________________
૨૭૨
(૫) એ વખતે સ્થિતિબંધ જ્ઞાના ૩ - અંતર્મુ, નામ - ગોત્ર - ૩૨ મુહૂર્ત, વેદનીય - ૪૮ મુહૂર્ત. (૬) પછીના સમયે (૧૦માના બીજા સમયે) દલિકોની અપેક્ષાએ ગુણશ્રેણિ અસં૰ ગુણહીન હોય છે. (એટલે કે પ્રથમસમયે જેટલું દલિક ગુણશ્રેણિ રચનાથી ગોઠવાયેલું હોય તેના અસં૰ મા ભાગનું જ દલિક બીજા સમયે ગોઠવાય છે. એમ ઉત્તરોત્તર જાણવું) એ સમયે સ્થિતિબંધ પૂર્વસમય જેટલો જ હોય છે, ૨સબંધ અશુભમાં અનંતગુણ અને શુભમાં અનંતમો ભાગ હોય છે.
(૭) સંજ્ડ લોભના ઉદયકાળના ત્રીજાભાગમાં સૂક્ષ્મલોભનો ઉદય હોય છે. એમાં અસં૰ બહુભાગ કિટ્ટિઓ ઉદય પામે છે. એમાં પણ ૧૦માના પ્રથમ સમયે ઉદય પામેલી કિટ્વિઓ અલ્પ હોય છે. ઉત્તરોત્તર સમયે વિશેષાધિક હોય છે. (૮) સૂક્ષ્મ કિટ્ટિવેદન અદ્ધા પૂર્ણ થાય એટલે ૧૦ મું ગુણઠાણું પૂર્ણ થાય છે. બાદરલોભનો ઉદય થાય છે. નવમા ગુણસ્થાનકના આ પ્રથમ સમયથી જ મોહનીયકર્મનો અનાનુપૂર્વી સંક્રમ શરૂ થાય છે. બે લોભનો સંજ્વલોભમાં સંક્રમ થાય છે.
કર્મપ્રકૃતિ ભાગ-૨
(૯) ઉદયાવલિકાની બહાર રહેલ સર્વ કિટ્ટિઓ નાશ પામે છે. ઉદયાવલિકામાં રહેલી કિટ્ટિઓ સ્તિબુક સંક્રમથી ભોગવાઇ જાય છે.
(૧૦) સ્પર્ધકસ્વરૂપ લોભનો ઉદય અને સંજ્વલન લોભનો બંધ શરૂ થાય છે.
(૧૧) આ વખતે સ્થિતિબંધ આ પ્રમાણે હોય છે -સંજ્વનલોભ - અંતર્મુ૰, જ્ઞાના૦૩ - દેશોન બે અહોરાત્ર, વેદનીયનામ - ગોત્ર - દેશોન ૪ વર્ષ.
(૧૨) આ પ્રથમસ્થિતિબંધ પૂર્ણ થયા પછી જે બીજો સ્થિતિબંધ થાય છે તે આ પ્રમાણે હોય છે -સંજ્વલન લોભ - પૂર્વબંધ કરતાં V, જ્ઞાના૰૩ - દિવસપૃથ, વેદનીય - નામ - ગોત્ર - સંખ્યાતા હજા૨વર્ષ.
મુહૂર્ત પૃથ,
(૧૩) લોભવેદનાદ્વાના બીજા ત્રિભાગનો સંખ્યાતમો ભાગ વીતે ત્યારે, સ્થિતિબંધ - સંજ્વલોભ જ્ઞાના૦૩ - વર્ષસહસ્ર પૃથ વેદનીય - નામ - ગોત્ર - સંખ્યાતા હજાર વર્ષો. (૧૪) આ રીતે હજારો સ્થિતિબંધ ગયા પછી લોભવેદક અદ્ધા પૂર્ણ થાય છે.
(૧૫) પછીના સમયે અપ્રત્યા૰, પ્રત્યા૰ અને સંજ્વમાંયાને અપવર્તીને ગુણશ્રેણિ રચના કરે છે. એમાં સંજ્વલન માયાની ઉદયસમયથી અને શેષ બે માયા ૩ લોભની ઉદયાવલિકા બહાર દલિક રચના કરે છે. ત્રણ લોભ અને ત્રણ માયા
આ છ એ પ્રકૃતિઓનું ગુણશ્રેણિશીર્ષ એક હોય છે જે માયા વેદકકાળ કરતાં કઈક અધિક હોય છે. માયા વેદનના સંપૂર્ણકાળ દરમ્યાન એટલા જ આયામ વાળી ગુણશ્રેણિ ઉત્તરોત્તર સમયે રચાયા કરે છે. એટલે કે ગુણશ્રેણિશીર્ષ એક એક સમય ઉપર જતું જાય છે. શેષકર્મોનો ગુણશ્રેણિ નિક્ષેપ તો પૂર્વવત્ શીર્ષને સ્થિર રાખી શેષ શેષ આયામમાં થાય છે.
(૧૬) આ માયાવેદનકાળે ૩ લોભ અને ૨ માયા સંજ્વલન માયામાં સંક્રમે છે તેમજ .૩ માયા અને બે લોભ સંજ્વલન લોભમાં સંક્રમે છે.
(૧૭) માયાવેદનના પ્રથમ સમયે સ્થિતિબંધ - સંજ્વલન માયા-લોભ - ૨ મહિના, શેષ જ્ઞાના૦૬ - સંખ્યાતા હજાર વર્ષો. (૧૮) નવો નવો સ્થિતિબંધ મોહનીયમાં વિશેષાધિક હોય છે, શેષકર્મોમાં સંખ્યાતગુણ હોય છે.
(૧૯) આ રીતે હજારો સ્થિતિબંધ બાદ સંજ્વલન માયાના વેદનનો ચરમસમય આવે છે. ત્યારે સ્થિતિબંધ - સંજ્ય - અંતર્મુ૰ન્યૂન ૪ મહિના, શેષ ૬ કર્મોનો - સંખ્યાતા હજાર વર્ષો.
(૨૦) પછીના સમયે ત્રિવિધ માનને અપકર્ષે છે. સંજ્વલન માનની ઉદયસમયથી અને શેષ બે માનની ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિ કરે છે. પ્રતિપતમાન આ જીવને માનોદયકાળ જેટલો હોય એના કરતાં કંઈક અધિક આ ગુણશ્રેણિ કરે છે. હવેથી ત્રિવિધ માયા અને ત્રિવિધ લોભની પણ એટલી જ ગુણશ્રેણિ ઉદયાવલિકાની બહાર કરે છે. જ્ઞાના વિગેરે ૬ કર્મોની તો પડતાં જીવે સૂક્ષ્મસંપરાયના પ્રથમ સમયે જે ગુણશ્રેણિ કરી હોય તેના શીર્ષને જ શીર્ષ તરીકે રાખી શેષ-શેષમાં નિક્ષેપ કરવા દ્વારા ગુણશ્રેણિ કરે છે.
(૨૧) નવે કષાયો સંજ્વલન માન, માયા લોભમાં સંક્રમે છે.
(૨૨) માનોદયપ્રથમસમયે સ્થિતિબંધ - સંજ્વલન ૪ મહિના, શેષ ૬ કર્મોનો - સંખ્યાતા હજાર વર્ષો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org