SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ નેમનાથ ભગવંત પધાર્યા છે. કૃષ્ણ મહારાજ વંદન માટે આવે છે. તેમની દેશના સાંભળવા માટે કૃષ્ણના ભાઇ બળદેવનો પુત્ર નિષેધ તે પણ દેશના સાંભળી શ્રાવક જીવનનો સ્વીકાર કરે છે. નેમનાથના ગણધર વરદત્ત પ્રશ્ન પૂછે છે - નિષેધને શરીરની રૂપ કાંતિ સંપત્તિ શાથી મળી છે ? નેમનાથ ભગવાન પૂર્વભવનું વર્ણન કરે છે. પૂર્વભવનું વર્ણન ઠાઠ માઠ સાથે સિદ્ધાર્થ બહુશ્રુત આચાર્ય ભગવંત પાસે વંદન કરવા આવે છે. વૈરાગ્ય પામી દીક્ષા લે છે. ૧૧ અંગનો અભ્યાસ કરી ૪પ વર્ષ સંયમ વાળી કાલ કરી પાંચમાં બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી રેવતીની કુક્ષિમાં નિષેધ તરીકે જન્મ પામ્યો છે. દીક્ષા લેશે કે નહિ ? જવાબમાં ભગવાન કહે છે - આ દીક્ષા લેશે. ભગવાન નેમનાથ પાસે દીક્ષા લે છે. ૪૨ વર્ષના સંયમ પર્યાય પાળી કાલ કરે છે. ફરી વરદત્ત પ્રશ્ન કરે છે - આ નિષેધ કાલ કરી ક્યાં ગયા? ભગવાન - કહે સર્વાર્થસિદ્ધમાં ગયા. ત્યાં ૩૩ સાગરોપમનું આયુષ્ય છે ત્યાંથી અવી મહાવિદેહમાં ઉત્પન્ન થશે. ઉન્નત નગરમાં રાજકુમાર થશે. બોધ પામી – અણગાર થશે. કેવળજ્ઞાન પામી પરમપદ પ્રાપ્ત કરી આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરશે. દરેક પૂર્વભવમાં સંયમ સ્વીકારી દેવલોકમાં ઉત્પન્ન થઇ આવ્યા છે. મહાવિદેહમાં જન્મ - સંયમનું ગ્રહણ કરી મોક્ષમાં જશે. સુખ; ચારિત્ર ધર્મના પરિણામમાં જ છે. ત્યાગમાં જ છે. ભોગમાં નથી. gggs ખંતી થનનામામ અંતરની ફૂરણા-આગમ જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy