________________
૩૧૬
કર્મપ્રકૃતિ ભાગ - ૨ પ્ર. ૧૮ એક સ્થિતિઘાત તથા એક સ્થિતિબંધનો કાળ કેટલો? ઉ. સ્થિતિઘાત તથા સ્થિતિબંધનો કાળ સમાન અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પરંતુ તે અંતર્મુહૂર્ત આવલિકાના ઘણાં નાના
સંખ્યાતમા ભાગ જેટલું જ સમજવું. કારણ કે અંતર્મુહૂર્ત પ્રમાણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં સેંકડો વાર
ઘણાં હજારો સ્થિતિઘાતો અને સ્થિતિબંધો થાય છે. પ્ર. ૧૯ આવલિકાના સંખ્યાતમા ભાગ પ્રમાણ અંતર્મુહૂર્ત કાળમાં જે એક સ્થિતિઘાત થાય છે તેનું પ્રમાણ કેટલું? ઉ. ઉત્કૃષ્ટથી ઘણાં સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિઓ અંતર્મુહુર્તમાં
નષ્ટ થાય છે. તેમાં દરેક સમયે થોડી થોડી સ્થિતિનો ઘાત થતો નથી. પરંતુ ઉપરોક્ત પ્રમાણવાળા સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોમાંથી દરેક સમયે થોડા થોડા દલિકોનો નાશ કરતાં અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં તે સંપૂર્ણ દલિકોને નાશ કરી અર્થાત્ અન્યત્ર-સ્વ અથવા પરમાં ગોઠવી એકી સાથે તેટલી સ્થિતિનો ઘાત કરે છે.
જોકે કેટલાક સ્થળે ટીકામાં જઘન્યથી એક સ્થિતિસ્થાનનું પ્રમાણ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલું બતાવેલ છે. પરંતુ તે અશુદ્ધ હોય તેમ લાગે છે. કારણ કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ એક-એક સ્થિતિઘાત કરે તો અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં એક –એકમાં અસંખ્યાતા સ્થિતિઘાતો કરવા પડે, પરંતુ અસંખ્યાત સ્થિતિઘાતો કરવાનું ક્યાંય બતાવેલ નથી. વળી અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલી સ્થિતિસત્તા હોય છે તેના કરતાં તે જ અપૂર્વકરણના ચરમ સમયે સંખ્યાતગુણહીન સ્થિતિસત્તા બતાવવામાં આવેલ છે તે પણ ઘટી શકે નહીં. કેમ કે અસંખ્યાતા સ્થિતિઘાતો કરે ત્યારે એક પલ્યોપમ જેટલી સ્થિતિ ઘટે તો હજારો સ્થિતિઘાત કરવાથી સંખ્યાતગુણહીન સ્થિતિ કેમ થાય? તેમજ આ ગ્રંથમાં ઉપશમનાકરણ મૂળ ગાથા ૧૪ તથા તેની બન્ને ટીકામાં અને ચૂર્ણમાં તેમજ પંચસંગ્રહમાં પણ ઉપશમનાકરણ ગાથા ૧૨ની ટીકામાં અપૂર્વકરણમાં હજારો સ્થિતિઘાતો થાય એમ બતાવેલ છે. પરંતુ અસંખ્યાતા સ્થિતિઘાતો થાય એમ કયાંય બતાવેલ નથી.
સ્થિતિઘાતની જેમ પૂર્વ-પૂર્વની સ્થિતિબંધ પૂર્ણ થયે છતે નવો નવો સ્થિતિબંધ પર પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ ઓછો ઓછો થાય છે અને સ્થિતિબંધો પણ ઘણી વખત ઘણાં હજારો થાય છે કારણ કે બન્નેનો
કાળ સમાન છે. અને યુક્તિ પણ તેજ છે... પ્ર. ૨૦ એક સ્થિતિઘાતમાં જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિનો જ ઘાત કરે કે તેથી ઓછો પણ કરે? ઉ. અપુર્વકરણમાં એક એક સ્થિતિઘાત પલ્યોપમના સંખ્યામાં ભાગથી ઓછો ન જ કરે,પરંતુ અનિવૃત્તિકરણના
કાળના ઘણાં સંખ્યાતા ભાગ ગયા પછી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને મિશ્રનો ક્ષય કર્યા પછી સમ્યકત્વમોહનીયના અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિઘાતો કરે છે. એમ નવમાં ગુણસ્થાનકના કાળના ઘણાં
સંખ્યાતા ભાગ ગયા પછી પણ યથાસંભવ નાના મોટા સ્થિતિઘાતો કરે છે.' પ્ર. ૨૧ સત્તાગત શુભાશુભ બધી પ્રવૃતિઓનો સ્થિતિઘાત થાય કે માત્ર અશુભનો જ થાય? ઉ. આયુષ્ય સિવાય સર્વ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિ સંકિલષ્ટ પરિણામથી થાય છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધની
જેમ ચાર આયુષ્ય વિના શુભાશુભ બધી પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અશુભ ગણાય છે. માટે શુભાશુભ બધી
પ્રકૃતિઓનો સ્થિતિઘાત થાય, પરંતુ કેવળ અશુભનો જ નહીં. પ્ર. ૨૨ સત્તાગત શુભાશુભ બધી પ્રવૃતિઓનો રસથાત થાય કે માત્ર અશુભનો જ થાય?
શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ અતિવિશુદ્ધ પરિણામે બંધાય છે. માટે બંધની જેમ શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ પણ શુભ હોય છે. તેથી શુભપ્રકૃતિઓના રસનો ઘાત કરતો નથી. પરંતુ સત્તાગત કેવળ અશુભપ્રકૃતિઓના રસનો જ ઘાત કરે છે. અર્થાતુ આયુષ્ય વિના સત્તાગત સર્વ અશુભપ્રકૃતિઓના સ્થિતિઘાત અને રસઘાત એમ બન્ને થાય છે. અને સત્તાગત શુભપ્રકૃતિઓનો માત્ર સ્થિતિઘાત જ થાય છે. પણ રસઘાત થતો નથી.
ઉ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org