________________
૩૧૪
કર્મપ્રકૃતિ ભાગ - ૨
(-: ઉપશમનાકરણ પ્રસ્નોત્તરી :-) પ્ર. ૧ ઉપશમનાના મુખ્ય પ્રકાર કેટલા ? અને કયા કયા છે ? ઉ. કરણ કૃત અને અકરણકૃત એમ ઉપશમનાના મુખ્ય બે પ્રકાર છે. પ્ર. ૨ અકરણકત ઉપશમના એટલે શું ? અને તે આ ગ્રંથમાં કેમ બતાવવામાં આવેલ નથી ?
યથાપ્રવત્તાદિ કરણો કર્યા વિના નદી-પાષાણ ઘોળગોળના ન્યાય પ્રમાણે વેદનાદિ દ્વારા જે ઉપશમના થાય છે તે અકરણકૃત ઉપશમના કહેવાય છે. અને આ અકરણકૃત ઉપશમનાના સ્વરૂપનું જ્ઞાન કર્મપ્રકૃતિકાર તથા પંચસંગ્રહકાર મહર્ષિઓને ન હોવાથી અથવા તો તે કાળમાં કોઇપણ આચાર્ય ભગવંતોને ન હોવાથી બતાવવામાં
આવેલ નથી. પ્ર.૩ કરણકૃત ઉપશમનાના મુખ્ય પ્રકાર કેટલાં? અને ક્યા ? અને તે કયા ક્યા કર્મોની થાય છે ? ઉ. કરણકૃત ઉપશમનાના સર્વોપશમના અને દેશોપશમના એમ મુખ્ય બે પ્રકાર છે. તેમ જ સર્વોપશમના માત્ર
મોહનીય- કર્મની જ થાય છે. અને દેશોપશમના આઠ કર્મોની થાય છે. પ્ર. ૪ સર્વોપશમના એટલે શું? ઉ. ઉદય, ઉદીરણા, નિદ્ધત્તિ અને નિકાચના જેમાં ન થાય, તેમ જ દર્શનત્રિક સિવાય ઉપશાંત થયેલ મોહનીયકર્મની
પ્રકૃતિઓમાં સંક્રમણ, ઉદ્વર્તન અને અપવર્તના પણ ન થાય એવી અવસ્થામાં સત્તાગત કર્મને મૂકવા તે સર્વોપશમના
કહેવાય છે. પ્ર. ૫ ઉપશમના સર્વ પ્રકૃતિઓમાં અને તેના સર્વ દલિકોમાં જ થાય કે અમુક પ્રકૃતિઓના અમુક દલિકોમાં જ થાય ? ઉ. સર્વોપશમના મોહનીયકર્મની ૨૮ પ્રકૃતિઓમાં જ થાય અને તે ૨૮ પ્રકૃતિઓના સત્તાગત સર્વ દલિકોની થાય
છે. માટે જ આ સર્વોપશમનાથી તે તે પ્રકૃતિઓએ દબાવેલ ગુણો પ્રગટ થાય છે માટે તે સર્વોપશમનાને ગુણોપશમના અથવા પ્રશસ્તોપશમના પણ કહેવામાં આવે છે. અને દેશોપશમના આઠે કર્મની સત્તાગત સર્વ પ્રકૃતિઓના અમુક અમુક દલિકમાંજ થાય છે. માટે દેશોપશમનાથી તે તે પ્રકૃતિઓએ દબાવેલ ગુણો અથવા આત્માનું શુદ્ધ સ્વરૂપ
પ્રાપ્ત થતું નથી. તેથી દેશોપશમનાને અગુણોપશમના અથવા અપ્રશસ્તોપશમના પણ કહેવામાં આવે છે. પ્ર. ૬ આ બે પ્રકારની ઉપશમનામાંથી અભવ્ય જીવોની કઇ ઉપશમના હોય ? ૧. સર્વોપશમના અનિવૃત્તિકરણરૂપ ત્રીજા કરણથી જ થાય છે અને અભિવ્ય જીવોને અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ
થતાં નથી માટે તેઓને સર્વોપશમના થતી નથી પરંતુ સત્તાગત સર્વ પ્રકૃતિઓમાં દેશોપશમના જ થાય છે. પ્ર. ૭ જે વખતે જે કર્મોની દેશોપશમના પ્રવર્તે , તે વખતે તે કર્મપ્રકૃતિઓની સર્વોપશમના પ્રવર્તી કે નહીં? ઉ. દેશોપશમના અપૂર્વકરણ ગુણસ્થાનકના અથવા દર્શનસપ્તકની અપેક્ષાએ પોતપોતાના અપૂર્વકરણના ચરમ સમય
સુધી જ પ્રવર્તે છે. અને સર્વોપશમના અનિવૃત્તિકરણમાં અથવા અનિવૃત્તિકરણ કર્યા પછી જ થાય છે. માટે દેશોપશમના હોય ત્યારે સર્વોપશમના ન જ હોય અને સર્વોપશમના હોય ત્યારે તે પ્રકૃતિઓની દેશોપશમના ન
જ હોય. પ્ર. ૮ સર્વોપશમના કોણ અને ક્યારે કરે ? ઉ. ઉપશમ, ઉપદેશશ્રવણ અને સર્વોપશમનાને યોગ્ય યોગ આ ત્રણ લબ્ધિથી યુક્ત સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સંજ્ઞિ
પંચેન્દ્રિય જીવો અંતર્મુહૂર્તકાળ સુધી જ સર્વોપશમના કરે છે. પ્ર.૯ દેશોપશમના કોણ અને ક્યારે કરે ? ઉ. બધ્યમાન પ્રવૃતિઓની બંધાવલિકા વ્યતીત થયા બાદ સત્તાગત સર્વ પ્રકૃતિઓની અપૂર્વકરણ ગુણસ્થાનકના અથવા
પોતાના અપૂર્વકરણના ચરમ સમય સુધીના એકેન્દ્રિયાદિ સર્વ જીવો અનાદિ કાળથી દેશોપશમના કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org