________________
ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી
૩૧૫
પ્ર. ૧૦ ઉપશમનાકરણથી ઉપશાંત થયેલ દલિકો કેટલો કાળ ઉપશાંત રહે? ઉ. બન્ને પ્રકારની ઉપશમનાથી ઉપશાંત થયેલ દલિકો અંતર્મુહૂર્ત કાળ સુધી જ ઉપશાંત રહે છે. અર્થાતુ અંતર્મુહૂર્ત
પછી પુનઃ તે દલિકો અનુપશાંત એટલે બધાં કરણો લાગે તેવાં થઈ જાય છે. પ્ર. ૧૧ દેશોપશમના કરણપૂર્વક જ થાય કે કરણ વિના પણ થાય ? ઉ. દેશોપશમના યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણરૂપ બે કરણોથી થાય અથવા આ બે કરણો કર્યા વિના પણ થાય છે. પ્ર. ૧૨ મોહનીયકર્મની કઇ પ્રકૃતિઓની સર્વોપશમનાથી કયા ગુણો પ્રગટ થાય છે? ઉ. દર્શનમોહનીયની સર્વોપશમનાથી ઉપશમ સમ્યકત્વ અને ચારિત્રમોહનીયની પ્રવૃતિઓની સર્વોપશમનાથી
ઔપથમિક યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રગટ થાય છે. પ્ર. ૧૩ મોહનીયકર્મની સર્વોપશમનાથી ઉપરના પ્રશ્નોત્તરમાં બતાવેલ બે ગુણો જ થાય છે, તો દેશવિરતિ, સર્વવિરતિ
અનંતાનુબંધિની વિસંયોજના અને દર્શનત્રિકની ક્ષપણા આ ચાર અધિકારો સર્વોપશમનાના અધિકારમાં કેમ બતાવ્યા ? ચારિત્રમોહનીયની સર્વોપશમના કરતાં પહેલાં સર્વવિરતિનો લાભ અને આ આચાર્ય મહારાજ વિગેરેના મતે અનંતાનુબંધિની વિસંયોજના અવશ્ય થાય છે. તેમ જ કેટલાક આત્માઓ દેશવિરતિ પામે છે અને કેટલાક દર્શનત્રિકની ક્ષપણા પણ કરે છે તેથી સર્વોપશમનાના અધિકારમાં આ ચાર અધિકારો બતાવેલ હોય તેમ લાગે છે. અથવા મોહનીયકર્મની સર્વોપશમના બતાવતાં દેશવિરતિ અને સર્વવિરતિ ક્રમશઃ અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય કષાયના ક્ષયોપશમથી અને ક્ષાયિક સમ્યકત્વ દર્શનસપ્તકના ક્ષયથી પ્રાપ્ત થાય છે. માટે આ ચાર
અધિકારો બતાવેલ હોય તેમ લાગે છે. પ્ર. ૧૪ દર્શનમોહનીયની સર્વોપશમના કોણ કરે? ઉ. પ્રથમ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરનાર અનાદિ મિથ્યાદૃષ્ટિ, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, સંજ્ઞિ પંચેન્દ્રિય અથવા
ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થનાર ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીના અને મતાન્તરે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકવાળા
ક્ષયોપશમ સમ્યકત્વી મનુષ્યો દર્શનમોહનીયની સર્વોપશમના કરે છે. પ્ર. ૧૫ અભવ્ય તેમજ સમ્યકત્વ પામનાર ભવ્યજીવનું યથાપ્રવૃત્તકરણ સમાન હોય કે તરતમતાવાળું હોય? ઉ. અભવ્ય જીવને યથાપ્રવૃત્તકરણના અંતે જે વિશુદ્ધિ હોય છે તેના કરતાં અનંતગુણ વિશુદ્ધિ સમ્યકત્વ પ્રાપ્ત કરનાર
ભવ્ય જીવને યથાપ્રવૃત્તકરણથી અંતર્મુહૂર્ત પહેલાં હોય છે. અને તે પણ ઉત્તરોત્તર દરેક સમયે અનંતગુણ અધિક હોય છે. તેથી જ અભવ્ય જીવના યથાપ્રવૃત્તકરણથી સમ્યક્ત પામનાર ભવ્યજીવનું યથાપ્રવૃત્તકરણ ઘણાં જુદા
પ્રકારનું હોય છે. કારણ કે બન્નેની વિશુદ્ધિમાં ઘણીજ મોટી (અનંતગુણ પ્રમાણ) તરતમતા હોય છે. પ્ર. ૧૬ કઈ લેશ્યાઓમાં વર્તતાં જીવો સમ્યકત્વ પામે? ઉ. મનુષ્યો અને તિર્યંચો તેનો વિગેરે ત્રણ શુભ લેગ્યામાં અને દેવોને તથા નારકોને દ્રવ્ય લેશ્યા અવસ્થિત હોવાથી
તેઓ પોતપોતાને જે લેગ્યા હોય તે દ્રવ્ય લેગ્યામાં વર્તતાં અને ભાવથી તેજો વિગેરે ત્રણ શુભ લેગ્યામાં વર્તતાં સમ્યકત્વ પામે છે. કારણ કે દેવો તથા નારકોને દ્રવ્ય લેશ્યા અવસ્થિત હોવા છતાં છએ ભાવ લેશ્યા પરાવર્તન
થાય છે. પ્ર. ૧૭ ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરતાં અપૂર્વકરણના પ્રથમ સમયથી સ્થિતિઘાતાદિ પાંચ પદાર્થોમાંથી કેટલાં પદાર્થો
પ્રવર્તે ? ઉ. મિથ્યાદૃષ્ટિ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે ત્યારે અપૂર્વકરણના પ્રથમ સમયથી આયુષ્ય વિના સાતે કર્મમાં ગુણસંક્રમ
વિના સ્થિતિઘાતાદિ ચાર પદાર્થો પ્રવર્તે છે. અને ક્ષયોપશમ સમ્યકત્વી ઉપશમ સમ્યકત્વ પામે ત્યારે સાતે કર્મમાં સ્થિતિઘાતાદિ ચાર અને મિથ્યાત્વ તથા મિશ્રમાં ગુણસંક્રમ સહિત પાંચે પદાર્થો પ્રવર્તે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org