ્યું ૧ર + ૮ કેટલો થાય ? પિન્ટેએ કહ્યું કે ૧૮. પપ્પાએ પિન્ટને ખેંચીને તમતમતો એક તમાચો ગાલ ઉપર ઠોકી દીધો. એટલામાં ટીચર આવ્યા. શેઠ ધુંઆ ફંઆ થઇ ગયા. ટીચરને કહ્યું આ શું? ટીચર કહે શેઠ ! ચિંતા ન કરો, અમારી ગાડી પ્રગતિ પર છે. અધ્યયન કાર્ય વિકાસ પર ચાલી રહ્યું છે. પિતા કહે શું કપાળ પ્રગતિ પર છે ? એક એક મહિનો થયો અને હજી પિ ૧૨ + ૮ = ૧૮ જ કહે છે શું આને પ્રગતિ કહો છો. ટીચર ઠાવકાઇથી કહે - હું આવ્યો ત્યારે ૧ર + ૮ = ૧૪ બોલતો હતો. આજે ૧૬ કહે છે. અમારી ગાડી પ્રગતિ પર છે. ધીરે ધીરે ર૦ થશે. બોલો, પ્રગતિ ખરી ને ? પહેલેથી બધા આગમોના નામો મોઢે કહેશોને ? દ્વાદશાંગી - ૧૨મું અંગ તો વિચ્છેદ પામ્યું છે. બોલો ! અત્યાર સુધીમાં કેટલા આગમ થયા? ચૌદ ! શી રીતે ? ૧૧ અંગ + ૩ છેદસૂત્ર નિશીથ મહાનિશીથ # જ પ્રમોદની પહેલ-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy