SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આપે છે. આપણે અનંતીવાર નવ ગ્રેવયકમાં જઇ આવ્યાં છીએ દ્રવ્યચારિત્ર વિના નવ ગ્રેવયકમાં જઇ શકાતું નથી. દ્રવ્ય ચારિત્રમાં અકામ નિર્જરા છે. અકામ નિર્જરા દેવલોકમાં લઇ જાય પણ નવ રૈવયકથી વધુ નહિ... જો અનુત્તરમાં જવું હોય તો સકામ નિર્જરા જોઇશે જ. અનુત્તરવિમાનમાં ગયાં પછી ગણતરીના ભવોમાં મોક્ષ હાથવગો થઇ જાય છે. આ આગમમાં સકામ નિર્જરાના મોક્ષલક્ષી નિર્જરાના પ્રભાવથી શુભ બંધ કરી અનુત્તરમાં ઉત્પન્ન થયેલા શ્રેણિક પુત્રોનું વર્ણન છે. ધારણીના ૭ પુત્રો ચેલણાનો એક અને નંદાનો એક પુત્ર (અભયકુમાર) શ્રેણિકના ૧૦ પુત્રો અનુત્તરમાં ગયાં ત્યાંથી મહાવિદેહમાં માનવ થઇ, મુનિ થઇ મોક્ષે પધારશે. પછીના ૧૩ અધ્યયનમાં શ્રેણિકના પુત્રો અધ્યાત્મ પછી વૃત્તિ સંક્ષય કરી આગળ વધી સવાર્થસિધ્ધ વિમાનમાં પધાર્યા હતા. દુનિયાનું સર્વશ્રેષ્ઠ પદગલિક સુખ સવાર્થસિધ્ધમાં હોય છે. પણ શુધ્ધ સમ્યક્તત્વ ધારી આત્મા હોવાથી એમાં જરાય આસક્તિ નથી હોતી. ગુણસંપત્તિ જેમ જેમ વધે તેમ તેમ બાહ્ય વૈભવ આપોઆપ વધતો જાય. પરમાત્મા અરિહંત આનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાખલો ઉદાહરણ પુરૂ પાડે છે. પરમાત્મા જેવું ઐશ્વર્ય અને સૌન્દર્ય કોઇનું પણ નથી હતું છતાં સદા એનાથી તેઓ નિરાળા રહે છે. ત્રીજા વર્ગના ૧૦ અધ્યયનોમાં આપણે હબકખાઇ જઇએ. અને મગજ બહેર મારી જાય તેવું વર્ણન કર્યું છે. ધન્ના અણગાર સુનક્ષત્ર ઋષિદાસ પેલ્લક રામપુત્ર ચંદ્ર પૃષ્ઠ પેઢાળપુત્ર પોટ્ટિલની ઉત્કૃષ્ટ સંયમ સાધનાનો ચિતાર રજૂ કર્યો છે.. ધન્ના અણગારે સાધના આરંભી અને માત્ર ૯ મહિનાના ટૂંકા ગાળામાં આટલી ઉત્કૃષ્ટ તપ સાધના કરી. ચાલે તો હાડ ખખડે કાઉસગ્ન કરે ત્યારે તેમનો હાથ છે કે ઝાડની ડાળી એ કળવું કપરુ થઇ પડતું. અંતે વિપુલાચલ પવર્ત પર એક મહિનાનું અણસણ કરી સવાર્થસિધ્ધમાં સિધાવ્યાં, પ્રભુ વીરના સમવસરણમાં મહારાજા શ્રેણિક પ્રશ્ન પૂછે ભગવન્! આપના શ્રમણ ગણમાં ઉત્તમમાં ઉત્તમ શ્રમણ કોણ ? ઉત્તરમાં પ્રભુએ ફરમાવ્યું કાકંદિ નગરીનો ધણી માતા ભદ્રાનો પુત્ર ધન્ના અણગાર ધન્ય છે. ઉત્કૃષ્ટ છે આ વર્ગના અધ્યયનો દીશા નિર્દેશ આંગળી ચિંધણું કરે છે. તું તારી શક્તિનું કેન્દ્રીકરણ કર. એક જગ્યા એકઠી કર તો અગમ્ય અકલધ્ય સિધ્ધિ મળશે... સાથો સાથ પ્રભુવીર ખુદ પોતે ધન્નાજીની પ્રશંસા કરી અવગુણમાં રાચતાં આત્માઓને સુકૃત અનુમોદનાનો અજોડ આદર્શ ઉઝ પુરો પાડે છે. જે - બ્રહ્મચર્યાની રીત-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy