________________
ઉદ્દ્વના અને અપવનાકરણ પ્રકૃતિની જે અબાધા છે તે અબાધા જેટલી અથવા તે અબાધાથી ઓછી પૂર્વબદ્ધ પ્રકૃતિની જે સ્થિતિ તે ઉદ્વર્તનાને યોગ્ય નથી. અર્થાત્ તે અબાધા તુલ્ય અથવા ન્યૂન પૂર્વબદ્ધ પ્રકૃતિની જે સ્થિતિ તે ઉપાડીને ત્યાંથી આગળ બધ્યમાન પ્રકૃતિની અબાધાથી આગળ ન નાંખી શકાય. કારણ કે તે સ્થિતિઓ બધ્યમાન પ્રકૃતિની અબાધામાં પ્રવેશેલી હોવાથી (અંતર્ગત હોવાથી) તે સ્થિતિઓનો અબાધાથી આગળ પ્રક્ષેપ થતો નથી. અને જે (પૂર્વબદ્ધ પ્રકૃતિની) સ્થિતિ (બધ્યમાન પ્રકૃતિની) અબાધાથી આગળની તેની (ત્યાંથી શરૂ કરીને) અંત્ય સમય સુધી ઉદ્વર્તન થાય છે.
તેથ. અબાધાની અંદર પ્રવેશ કરેલ. (બધ્યમાન પ્રકૃતિ અબાધા અન્તર્ગત પૂર્વબદ્ધની) ઉર્ધ્વ એટલે (અબાધાથી આગળ સ્થિતિઓમાં પ્રક્ષેપ થવા રૂ૫) ઉદ્વર્તનાને આશ્રયી અતિક્રમ્ય એટલે ત્યાગ કરવા યોગ્ય છે. અતિક્રમણીય સ્થિતિનું પ્રમાણ કહે છે - પ્રથમ તો જે અબાધા તે અતીત્થાપના એટલે વર્જનીય - ત્યાગ કરવા યોગ્ય સ્થિતિ છે. (એટલે કે
ઉદયાવલિકાનો નિર્ણય કર્યો છે, તે આવલિકા પુર્વે બંધાયેલી વા સંક્રમથી આવેલી એ બન્ને લતાની ઉદયાવલિકા જાણવી. અથવા પ્રદેશોદયાવલિકા અને વિપાકોદયાવલિકા એમ બન્ને પ્રકારની ઉદયાવલિકાનો નિષેધ જાણવો.
વળી જે ઉદયાવલિકા તે પોતાની જ ઉદુવર્નના (ઉપલક્ષણથી અપવર્નના - સંક્રમ - ઉદીરણાદિ સર્વ કરણન) રોકે છે. પણ આખી લતાની ઉદ્વત્તના રોકી શકતી નથી. અને બંધાવલિકા તથા સંક્રમાવલિકા તો આખી લતાની ઉવનાને (ઉપલક્ષણથી અપવર્નનાદિ સર્વકરણને) રોકી દે છે, કારણ કે ઉદયાવલિકાપણું લતાના અમુક અલ્પ વિભાગમાં પ્રાપ્ત હોય છે અને બંધાવલિ કાપણું તથા સંક્રમાવલિકાપણું તો આખી લતાના વિષયવાળું અર્થાતું આખી લતામાં પ્રાપ્ત હોય છે.
- વાસ્તવિક રીતે સ્થિતિ અને સમય એ બે શબ્દો ભિન્ન અર્થવાળા છે. કારણ કે સમયનો સમુદાય અથવા સમયાંના સમુદાયરૂપ આખી લતા તે એક સ્થિતિ કહેવાય પણ એક સમય ન કહેવાય, અને સમય તો સ્થિતિનો કે લતાનાં અવયવ છે. તો પણ કોઇ કોઇ ઠેકાણે લતાના અવયવમાં પણ ‘સ્થિતિ” શબ્દ વપરાય છે, માટે સુજ્ઞ વાંચ કે તે તે સ્થાને સમય અને સ્થિતિ શબ્દનો અર્થવિભાગ સ્વબુદ્ધિએ વિચારવા યોગ્ય છે. ઉદાહરણ તરીકે બધ્યમાન ૧૦૦૦ સમયાત્મક મનુષ્યગતિ લતામાં ૧ થી ૧૦૦ સુધીના પ્રથમ સમય અબાધારૂપ દલિક રહિત છે. અને બાંધેલી મનુષ્યગતિ લતા (અહીં નિવ્યાધાત ઉદ્વર્તના કહેવા યોગ્ય હોવાથી) અભિનવબંધ સમય 100 સમયાત્મક છે, અને તે સર્વ સમય દલિક સહિત છે. કારણ કે અબાધામાં દલિક વિદ્યમાન હોતું નથી પરંતુ અબાધાથી ઉપરની સ્થિતિઓમાં જ દલિકનો સભાવ હોય છે. માટે પૂર્વબદ્ધલતાના સદલિક પ્રથમના ૧૦ સમયાનું જે કર્મલિક તે બધ્યમાન મનુ, લતાના નિર્ટલિક પ્રથમના ૧૦૦ સમયોની અબાધા જેટલું હોવાથી (બધ્યમાન પ્રકૃતિ લતાની અબાધામાં) અવાઘાત ગણાય. એ અબાધાન્તર્ગત ૧૦૦ સમયનું દલિક ઉપડીને બધ્યમાન લતાના ૧૦૧ - ૧૦૨ ઇત્યાદિ ૧૦OO સુધીના કોઇપણ સમયના દલિકમાં ન પડે પરંતુ એ ૧૦૦માંથી જ નીચેનું ૧૦-૧૧ ઇત્યાદિ સમયનું