SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. ચૂર્ણ દોષ :- ચૂર્ણના પ્રયોગથી ભિક્ષા લે તે. ૧૫. યોગ દોષ :- યોગના પ્રયોગથી ભિક્ષા લે તે. ૧૬. મૂલકર્મ પિંડ :- ભિક્ષા માટે ગર્ભનું સ્તંભન ગર્ભનું ધારણ - પ્રસવ રક્ષાબંધનાદિ -વશીકરણ વિ. પોતે કરે કરાવે તો “મૂળકર્મ પિંડ' નામે દોષ લાગે. એષણાના - ૧૦ દોષ સાધુ અને ગૃહસ્થથી ઉત્પન્ન થાય તે... ૧. શક્તિ દોષ : આધા કર્માદિક દોષની શંકા સહિત જે પિંડ ગ્રહણ કરવો તે શક્તિ દોષ. ૨. પ્રષિ દોષ : સચિત્ત કે અચિત્ત એવા મધુ આદિ નિંદનીય પદાર્થોના સંઘટ્ટાવાળો એટલે કે સચિત્ત થી ખરડાયેલી – પાણીથી હાથ ધુએ. આહાર આપ્યા પછી હાથ ધુએ. તે પ્રક્ષિત દોષ. ૩. નિક્ષિપ્ત દોષઃ છ કાયની - સચિત્તની મધ્યમાં સ્થાપન કરેલું જે અન્ન પાણી સચિત્ત ઉપર મૂકેલું હોય તે લેવું તે નિક્ષિપ્ત દોષ” દ્રષ્ટાંત - ચૂલા ઉપર મૂકેલું લેવું. ફ્રીજમાં મુકેલું લેવું તે. ડાઇનીંગ ટેબર પર કાચું પાણી ફળ વિ... પડ્યું હોય ને વહોરવું. ૪. પિહિત દોષ : સચિત્ત ફળાદિથી ઢંકાયેલું જે અન્નાદિ ગ્રહણ કરવું તે પિહિત દોષ. ૫. સંહતદોષ : સચિત્ત કે અચિત્ત દેવાના પાત્રમાં રહેલા પદાર્થને બીજા પાત્રમાં નાખીને તે વાસણથી સાધુને આપવું તે “સંત દોષ” એટલે કે વહોરાવવા માટે બીજું વાસણ - ચમચો વિ. બગાડીને આપવું. ૬. દાયક દોષ : ૪૦ પ્રકારના વ્યક્તિ પાસેથી ઉત્સર્ગ માર્ગે ન લે, બાળક, વૃધ્ધ, નપુંસક, ધુજનો, આંધળો, મદોન્મત્ત, હાથ પગ વિનાનો, બેડી વાળો, પાદુકા વાળો, ખાંસી વાળો, રાંધતી, દળતી, ખાંડતી, બાળકને ધવરાવતી, દારૂડીયો, ભૂત વળગાડ, ગર્ભવતી, વલોણું કરતી, કાંતતી, પિંજતી, સેકતી, વિ.વિ. છ કાયના વિરાધક વ્યક્તિ પાસેથી આહાર લેવો તે દાયક દોષ. ૭. ઉન્મિશ્ર દોષ દેવા લાયક વસ્તુને સચિત્ત અનાજ આદિકમાં મિશ્ર કરીને આપવું તે ઉમ્મિશ્ર દોષ. સચિત્ત અચિત્ત મિશ્ર ભેળસેળ કરીને આપવું તે. ૮. અપરિણત દોષ : અચિત્ત પણાને પામ્યા વિનાનું આપવું તે... કાચું પાકું આપવું તે અપરિણીત દોષ.. દ્રષ્ટાંત કાકડી વિ. ના કાચા શાક.. દ્રષ્ટિનો દિશાપલટો-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy