________________
૪
૧
કર્મપ્રકૃતિ ભાગ-૨
ઉદ્વત્તના અને અપવર્નના તે સ્થિતિ અને રસની જ હોય છે. પણ પ્રદેશની (કર્મના અણુઓની) અથવા પ્રકૃતિની હોતી નથી. માટે એ બે કરણો સ્થિતિ અને રસના વિષયવાળા કહેવાય છે.
અહીં ઉદ્યત્તના અને અપવર્ષના થાય છે એટલે શું થાય છે તે સમજવું જોઇએ, અન્ય સ્વરૂપે રહેલ પ્રકૃતિ, સ્થિતિ-રસ અને પ્રદેશ સંક્રમણકરણ દ્વારા બંધાતી સ્વજાતીય પતહ પ્રકૃતિરૂપે થાય છે. ત્યા૨ે ઉદ્ધૃત્તના, અપવર્ઝના દ્વારા સ્વપ્રકૃતિના સ્થિતિ-રસમાંજ વૃદ્ધિ હાનિ થાય છે. સ્થિતિ અને રસની ઉદ્ધૃત્તના તે જે કર્મ પ્રકૃતિના હોય તે પ્રકૃતિ બંધાતી હોય ત્યારે જ થાય છે. જેમકે મતિજ્ઞાનાવરણીયના સ્થિતિ અને રસની ઉદ્રર્નના મતિજ્ઞાનાવરણીય જ્યાં સુધી બંધાતુ હોય ત્યાં સુધી જ થાય છે, અપવર્તનામાં બંધ સાથે સંબંધ નથી. જેના સ્થિતિ કે રસની અપવર્ઝના થાય તે બંધાતી હોય કે ન બંધાતી હોય તો પણ થાય છે. (અહીં એ ખ્યાલમાં રાખવું કે જે સમયે કર્મ બંધાય તે સમયથી આરંભી આલિકા ગયા બાદ જ તેમાં સંક્રમણાદિ કાંઇપણ કરણ પ્રવર્તે છે. એટલે અહીં ઉદ્ધૃત્તના અપવત્તના પણ જેની બંધાવલિકા વીતી હોય તેમાં જ પ્રવર્તે છે એમ સમજવું.)
કઇ સ્થિતિની ઉર્જાના થાય તે કહે છે - જે પ્રકૃતિ બંધાય છે તેની જેટલી અબાધા હોય, સત્તામાં રહેલ કર્મ પ્રકૃતિની તેટલી સ્થિતિ જીવ સ્વભાવે ઉદ્ધૃત્તના પ્રવર્તતી નથી, એટલે કે અબાધા પ્રમાણ સત્તાગત સ્થિતિસ્થાનકોમાંના દલિકોને ઉપાડી અબાધા ઉપરના સ્થાનકો સાથે ભોગવાય તેમ કરતો નથી. એટલે જ આટલી સ્થિતિને અતીસ્થાપના એટલે ઉદ્ધત્તનાને અયોગ્ય સ્થિતિ કહી છે. ઉત્કૃષ્ટ અબાધા એ ઉત્કૃષ્ટ અતીસ્થાપના અને એક આલિકા કે આવલિકાના અસંખ્યાતમાં ભાગ જધન્ય અતીસ્થાપના છે. અપવર્તનામાં બંધની સાથે સંબંધ નહિ હોવાથી અબાધા પ્રમાણ સ્થિતિ અતીત્થાપના હોતી નથી, પરંતુ તેમાં એક આવલિકા કે સમયન્યૂન આલિકાના બે તૃતીયાંશ ભાગ અતીસ્થાપના છે. તે વિવેચનમાંથી જણાશે. અબાધા પ્રમાણ સ્થિતિમાં ઉર્જાના જ થતી નથી એમ સમજવાનું નથી, પરંતુ તેના નિયમ પ્રમાણે અબાધાની સ્થિતિઓમાં થાય છે, એટલે કે ઉદયાવલિકાગત દલિકોને છોડી ઉપરના સ્થાનમાંના દલિકોને એક આલિકા પછી ઉદયમાં આવનાર દલિકો સાથે ઉદયમાં આવવા યોગ્ય કરે છે. માત્ર અબાધા સ્થાનમાંના દલિકોને અબાધા વીત્યા બાદ ફળ આપે તેવા કરતાં નથી.
