SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્વર્તન અને અપવર્તનાકરણ (- અથ રજી અનુભાગ ઉદ્વર્તના:-) चरमं गोबट्टिज्जइ, जावाणंताणि फड्डगाणि तओ । उस्सक्किय उक्कड्ढइ, एवं ओवट्टणाईओ ।। ७ ।। चरमं नोद्वर्त्यत, यावदनन्तानि सर्घकानि ततः । अवष्टक्योद्वर्त्तयत्येवमपवर्तनादयः ।। ७ ।। (अधोऽवतीर्य उद्वर्त्तयत्ये) ગાથાર્થ :- અન્યથી પ્રારંભીને વાવતુ અનંત સ્પર્ધકોની ઉવર્ણના થતી નથી, પરંતુ તેથી નીચે ઉતરીને જે સ્પર્ધકો પ્રાપ્ત થાય છે. તે સ્પર્ધકોની ઉદ્વર્તન થાય છે. એ પ્રમાણે અપનાદિમાં પણ જાણવું. ટીકાર્થ :- પ્રમાણે સ્થિતિની અપવર્નના કહીં, હવે અનુભાગ વિષયમાં ઉદ્વર્તના - અપવર્નના કહે છે. ત્યાં પ્રથમ અનુભાગ ઉદ્વર્તના કહે છે. અન્ય સ્પર્ધકની ઉદ્વર્તન ન થાય, ઉપન્ય સ્પર્ધકની પણ નહીં, તે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અન્ય સ્પર્ધકથી નીચે અનંત સ્પર્ધકો ન ઉદ્વર્તે, સર્વ સ્થિતિઓથી ઉપરનો આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જે જઘન્ય નિક્ષેપ અને તેથી આવલિકા માત્ર અતીત્થાપના એ સ્થિતિસ્થાનમાં રહેલ સર્વ પણ અનંત સ્પર્ધકોની ઉદ્વર્તના થતી નથી. એ પ્રમાણે રહસ્ય છે. પરંતુ તેથી નીચે ઉતરીને સમય માત્ર સ્થિતિસ્થાનમાં રહેલા જે અનુભાગ સ્પર્ધકો તે સર્વની ઉદૂવર્ણના થાય છે. અને તે સ્પર્ધકોને ઉદ્વર્તીને આવલિકા (અતીત્થાપનાવલિકા) ગત અનન્ત સ્પર્ધકોને ઉલ્લંઘીને ઉપર આવલિકાના અસંખ્યભાગ પ્રમાણ સ્થિતિગત સ્પર્ધકોમાં નાંખે છે. તેથી પણ નીચે ઉતરતાં જ્યારે બીજા સમયમાત્ર સ્થિતિસ્થાનમાં રહેલ સ્પર્ધકોને ઉદ્વર્તન કરે છે. ત્યારે આવલિકા (અતીત્થાપનાવલિકા) ગત સ્પર્ધકોને ઉલ્લંઘીને ઉપરના સમયાધિક આવલિકા સંબંધી અસંખ્યાતમાં ભાગ માત્રમાં રહેલ સ્પર્ધકમાં નાંખે છે. એ પ્રમાણે જેમ જેમ નીચે ઉતરીએ તેમ તેમ નિક્ષેપ વધતો જાય છે. અને અતીત્થાપના તો સર્વ ઠેકાણે આવલિકાગત સ્પર્ધકો પ્રમાણ કાયમ રહે છે. વળી ઉત્કૃષ્ટ નિક્ષેપ વિષય કેટલો છે ? તો કહે છે. - (બંધાવલિકા વ્યતીત થયે) સમયાધિક અતીત્થાપનાવલિકા અને અબાધામાં રહેલ સ્પર્ધકો મૂકીને બાકીના સર્વ સ્પર્ધકો છે. તે આ પ્રમાણે કહે છે. અબાધામાં રહેલા સ્પર્ધકોની ઉદ્વર્તન કરે નહીં, અને ઉદ્વર્તના કરાતા સમયમાત્ર સ્થિતિસ્થાનમાં રહેલા સ્પર્ધકોને ત્યાં ન જ નાંખે, અને આવલિકામાં રહેલ સ્પર્ધકો તો અતીત્થાપનાપણે છે, તેથી તે સિવાયના સર્વ સ્પર્ધકો ઉત્કૃષ્ટ નિક્ષેપ વિષય છે. અનુભાગ ઉદ્વર્તનામાં અલ્પબદુત્વ :- કહે છે. (૧) જઘન્ય નિક્ષેપ સર્વથી અલ્પ છે. કારણ કે તે આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં રહેલ સ્પર્ધક પ્રમાણ છે. (૨) તેનાથી અતીત્થાપના અનંતગુણ છે, કારણ કે નિક્ષેપ વિષય સ્પર્ધકોથી આવલિકામાત્ર સ્થિતિમાં રહેલ સ્પર્ધકોનું અનંતગુણપણું છે. . (૩) તેથી ઉત્કૃષ્ટ નિક્ષેપ અનંતગુણ છે. કારણ કે સમયાધિક બે આવલિકા =(બંધાવલિકા અને અતીત્થાપનાવલિકા) અને અબાધા સિવાયના શેષ સ્પર્ધકો અનંતગુણ છે. (૪) તેથી ‘સર્વ અનુભાગ (સ્પર્ધક) વિશેષાધિક છે. તે પ્રમાણે અનુભાગ ઉદ્વર્તના કહીં. ઇતિ અનુભાગ ઉદ્વર્તના સમાપ્ત ૧૮ કારણ કે તે સમયાધિક અતીત્થાપનાવલિકાગત સ્પર્ધકો સહિત હોવાથી તે અબાધા તથા બંધાવલિકામત સ્પર્ધક સહિત કેમ નહીં ? એના ઉત્તરમાં જાણવાનું એ છે કે એક સમય સ્થિતિક બે સમયસ્થિતિક યાવતુ બંધાવલિકા સ્થિતિક અને એથી પણ અધિક અબાધા સ્થિતિ જે ટલી સ્થિતિવાળું દલિક અબાધાન્તર્ગત છે. તો તત્ સ્થિતિ સંબંધી દલિકોના અનુભાગ સ્પર્ધકોની ઉદ્વર્તના વજ્ય કહીં છે. એ પ્રમાણે વ્યાઘાતમાં પણ સમજવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy