________________
રાત્રિ ભોજન વિરમણ વ્રતની પ્રતિજ્ઞાના સૂત્રો છે. આત્મિક વિકાસ ક્રમ
છેલ્લે આત્માનો વિકાસ ક્રમ છે આ અધ્યયનમાં... ૧) જીવ/અજીવનું જ્ઞાન. ૨) ગતિઓનું જ્ઞાન. ૩) પુણ્ય પાપ બંધ મોક્ષ જાણે. ૪) ભોગથી નિવૃત્ત થાય. ૫) નિવૃત્ત થવા સંયોગનો ત્યાગ કરે. ૬) ત્યાગ કરવા પ્રવ્રજ્યાનું ગ્રહણ કરે. ૭) પ્રવ્રજ્યા આવે એટલે સંવરધર્મની આરાધના. ૮) સંવર પછી નિર્જરા ચાલુ કરે. ૯) પછી લપક શ્રેણિ માંડે. ૧૦) કેવળજ્ઞાન પ્રાપ્તિ. ૧૧) યોગ નિરોધ અવસ્થા. ૧૨) શૈલેશી કરણ. ૧૩) સર્વકર્મક્ષય. ૧૪) સિદ્ધશીલામાં શાશ્વતકાલીન સ્થિતિ.
ઘણું બધું છે આ અધ્યયનમાં ને એટલે જ આ અધ્યયન ભણાવીને / સમજાવીને વડીદીક્ષા અપાય છે. ૪ અધ્યયનના યોગોદ્વહન થાય પછી વડીદીક્ષા અપાય છે. પિંડેષણ અધ્યયન - ૫
અનાદિકાલની અભ્યસ્ત દશા આહાર ગ્રહણ કરવાની.. સંયમીય જીવનનો સ્વીકાર તો થયો પણ શરીરના ધર્મ તરીકે રહેલ આહાર ગ્રહણ કઇ રીતે કરવો તેની વિધિ, તેમાં લાગતા દોષો વગેરેનું જ્ઞાન જેમાંથી થાય તે છે પિંડેષણા અધ્યયન..
આહાર લીધા સિવાય ચાલે તેમ નથી તો નિર્દોષ આહાર કઈ રીતે શોધવો ને કઈ રીતે ગ્રહણ કરવો તેની વાત આ અધ્યયનમાં છે. ૪૨ પ્રકારના દોષો ગોચરી ગ્રહણ
કરવાના સંદર્ભમાં છે. અને પાંચ દોષો ગોચરી વાપરવાના કાળના સંદર્ભમાં
માર્ગની ઉપાસના-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org