ઉદ્ધૃત્તના અપવર્ઝના કરે એટલે શું કરે ? એ પ્રશ્નના ઉત્તરમાં સમજવાનું કે નિર્પેક સમયે કર્મદલિક જે સમયે ફળ આપવા યોગ્ય નિયત કર્યાં હોય તેને મોડા ફળ આપવા યોગ્ય કે વહેલા ફળ આપવા યોગ્ય કરે છે મોડા ફળ આપવા યોગ્ય કરે તેને ઉદ્યત્તના અને વહેલા ફળ આપવા યોગ્ય કરે તેને અપવર્ઝના કહેવામાં આવે છે. મોડા ફળ આપવા યોગ્ય કરે તો ઓછામાં ઓછું આવલિકા કે આવલિકાનો અસંખ્યાતમાં ભાગ મોડા ફળ આપવા યોગ્ય કરે છે, અને વહેલા ફળ આપવા યોગ્ય કરે તો કમમાં કમ એક આવલિકા કે સમયન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ જેટલાં વહેલા ફળ આપે તેમ કરે છે.
દાખલા તરીકે - મતિજ્ઞાનાવરણીયના જે દલિકો જે સમયે ફળ આપે તેવી રીતે નિયત થયા હોય તેને ત્યાર પછીના સમયથી આરંભી ઓછામાં ઓછી એક આલિકા કે આલિકાના અસંખ્યાતમા ભાગ પછી ફળ આપી શકે તેવા કરે તે ઉર્જાના અને એક આલિકા કે સમયન્યૂન બે તૃતીયાંશ આલિકા જેટલો કાળ વહેલા ફળ આપે તેવા કરે તે સ્થિતિની અપવર્નના કહેવાય છે.
તાત્પર્ય એ કે અમુક-અમુક સ્થાનકોમાંના દલિકોને મોડા ફળ આપે તેવા કરવા તે ઉર્જાના અને વહેલાં ફળ આપે તેવા કરવા તે અપવર્ઝના કહેવાય છે. રસની ઉર્તના - અપવર્તનામાં પણ તેમજ સમજવાનું છે. એટલે કે જે સ્થાનકમાંના દલિકના રસની ઉર્જાના કરવાની હોય તેના રસને તેના ઉપલા સ્થાનકથી પ્રારંભી એક આવલિકા પછી - મોડા ફળ આપે તેવા દલિકામાં મેળવી તેમાં રહેલા રસ જેટલાં રસવાળા કરવા તે રસની ઉર્જાના, અને જે સ્થાનકમાંના દલિકના રસની અપવર્ઝના કરવાની હોય તેના રસને તેના પછીના સ્થાનકથી આરંભી એક આલિકા પહેલા - વહેલા ફળ આપે તેવા દલિકામાં મેળવી તેમાં રહેલ રસ જેટલાં રસવાળા કરવા તે રસની અપવર્નના કહેવાય છે. ઉપર ઉપરના સ્થાનકોમાં દિલકો અલ્પ, પરંતુ વધારે વધારે રસવાળા હોય છે. અને નીચે-નીચેના સ્થાનકોમાં દલિકો વધારે પરંતુ અલ્પ-અલ્પ રસવાળા હોય છે. તેથી નીચેના સ્થાનકોના દલિકો ઉપરના સ્થાનકોમાં એટલે કે બંધ સમયે મોડા મોડા ફળ આપવા માટે નિયત થયેલા સ્થાનકોમાં પડે ત્યારે રસ વધે છે, અને ઉપરના સ્થાનકોના દલિકો નીચેના સ્થાનકોમાં પડે ત્યારે રસ ઘટે છે એમ કહેવામાં આવે છે.
અહીં સંક્રમણ અને ઉર્જાના અપવર્ઝનામાં એટલો તફાવત છે- કે જે સ્થાનકોમાંના દલિકો સંક્રમે છે - અન્ય પ્રકૃતિરૂપે થાય છે તે દિલકાંનું સ્થાન બદલાતું નથી, માત્ર સ્વરૂપ બદલાય છે. એટલે કે જે સ્થાનકોમાં દલિકા રહ્યા હોય તે જ સ્થાનકોમાં દલિકો રહે છે, પરંતુ સ્વરૂપ પલટાઇ જાય છે. જેમ કે મતિજ્ઞાનાવરણીયની બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરના અસંખ્ય સ્થાનકોના દલિકો બંધ સમયે જ્યાં ગોઠવાયા હતા ત્યાં જ રહીને અન્ય સ્વરૂપ - શ્રુતજ્ઞાનાવરણીયાદિ સ્વરૂપે થાય છે. પરંતુ ઉર્જાના - અપવર્ઝના થાય ત્યારે સ્થાનનું પરાવર્તન જરૂર થાય છે, કેમકે કાં તો મોડા ફળ આપે તેવા અથવા વહેલાં ફળ આપે તેમ કરવાનું હોય છે. મોડા ફળ આપે તેમ કરવાનું હોય તો મોડા ફળ આપે તેની સાથે ગોઠવવાનો હોય છે. અને વહેલાં ફળ આપે તેમ કરવાનું હોય તો વહેલાં ફળ આપે તેની સાથે ગોઠવવાના હોય છે. એટલે ઉત્તના અપવર્નના નિયંકરચનામાં ફેરફાર કરે છે. ઉર્જાના બંધની સાથે સંબંધ રાખે છે માટે સત્તામાંની સ્થિતિ કે રસ વધારેમાં વધારે જેટલી સ્થિતિ કે જેટલો રસ બંધાય ત્યાં સુધી વધે છે. અપવર્નના બંધની સાથે સંબંધ રાખતી નથી તેથી શ્રેણિઓમાં અત્યંત નિર્મળ પરિણામ દ્વારા બંધથી પણ સત્તામાં અલ્પરસ થાય છે.
અહીં એક વાત ખાસ લક્ષ્યમાં રાખવી કે જે જે સ્થાનકોમાંના દલિકાનું સંક્રમણ આદિ થાય તે તે સ્થાનકોમાંના તમામ દલિકાનું થતું નથી. પરંતુ થોડા થોડા દિલકોનું થાય છે. જેમકે મતિજ્ઞાનાવરણીયનો શ્રુતજ્ઞાનાવરણીયાદિમાં સંક્રમ થાય ત્યારે બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરના તમામ સ્થાનકોમાંના અમુક અમુક પ્રમાણ દલિકોને શ્રુતજ્ઞાનાવરણીય રૂપે કરે. પરંતુ દરેક સ્થાનકોમાં જેટલાં દલિકો છે તે તમામને શ્રુતજ્ઞાનાવરણીયાદિ રૂપે કરતો નથી તેથી જ કોઇપણ એક સ્થાનકમાંના અમુક દલનો સંક્રમ, અમુક દલની ઉર્જના, અમુક દલની અપવર્તના, અમુક દલની ઉદીરણા આદિ પ્રવર્તી શકે છે. એક સ્થાનકોમાંના દલિકોમાં એક સાથે ઘણાં કરણો પ્રવર્તી શકે છે. આવલિકા, આલિકાનો અસંખ્યાતમાં ભાગ કે સમયન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ અતીત્થાપના ક્યારે હોય તે ટીકાનુવાદ વાંચવાથી અથવા ચિત્રો દ્વારા સમજાશે. પ્રથમ સમયે જે લત્તા બંધાય છે તે જ સમયે તે લત્તામાં પ્રદેશોદયવતી વા વિપાકોદયવતી સ્વજાતીય પપ્રકૃતિ લતાનાં સંક્રમ થવાથી પ્રથમ સમયે બાંધેલી લતાની અબાધા વર્તાતી હોય તો પણ તેની બંધાવલિકા અથવા સંક્રાન્તલતાની સંક્રમાવલિકા સંપૂર્ણ થતાં જ અત્યંતર સમયે સંક્રાન્ત લતાનો પ્રદેહૃદય કે વિપાકોદય શરૂ થાય છે. અને બંધલતાનાં તો અબાધા ક્ષયે કે ઉદીરણાદિ કરણવર્ડ અબાધાના અક્ષયે ઉદય શરૂ થાય છે. માટે અહીં જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org