SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન - તો આગળનો ભવ કયો ? અહીંથી ચ્યવીને મહાવિદેહમાં ક્ષેત્રમાં સંયમની સાધના કરી સિદ્ધિપદને પામશે. ૨) સૂર્ય - વંદન કરવા આવે છે. નાટક કરે.. બંનેનું જીવન લગભગ સરખું છે. વારાણસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ ચાર વેદમાં પ્રવીણ છે. પાર્શ્વનાથ પાસે પ્રતિબોધિત પામી શ્રાવક ધર્મ અંગીકાર કરે છે. ભગવાન આદિ ત્યાંથી વિચારી ગયા. “૬૭ બોલની સજ્જયમાં” કહ્યું છે કે મિથ્યાત્વીનો પરિચય ન કરવો. શ્રાવકને પરમાત્માનો પરિચય ન રહ્યો. એટલે સમ્યક્ત ઓળંગી મિથ્યાત્વ આવ્યું એક રાત્રે સુતો છે. વિચાર આવે છે આ ભવમાં મારી આટલી સંપત્તિ ! આટલો બધો અભ્યાસ આવતા ભવ માટે મારે કંઇક કરવું જોઇએ ? પછી સવારે નગરની બહાર જાય છે. ત્યાં તાપસ દિક્ષાનો સ્વીકાર કરે છે. છઠ્ઠના પારણે છઠ્ઠ કરે. સૂર્ય સામે આ તાપના લે. દિસિવાલ ચક્ર નામનો તપ કરે છે. છટ્ટ પૂરો થાય - પારણાનો સમય પૂરો થાય. એક દિશામાં જાય ત્યાં જલનો છટકાવ કરે. બીજા દિવસે બીજી દિશામાં... વળી તૃણ આદિનો જીવઘાતક આરંભ સમારંભ કરે. વચમાં ખાઇ આવે તો ખાઇમાં પડી જવું. પણ શરીરને બચાવવું નહિ. આવા ઉગ્ર અભિગ્રહો કરી મિથ્યા તપો કરે છે. ચાર ચાર વાર તો દેવ આવી તેને પ્રતિબોધ કેર છે. છેવટે શ્રાવક જીવનની છેવટે દિક્ષા સ્વીકારે છે. વિવિધ તપ કરે છે. શુક્રદેવમાં જાય છે. આવતા ભવમાં મહાવિદેહમાં જન્મ લેશે. ત્યાં સંયમનું ગ્રહણ કરશે. મોક્ષની પ્રાપ્તિ કરશે. ૪) ચોથું અધ્યયન - બહુપુત્રિકાને સંતાન નથી. ઉપાશ્રયમાં બાળકને નવડાવે, ગીત ગાય, નાચ કરે હિંચકા નાખે, વસ્ત્ર પહેરાવે, બાળક મેળવવાની વાસના પ્રદીપ્ત થાય તેવી પ્રવૃતિ કરે છે. ગુરૂ મહારાજ કહે છતાં નથી સમજતી. કાલ કરી બહુપુત્રિકો દેવી તરીકે ઉત્પન્ન થાય છે. ત્યાંથી એવી બ્રાહ્મણકુલમાં સ્ત્રી રૂપે જન્મ થાય છે. ૧૬ વર્ષ સુધી ૧૬ જોડકાનો જન્મ થાય છે. તેનાથી ત્રાસી છેવટે સંયમ લે છે. વૈરાગ્ય પામે છે. છેવટે મહાવિદેહમાં જશે - ત્યાં સંયમનું ગ્રહણ કરી મોક્ષમાં જશે. આપણે આ કથાઓ દ્વારા પણ છેવટે આત્મા સાથે જોડાઇ દોષોનો ત્યાગ કરવાનો છે. તેનું જ નામ ધર્મકથાનુયોગ છે. કથા સાંભળી દોષોનો દૂર કરવા અને ગુણની પ્રાપ્તિ કરવી. તે જ આપણું લક્ષ્ય હોવું ઘટે. ગુરુની પ્રેરણા-આરામ ક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy