________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૩૧૩
તેમજ તીર્થંકર નામકર્મના જે જીવો જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે તે જ જઘન્ય પ્રદેશ દેશોપશમનાના સ્વામી છે. પર્યાપ્ત અસંજ્ઞિપંચેન્દ્રિય તિર્યંચો સ્વપ્રાયોગ્ય જઘન્ય યોગે વર્તમાન અને નાનામાં નાના જેટલા અંતર્મુહૂર્તમાં આયુષ્ય બાંધી શકાય તેટલાં અંતર્મુહૂર્ત કાળમાં દસ હજાર વર્ષ પ્રમાણ દેવ તથા નરકાયુષ્ય બાંધી તેની બંધાવલિકા વ્યતીત થયા બાદ પ્રથમ સમયે આ બન્ને આયુષ્યની જઘન્ય દેશોપશમનાના સ્વામી હોય છે. શેષ શુભ અને અશુભ સઘળી પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશ દશોપશમનાના સ્વામી અભવ્ય પ્રાયોગ્ય જઘન્યસ્થિતિમાં વર્તમાન એકેન્દ્રિય જીવો જ હોય છે. આ પ્રમાણે ઉપશમનાકરણનું સ્વરૂપ બતાવી હવે નિદ્ધત્તિ અને નિકાચનાકરણનું સ્વરૂપ બતાવે છે.
ઉપશમનાકરણ સારસંગ્રહ સમાપ્ત - અથ નિદ્ધત્તિ-નિકાચનાકરણ સારસંગ્રહ :-) જેમ દેશોપશમના પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશની થાય છે, તેમજ મૂળ પ્રકૃતિઓની જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારે અને ઉત્તરપ્રકૃતિઓની મતિજ્ઞાનાવરણીય વિગેરે એકસો અઠ્ઠાવન પ્રકારે થાય છે. તેમ નિદ્ધતિ અને નિકાચના પણ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશની થાય છે. અને તે પણ જ્ઞાનાવરણીય વિગેરે મૂળ આઠ કર્મની અને મતિજ્ઞાનાવરણીય વગેરે એકસો અઠ્ઠાવન ઉત્તરપ્રકૃતિઓની થાય છે.
તેમજ દેશોપશમના જેમ અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી જ થાય છે, તેમ આ બે કરણો પણ આઠમા ગુણસ્થાનક સુધી જ પ્રવર્તે છે. માટે પ્રકૃતિ વિગેરે ચારે પ્રકારની મૂળ અને ઉત્તરપ્રકૃતિઓની દેશોપશમનાના જે જે જીવો સ્વામી છે અને જેમ સાદ્યાદિ તથા પ્રકૃતિસ્થાન દેશોપશમના જેટલાં સ્થાનોની જે રીતે થાય છે અને જેઓ તેના સ્વામી છે તેમ આ બન્ને કરણોમાં પણ સર્વ સમાન છે. માત્ર નિદ્ધત્ત થયેલ કર્મમાં ઉદ્વર્તન તથા અપવર્નના એ બે જ કરણો પ્રવર્તે છે, પરંતુ સંક્રમણકરણ પ્રવર્તતું નથી. અને નિકાચિત કર્મમાં કોઇપણ કરણ પ્રવર્તતું નથી. કારણ કે નિકાચિત કર્મ સકલ કરણને અયોગ્ય છે.
જ્યારે ગુણશ્રેણિ થતી હોય છે, ત્યારે પ્રાયઃ દેશોપશમના, નિદ્ધત્તિ, નિકાચના અને યથાપ્રવૃત્તસંક્રમ હોય છે. માટે દલિક આશ્રયી આ ચારેનું અલ્પબદુત્વ બતાવે છે.
ગુણશ્રેણિમાં જેટલાં દલિકો ગોઠવાય છે, તે હવે બતાવવામાં આવશે તેની અપેક્ષાએ અલ્પ હોય છે. ગુણશ્રેણિમાં ગોઠવાયેલ દલિકોની અપેક્ષાએ અસંખ્યાતગુણ દલિકોની દેશોપશમના થાય છે. તેનાથી અસંખ્યાતગુણ દલિતોની નિદ્ધત્તિ થાય છે. તેનાથી અસંખ્યાતગુણ દલિકોની નિકાચના થાય છે. અને જેટલાં દલિકોની નિકાચના થાય છે તેનાથી પણ અસંખ્યાતગુણ દલિકો દરેક સમયે યથાપ્રવૃત્તસંક્રમ દ્વારા સંક્રમે છે.
નવમાથી તેરમા ગુણસ્થાનક સુધીમાં ગુણશ્રેણિઓ થાય છે. પરંતુ ત્યાં દેશોપશમના, નિદ્ધત્તિ અને નિકાચના થતી નથી તેમજ દસમા ગુણસ્થાનક પછી કોઇપણ પ્રકૃતિઓનો યથાપ્રવૃત્તસંક્રમ પણ થતો નથી, વળી અનંતાનુબંધિ તેમજ દર્શનત્રિકની ક્ષપણા અથવા ઉપશમના માટે તેમજ મિથ્યાત્વની સર્વોપશમના માટે ત્રણ કરણો કરે છે ત્યારે પણ પોતપોતાના અપૂર્વકરણ પછી ગુણશ્રેણિ હોય છે. પરંતુ આ પ્રકૃતિઓની દેશોપશમના, નિદ્ધત્તિ તેમજ નિકાચના થતી નથી. તેથી જ ગુણશ્રેણિ દ્વારા દલિકો ગોઠવે છે ત્યારે પ્રાયઃ દેશોપશમના વિગેરે હોય છે એમ બતાવેલ છે.
હવે આઠ કરણોના અધ્યવસાયોનું અલ્પબહુત આ પ્રમાણે છે...
પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી થાય છે. અર્થાતુ તેમાં મુખ્યત્વે અધ્યવસાય કારણ નથી, પરંતુ સ્થિતિબંધ અને તેના ઉપલક્ષણથી અનુભાગબંધ કાષાયિક અધ્યવસાયોથી થાય છે. માટે અહીં સ્થિતિબંધના અધ્યવસાયોથી બંધનકરણના અધ્યવસાયો સમજવાના છે. અને તે હવે પછી બતાવવામાં આવશે તે અધ્યવસાયોની અપેક્ષાએ થોડા છે. છતાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે. બંધનકરણના અધ્યવસાયોથી ઉદીરણાકરણના અધ્યવસાયો અસંખ્યાતગુણ છે, તે થકી સંક્રમણ, ઉદ્વર્તન અને અપવર્નના એ ત્રણે કરણના સમુદિત અધ્યવસાયો અસંખ્યાતગુણ છે. અને એ અધ્યવસાયોથી પણ ઉપશમના, નિદ્ધત્તિ અને નિકાચનાકરણના અધ્યવસાયો ક્રમશઃ એક એકથી અસંખ્યાતગુણ છે.
II નિદ્ધત્તિ નિકાચનાકરણ સારસંગ્રહ સમાપ્ત ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org