________________
૧૯) મૃગાપુત્રીય : ૯૯
સુગ્રીવ નગર - બલભદ્ર રાજા - મૃગાવતી રાણી - એનો પુત્ર જે મૃગાપુત્ર નામથી પ્રસિધ્ધ ભરયુવાનીમાં મુનિને જોઇ જાતિસ્મરણ પામી વૈરાગી બન્યો. માતા પિતા પાસે સંમતિ માંગે છે ત્યારે જે ચોંટદાર દલિલો સંવાદ થયા તે અહીં બતાવેલ છે. ૨૦) મહાનિર્રન્થીય અધ્યયન : ૬૦
આ અધ્યયનમાં શ્રેણિક મહારાજાને સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે અનાથી મુનિના દૃષ્ટાંત દ્વારા જણાવવામાં આવેલ છે. તથા કુશીલીયાના માર્ગને ત્યજીને મહાનિર્પ્રથના માર્ગે ચાલવાનો ઉપદેશ આપેલો છે.
૨૧) સમુદ્રપાલીય : ૨૪
આ અધ્યયનમાં સમુદ્રપાલનાં દૃષ્ટાંત વડે એકાંત ચર્ચાનું વર્ણન ક૨વામાં આવેલ છે. પાલિત નામનો શ્રાવક તેનો પુત્ર સમુદ્રમાં નાવની અંદ૨ જન્મ થવાથી સમુદ્રપાલ નામ રાખ્યું. યુવાન વયે રૂપિણી નામની કન્યા સાથે લગ્ન એક વખત વધ્ય સ્થાને લઇ જવાતા ચોરને જોઇ કર્મની ભયંકરતા વિચારતાં વૈરાગ્ય પામી દીક્ષા લીધી નિરતિચાર ચારિત્ર પાલન કરી સદ્ગતિ સાધી આ વાત અહીં છે.
૨૨) ૨થનેમીય અધ્યયન ૪૯
આ અધ્યયનમાં રથનેમિના દૃષ્ટાંત વડે ચારિત્રમાં ધૃતિ રાખવાનો ઉપદેશે આપ્યો છે. પહેલાં નેમનાથ ભગવાનનું ચરિત્ર છે. દીક્ષા કેવળજ્ઞાન રાજીમતિ તથા રથનેમિ આદિની દીક્ષાની વાત પછી એક વખત વરસાદમાં રાજીમતિ ભીંજાણા ગુફામાં ગયો ત્યાં કાઉસગ્ગ ધ્યાને રથનેમિ પણ રહ્યા હતા રાજીમતિ અનજાન હતી. ત્યાં રથનેમિને વિકાર થયો ત્યારે રાજીમતિ પખંદે જલિઅં જોઇં, ૨) ધિરત્યુ તેજસો કામી ૩) અહં ચ ભોગરાયસ્સ ૪) જઇ તં કાહિસી ભાવં ૫) તીસે સો વયણં સોચ્યા... આવા શ્લોક દ્વારા કડક હિતશીક્ષા આપે છે. રાજીમતીમાં સતિત્વની ઝાંખી દેખી રથનેમિ પ્રતિબોધ પામી સંયમમાં સ્થિર થઇ કેવળજ્ઞાન પામી મોક્ષમાં જાય છે. રાજીમતિ પણ મોક્ષમાં જાય છે. આ વાત અહીં વિસ્તારથી બતાવેલ છે. ૨૩) શ્રી કેશી ગૌતમીય : ૮૯
ભગવાન પાર્શ્વનાથના સાધુ કેશીકુમારે શ્રી ગોતમસ્વામીને વિનયથી પ્રશ્નો પૂછયા અને તે વખતે બંને મહાત્માઓ વચ્ચે થયેલ સંયમીઓને ઉપયોગી તાત્વિક વાર્તાલાપ અહીં આપેલ છે. વાર્તાલાપને અંતે કેશીકુમાર મુનિએ ગૌતમસ્વામી પાસે પાંચ
મહાવ્રતવાળો ધર્મ સ્વીકાર્યો.
૧૫૯
Jain Education International
મૈત્રીનો મૂલાધાર-આગમ
For Personal & Private Use Only
www.jainelibrary.org