SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચઉસરા પયન્ના શ્રી ઉપચ્ચક્ખાણ પયજ્ઞા શ્રી મહાપચ્ચખાણા પયન્ના શ્રી ભક્તપરિજ્ઞા પયન્ના શ્રી નંદુલવૈચારિક પયન્ના પૂ. ગણિશ્રી પૂર્ણચન્દ્ર વિજયજી ચરમતીર્થાધિપતિ પરમકૃપાલુ મહામહિમશાલી શ્રમણ ભગવાન મહાવીરની દિવ્ય કરુણાની પાવન વર્ષા આ જગતમાં સર્વત્ર થઇ રહી છે, અનેક ભવોની સાધનાના પરિપાક રૂપે એ કરુણાનો વિસ્ફોટ પ્રભુ મહાવીરના રૂપમાં નંદનૠષિના ભવમાં ૧૮૦૬૪૫ માસક્ષમણની વર્લ્ડ રેકાર્ડ સમાન વિશિષ્ટ તપશ્ચર્યા પૂર્વક વીસસ્થાનકની આરાધના સાથે પ્રગટ થયો.. પ્રભુ આજે સાક્ષાત્ વિદ્યમાન નથી, પણ તેમની મૂર્તિ અને તેમની વાણી સ્વરૂપ આગમનું આજે પણ સાક્ષાત્ અસ્તિત્વ છે. જેના પ્રભાવે પ્રભુનો દિવ્ય સંસ્પર્શ આજે પણ અનુભવાય છે. હિમાલય સમાન પ્રભુ મહાવીરમાંથી ખળખળ વહેલી શ્રુતગંગા આપણને પણ સંપ્રાપ્ત થઇ છે, તે આપણું પરમ સૌભાગ્ય છે. કેવળજ્ઞાન રૂપ વૃક્ષ પર આરોહણ કરીને પ્રભુએ જે વાણીરૂપી મનોહર પુણ્યોની વર્ષા કરી, તેને બીજબુધ્ધિ સમાન ગણધર ભગવંતોએ પોતાની બુધ્ધિના પટમાં ઝીલી લીધી, અને વિવિધ વચન ફૂલોના સંયોગથી બાર માળા બનાવી, જે દ્વાદશાંગી સ્વરૂપે પ્રસિદ્ધ પામી, જેનો અમુક ભાગ આજે કલિકાલમાં પણ આપણને ભાગ્યયોગે પ્રાપ્ત થયો છે. પૂજ્યપાદ સૂરિપુરંદ૨ ૧૪૪૪ ગ્રન્થના પ્રણેતા આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે. कत्थ अम्हारिसा पाणी दुसमादोस दूसिया । हा अणाहा कहं हुं तो, बजइ न हुंतो जिणागमो ॥ ૮૬ જે દુષમ કાળના દોષથી પ્રભાવિત એવા અમારા જેવા અનાથ પામર પ્રાણીઓની કેવી કફોડી હાલત થાત, જો અમને આ જિનાગમોને આધાર કષાયને અંત-આમમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy