________________
ઉદ્વર્તન અને અપવર્તનાકરણ
પ્ર. ૮ ઉદ્વર્તના યોગ્ય કુલ ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય ? ઉ. બંધાવલિકા, ઉત્કૃષ્ટ અબાધા અને આવલિકાના અસંખ્યાતમાં ભાગ સહિત આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો
છોડી શેષ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદ્વર્તનાને યોગ્ય હોય છે. પ્ર. ૯ ઉત્કૃષ્ટથી અપવર્ણનાને અયોગ્ય તેમજ યોગ્ય કેટલી સ્થિતિઓ હોય ? ઉ. બંધાવલિકા અને ઉદયાવલિકા એમ બે આવલિકા પ્રમાણ સ્થિતિઓ અયોગ્ય અને બે આવલિકા ન્યૂન
સત્તાગત બધી સ્થિતિઓ અપવર્ણનાને યોગ્ય હોય છે. પ્ર. ૧૦ ઉદ્વર્તના તથા અપવર્તનામાં જે સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે, તે સ્થિતિસ્થાનોની ઉદ્ધના કે
અપવર્નના થાય કે નહીં ? જે સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે તે બધા સ્થિતિસ્થાનોની ઉવર્ણના તેમજ અપવર્ણના થાય છે. પરંતુ ઉદ્ધનામાં આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે સ્થિતિસ્થાનો જઘન્ય નિક્ષેપરૂપ છે, તે સ્થિતિસ્થાનોમાંથી કોઇપણ સ્થિતિસ્થાનની ઉદ્ધના થતી નથી અને અપવર્તનામાં જે ઉદયાવલિકાગત
સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે તે સ્થિતિસ્થાનોની અપવર્ણના થતી નથી. પ્ર. ૧૧ નિર્વાઘાત અપવર્નના તેમજ બન્ને પ્રકારની ઉદવર્નનાથી કોઇપણ કર્મની સ્થિતિ એકંદરે ઘટતી કે વધતી
નથી. તો આ બે કરણોથી જીવને શું લાભ કે નુકશાન થાય ? ઉદ્વર્તના બંધ હોય ત્યારે જ થાય છે, પણ બંધના અભાવમાં થતી નથી. તેથી વિવક્ષિત પ્રકૃતિનો બંધ ન હોય ત્યારે કેવલ અપવર્નના થાય અને તેથી ઉપર - ઉપરના સ્થિતિસ્થાનોમાં ઘણાં - ઘણાં રસવાળા જે દલિકો હતા તેમાંના ઘણાં - ઘણાં દલિકો નીચેના સ્થિતિસ્થાનોમાં આવે ત્યારે તે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની સમાન ઓછા રસવાળા થઇ જાય છે. તેથી ઉદ્વર્તનાના અભાવે કેવલ અપવર્ણના થાય ત્યારે સત્તામાંથી ઘણો અનુભાગ ભોગવ્યા વિના જ ઓછો થતો હોવાથી ઉદય વખતે બહુજ ઓછો રસ ઉદયમાં આવે એ મોટો લાભ થાય છે, પરંતુ તે પ્રકૃતિની ઉદ્ધના પણ ચાલુ હોય તો તે લાભ ન થાય. તેમજ જે જે દૃલિકોની ઉદ્વર્તના થાય તે તે દલિકોમાં બધ્યમાન દલિકોની સમાન અધિક રસ થઇ જાય છે. તેથી એકંદરે સત્તામાં પ્રથમ કરતાં રસ વધી જાય છે તેથી નુકશાન પણ થાય છે.
કેવળ અપવર્તન થાય, અથવા તો અપવર્નના અધિક પ્રમાણમાં અને ઉદ્દ્વના ઓછા પ્રમાણમાં થાય ત્યારે એકંદર સત્તામાં રસ ઘટે છે. અને અપવર્નના ઓછા પ્રમાણમાં તથા ઉદ્વર્તના અધિક પ્રમાણમાં થતી હોય ત્યારે એકંદર સત્તામાં રસ વધે છે અને બન્ને સમ પ્રમાણમાં હોય ત્યારે અમુક દલિકોની સ્થિતિ અને રસ વધવા કે ઘટવા છતાં એકંદરે સત્તામાં તેટલો જ રહે છે. તેથી કોઇ લાભ કે અલાભ
થતો નથી. પ્ર. ૧૨ ઉપર જણાવ્યા મુજબ અપવર્નના અને ઉના બન્ને સમાન પ્રમાણમાં હોય ત્યારે કોઇ પ્રકારનો લાભ
કે અલાભ થતો નથી તો તેવા પ્રકારની અપવર્નના કે ઉદ્વર્તના શા માટે કરે છે ? ઉ. લાભ કે નુકશાન ન હોવા છતાં અમુક પ્રકારના વીર્ય વિશેષથી જીવ તથાસ્વભાવે જ અપવર્નના તેમજ
ઉદ્વર્તન કરે છે. પ્ર. ૧૩
વ્યાઘાત ઉદ્વર્તનામાં પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી કેટલો નવો અધિક બંધ થાય ત્યારે પૂર્વસત્તાગત ચરમ સ્થિતિસ્થાનોની ઉદ્વર્તન થાય ? પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી જ્યારે ઓછામાં ઓછો બરાબર આવલિકાના બે અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અધિક સ્થિતિબંધ થાય ત્યારે પૂર્વના સત્તાગત આવલિકા અને આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ચરમ સ્થિતિસ્થાનોની પણ ઉવર્ણના થાય છે પરંતુ તેનાથી એક સમય ન્યૂન સ્થિતિબંધ થાય ત્યાં સુધી થતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org