________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૨૮૯
એમ પહેલાં-પહેલાંની ઓછી કરેલ સ્થિતિસત્તાની નીચે-નીચેના પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોગત દલિકોને ત્યાંથી સાફ કરી નીચે નીચેના સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરી હજારોવાર પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિઓ સત્તામાંથી દૂર કરે છે... અને તેને જ સ્થિતિઘાત કહેવાય છે.
અપૂર્વકરણમાં આવા હજારો સ્થિતિઘાત થાય છે. અને તેથી જ અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલી કર્મની સ્થિતિસત્તા હોય છે તેના કરતાં આ જ કરણના ચરમ સમયે સંખ્યાતગુણહીન અર્થાત્ સંખ્યાતમા ભાગ પ્રમાણ કર્મની સ્થિતિસત્તા રહે
છે.
(૨) રસઘાતઃ- પ્રથમ અંતર્મુહૂર્તમાં જે સ્થિતિઓનો નાશ કરે છે તે સ્થિતિસ્થાનોમાં રહેલ અશુભપ્રકૃતિઓનો જે રસ છે તે રસના બુદ્ધિથી અનંતભાગ કલ્પી અપવર્તનાકરણ દ્વારા અંતર્મુહૂર્તમાં અનંતભાગોનો નાશ કરી એક અનંતમા ભાગ જેટલો રસ રાખે છે. અર્થાતું બંધાદિ વખતે અશુભપ્રકૃતિઓના દલિકોના રસમાં જે અશુભ ફળ આપવાનો પાવર હતો, તે પાવરના અનંતભાગ કરી એક અનંતમા ભાગ જેટલો પાવર રાખી શેષ અનંતાભાગો જેટલાં પાવરનો નાશ કરે છે..તેથી અનંતગુણહીન એટલે અનંતભાગ પ્રમાણ પાવર રહે છે તે એક રસધાત કહેવાય છે
ત્યારબાદ પ્રથમ રસઘાતમાં બાકી રહેલ જે રસનો અનંતમો ભાગ છે તેના ફરીથી અનંતા ભાગ કરી અંતર્મુહૂર્તમાં અપવર્તનાકરણ દ્વારા અનંતભાગોનો નાશ કરી માત્ર એક ભાગ જેટલો રસ બાકી રાખે તે બીજો રસઘાત કહેવાય છે... એમ બાકી રહેલ અનંતમા ભાગના ઘણાં હજારોવાર અનંતા-અનંતા ભાગો કરી એક એક અંતર્મુહૂર્તમાં એક એક અનંતમો ભાગ રાખી શેષ અનંતાભાગોનો નાશ કરી પ્રથમ સ્થિતિઘાત પૂર્ણ થાય ત્યાં સુધીમાં ઘણાં હજારો રસઘાત કરી તે સ્થિતિસ્થાનોમાંના ઉકેરાતા દલિકોને તદ્દન નિરસ બનાવે છે... - જો કે અહીં સામાન્યથી એક રસઘાતનો કાળ પણ અંતર્મુહૂર્ત, એક સ્થિતિઘાતનો કાળ પણ અંતર્મુહૂર્ત તેમજ સંપૂર્ણ અપૂર્વકરણનો મળ પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે...પરંતુ અપૂર્વકરણના અંતર્મુહૂર્તથી એક એક સ્થિતિઘાતનું અંતર્મુહૂર્ત ઘણાં હજારોગણું નાનું અને એક-એક સ્થિતિઘાતના અંતર્મુહૂર્ત કરતાં પણ એક-એક રસઘાતનું અંતર્મુહૂર્ત ઘણાં હજારોગણું નાનું હોય છે...માટે જ અપૂર્વકરણમાં ઘણાં હજારો સ્થિતિઘાત અને એક એક સ્થિતિઘાતની અંદર ઘણાં હજારો રસઘાત થાય છે.
(૩) સ્થિતિ બન્ધાદ્ધા :- (અન્ય સ્થિતિબંધ -અપૂર્વસ્થિતિબંધ પણ કહેવાય છે.) અપૂર્વકરણના પ્રથમ સમયે દરેક કર્મનો જે નવો સ્થિતિબંધ શરૂ કરે છે તે સ્થિતિબંધ પૂર્ણ થયે તેની અપેક્ષાએ બીજો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ખૂન કરે છે. તે પૂર્ણ થયે તેની અપેક્ષાએ ત્રીજો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ ન્યૂન કરે છે. એમ અપૂર્વકરણના ચરમ સમય સુધી પૂર્વ-પૂર્વની સ્થિતિબંધ પૂર્ણ થયે તેનાથી પછી-પછીનો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ ન્યૂન-ન્યૂન કરે છે. તેથી અપૂર્વકરણના પ્રથમ સમયે થતા સાતે કર્મના સ્થિતિબંધની અપેક્ષાએ અપૂર્વકરણના ચરમ સમયે નવીન સ્થિતિબંધ સંખ્યાતગુણ હીન અર્થાત્ સંખ્યામભાગ પ્રમાણ કરે છે.
સ્થિતિઘાત અને સ્થિતિબંધ એકી સાથે શરૂ થાય છે અને સાથે જ પૂર્ણ થાય છે. અર્થાત્ એક સ્થિતિઘાત અને એક સ્થિતિબંધનો કાળ સરખો છે. માટે અપૂર્વકરણમાં જેટલાં સ્થિતિઘાતો થાય છે તેટલાં જ અપૂર્વ સ્થિતિબંધો પણ થાય છે. (પેઇઝ નંબર ૧૯૬માં ચિત્ર નંબર-૨ જુઓ).
(૪) ગુણશ્રેણિ :- આ કરણના પ્રથમ સમયથી અપવર્તનાકરણ દ્વારા સ્થિતિઘાતો કરી જે જે સ્થિતિઓનો નાશ કરે છે તે સ્થિતિસ્થાનોમાં રહેલા દલિકોને જલ્દીથી ખપાવવા માટે દરેક સમયે અસંખ્યાતગુણાકારે ઉપરથી ઉતારે છે...અને જે જે સમયે જેટલાં જેટલાં દલિકો ઉતારે છે, તે તે દલિકોને તે જ સમયે રસોદયવાળી પ્રકૃતિઓમાં ઉદય સમયથી લઈને અને અનુદિત સત્તાગત પ્રવૃતિઓમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી લઈને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળથી કંઈક અધિક કાળ સુધીના દરેક સમયોમાં પૂર્વ-પૂર્વ સમયથી ઉત્તરોત્તર ઉપર-ઉપરના સમયમાં અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. અર્થાતું બંધાદિસમયે થયેલ નિષેકરચનાના દલિકો સાથે ભોગવવા યોગ્ય કરે છે, તે ગુણશ્રેણિ કહેવાય છે...
અસત્કલ્પનાએ-આ બન્ને કરણોના ૨૫-૨૫ સમયો કલ્પીએ તો કુલ ૫૦ અને તેનાથી પણ કંઈક અધિક કાળના ૨૦ સમયો કલ્પીએ, તેમજ ઉદયાવલિકા ચાર સમયની કલ્પીએ તો પ્રથમ સમયે ઉતારેલ દલિકને રસોદયવાળી પ્રકતિઓમાં પ્રથમ ઉદય સમયથી અને અનુદિત સત્તાગત પ્રવૃતિઓમાં પાંચમા સમયથી આરંભી વાવતુ ૭૦મા સમય સુધી પૂર્વ-પૂર્વના સમયથી ઉપર-ઉપરના સમયમાં અનુક્રમે અસંખ્યાતગુણાકારે ગોઠવે છે.
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org