________________
૩૧૨
કર્મપ્રકૃતિ ભાગ - ૨ તીર્થંકરનામકર્મની એકેન્દ્રિયાદિ જીવોને સત્તા ન હોવાથી તેની જઘન્ય સ્થિતિ દેશોપશમના ક્ષપક જઘન્ય સ્થિતિસત્તાવાળા અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમ સમયવર્તી જીવો કરે છે. અને ઉદ્દલના યોગ્ય પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ દેશોપશમના તે તે પ્રકૃતિઓની ઉદ્દલના કરતી વખતે જ્યારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ચરમ સ્થિતિખંડની ઉદૂવલના કરે છે તે વખતે જ સ્થિતિ દેશોપશમના હોય છે.
ત્યાં આહારકસપ્તકની ઉદ્દવલના એકથી ચાર ગુણસ્થાનક સુધીના એકેન્દ્રિયાદિ સઘળા જીવો કરતા હોવાથી તે સર્વે તેની દેશોપશમનાના સ્વામી છે. અને સમ્યકત્વ તેમજ મિશ્રમોહનીયની પ્રથમ ગુણસ્થાનકવર્તી એકેન્દ્રિયાદિ સઘળા જીવો ઉદ્દલના કરે છે. માટે તેઓ આ બે પ્રકૃતિઓની દેશોપશમનાના સ્વામી છે. વૈક્રિયસપ્તક, દેવદ્ધિક તથા નરકદ્વિક આ ૧૧ પ્રકૃતિઓની ઉદૂવલના એકેન્દ્રિયો જ કરતા હોવાથી તેઓ તેની દેશોપશમનાના સ્વામી છે.
મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રની ઉદૂવલના તેઉકાય તેમજ વાયુકાય જીવોમાં થતી હોવાથી તેઉકાય અને વાયુકાય આ ત્રણ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ દેશોપશમનાના સ્વામી છે.
જો કે આમાંની કેટલીક તેમજ બીજી પ્રકૃતિઓની ક્ષપક જીવો નવમા ગુણસ્થાનકે પણ ઉદ્વલના કરે છે. પરંતુ દેશોપશમના આઠમાં ગુણસ્થાનક સુધી થાય છે, માટે નવમા ગુણસ્થાનકવાળા જીવો તેના સ્વામી નથી.
(૩) અનુભાગ દેશોપશમના - આ દેશોપશમના પણ મૂળ તથા ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી બે પ્રકારે અને પુનઃ તે દરેક ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બન્ને પ્રકારે છે.
ત્યાં મૂળ તથા ઉત્તરપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના જે જીવો સ્વામી છે, તે જ જીવો ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના પણ સ્વામી છે. એટલે સર્વ અશુભપ્રકૃતિઓના જેમ ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી યુગલિક તેમજ આનતાદિ દેવો વર્જી શેષ સઘળા એકેન્દ્રિયાદિ મિથ્યાદૃષ્ટિ જીવો છે, તેમ ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના પણ સ્વામી છે. અને કેટલીક શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી અપૂર્વકરણ ગુણસ્થાનકથી ઉપરના જીવો છે. પરંતુ દેશોપશમના આઠમા ગુણસ્થાનક સુધી જ થાય છે. માટે જે જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી આઠમા ગુણસ્થાનક પછી બતાવેલ છે તે સઘળી શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના સ્વામી ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાનક ચરમ સમયવર્તી જીવો હોય છે...પરંતુ દારિક સપ્તક, મનુષ્યદ્ધિક, વજઋષભનારાચસંઘયણ, આતપ અને ઉદ્યોત આ બાર પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી જેમ સમ્યગ્દષ્ટિ તથા મિથ્યાદૃષ્ટિ છે, તેમ ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના સ્વામી પણ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિઓ છે.
ત્રણ શુભ આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમની જેમ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ જીવો ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના સ્વામી છે.
જે જીવો તીર્થંકરનામકર્મના જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી છે તે જ જઘન્ય અનુભાગ દેશોપશમનાના સ્વામી છે. શેષ શુભ-અશુભ સઘળી પ્રવૃતિઓના જઘન્ય અનુભાગ દેશોપશમનાના સ્વામી ઘણો અનુભાગ સત્તામાંથી હણી નાંખેલ છે જેણે એવા અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિમાં વર્તમાન એકેન્દ્રિયો અને તેટલીજ જઘન્ય અનુભાગ સત્તાવાળા પ્રથમ બંધાવલિકાના ચરમ સમય સુધીના બેઇન્દ્રિયાદિ જીવો જઘન્ય અનુભાગ દેશોપશમનાના સ્વામી છે.
જો કે પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય, સંજ્વલન ચતુષ્ક અને નવ નોકષાય આ ૨૭ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ ક્ષપકશ્રેણિમાં પોતપોતાના સંક્રમના ચરમ સમયે બતાવેલ છે; પરંતુ દેશોપશમના આઠમા ગુણસ્થાનક સુધી જ થાય છે. અને આઠમા ગુણસ્થાનક વર્તી જીવોને એકેન્દ્રિયોની અપેક્ષાએ આ પ્રવૃતિઓનો અનંતગુણ અધિક રસ સત્તામાં હોય છે, તેથી આ પ્રવૃતિઓના પણ જઘન્ય અનુભાગ દેશોપશમનાના સ્વામી પૂર્વે બતાવેલ એકેન્દ્રિયાદિ જીવો જ
(૪) પ્રદેશ દેશોપશમના :- આ દેશોપશમના પણ મૂળ તેમજ ઉત્તરપ્રકૃતિઓની થાય છે અને તે દરેક ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બન્ને પ્રકારે છે.
તેમાં પૂર્વે સંક્રમણકરણમાં જે જીવો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી કહ્યાં છે. તે જ જીવો ઉત્કૃષ્ટ પ્રદેશ દશોપશમનાના સ્વામી છે. પરંતુ જે જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી અપૂર્વકરણ ગુણસ્થાનકથી ઉપરના જીવો બતાવેલ હોય તે તે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશ દેશોપશમનાના સ્વામી અપૂર્વકરણ ગુણસ્થાનક સુધીના જીવો જ હોય છે. કારણ કે આ ગુણસ્થાનક પછી કોઇપણ પ્રકૃતિઓની દેશોપશમના થતી જ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org