દલિક વચમાં અતીસ્થાપના ઉલંઘીને આગળ ૨૦-૨૧ ઈત્યાદિ 100મા સમય સુધીમાં પડે. આ પ્રમાણે જ્યારે અબાધાતુલ્ય સ્થિતિ ન ઉદ્વર્તાય તો અબાધાથી ન્યૂન સ્થિતિની ઉવના તો થાય જ કેમ ? અહીં અબાધાની ઉવનાથી તે સ્થિતિ વાસ્તવિક રીતે વૃદ્ધિ પામ્યાની ગણત્રીમાં નહીં આવી શકવાથી ઉદ્વર્તનાના લક્ષણમાંથી વર્ષ કરી છે. અને અબાધાથી ઉપરના ૧૦૧મા સમયનું દલિક વચ્ચે ૯ સમયાત્મક આવલિકા ઉલ્લંઘીને ૧૧૧મા સમયથી ૧000મા સમય સુધીની પરલતાની ૮૯૦ સ્થિતિમાં પડ, ૧૦મા સમયનું દલિત ૧૧૨ થી ૧000મા સમય સુધીની૮૮૯ સ્થિતિમાં પડે, એ પ્રમાણે સર્વોપરિતન અસંખ્યાતમાં ભાયુક્ત અંક આવલિકારૂપ કાલ્પનિક ૧૨ સ્થિતિ વર્જીને નીચેના ૯૮૮માં સમયનું દલિક પરલતામાં આગળની ૯ સમયાત્મક આવલિકાનું ઉલ્લંઘન કરી આવલિકાના અસંખ્યાતમા ભાગરૂપ ૯૯૮-૯૯૯-૧000 એ ૩ સમયમાં પડે. તદઅંતરના એટલે ૯૮૯ થી ૧000 સમય સુધીની ૧૨ સ્થિતિ સર્વથા અનુવર્તનીય છે. સમાન સ્થિતિનો બંધ થાય ત્યારે આ પ્રમાણે ઉદુવર્ણના થાય છે.
પ્રશ્ન : અબાધાથી ઉપરની સ્થિતિ આગળ અતીત્થાપનાવલિકા ઉલ્લંઘીને સ્વલતાગત સ્થિતિઓમાં ઉદ્વર્તાય કે અન્યત્ર ? મારી સમજમાં ઉદ્વર્તના એ સ્વસ્થાન સંક્રમ છે તો તે સ્વલતામાં જ હોવો જોઇએ.
ઉત્તર : હે સુજ્ઞ ! જે પ્રકૃતિનાં સંક્રમ સ્વમાં (એટલે પોતાનામાં જ હોય) પણ પરમાં (પરપ્રકૃતિમાં) ન હોય તે સ્વસ્થાન સંક્રમ કહેવાય, પરંતુ વિવક્ષિત લતાના સંક્રમ તે જ લતામાં હોય તેવો સ્વસ્થાનસંક્રમ બની શકતો નથી. માટે વિવક્ષિત પ્રકૃતિની વિવક્ષિત લતા વિવક્ષિત પ્રકૃતિની પરલતામાં સંક્રમતાં તે પ્રકૃતિમાં તે જ પ્રકૃતિનાં સંક્રમ ગણી શકાતો હોવાથી સ્વસ્થાનસંક્રમ કહી શકાય. અપવનારૂપ સ્વસ્થાનસંક્રમ પણ એ પ્રમાણે જ જાણવો.
* પ્રશ્ન : જે એ પ્રમાણે વર્નના (અપવર્નના) રૂપ સ્વસ્થાનકમ પરલતામાં જ થાય છે. તો બધ્યમાન લતાની દલિક રહિત અબાધામાં પર્વબદ્ધ લતાની અબાધાન્તર્ગત સદલિક સ્થિતિનો સંક્રમ કેવી રીતે સંભવે ? કારણ કે દલિક રહિતમાં દલિ કનાં સંક્રમ થવા અયોગ્ય છે. - ઉત્તર : હે સુજ્ઞ ! પરમાર્થથી વિચાર કરીએ તો પરમાણુઓ સ્વસ્થાનથી ઉઠીને બીજા સ્થાનમાં (ગતિ કરીને) જાય (૫) એમ બનતું નથી, પરંતુ જે પરમાણુઓ જ્યાં અવગાધા છે (રહ્યા છે, ત્યાં રહ્યા છતાં જ તથાવિધ અધ્યવસાયથી (અથવા તથાવિધ અધ્યવસાય વડે બધ્યમાન અન્ય લતાના સંસર્ગથી) અધિક સ્થિતિ રસવાળા થઇ જાય છે. એ પ્રમાણે બધ્યમાનલતાની અબાધા દલિક રહિત છે. તા પણ પૂર્વબદ્ધલત્તાના સંયોગે બધ્ધમાન લતાની અબાધા પૂરાઇ ગયેલી ગણાય. અને એ પ્રમાણે અબાધાનું ઉદ્વના વિધિએ જે પૂરાવું તે અબાધામાં (દલિક રહિતમાં) પ્રક્ષેપ થયો એમ કહેવાય. અહીં “અંત્ય સમય સુધી ઉવર્ણના થાય છે" એ વાક્યનો ભાવાર્થ એવો છે કે – ઉદ્દવર્ધમાન સમયના પરમાણુ આગળ સ્વકીય પરલતામાં (૧ આવ અથવા આવ ના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ) અતીત્થાપના ઉલ્લંઘીને આગળના સર્વ સમયમાં (આખી લતામાં) પડે છે. પરંતુ ઉદ્દવર્ધમાન સમય સર્વ સમયમાં એટલે આગળના અનંતર સમયથી પ્રારંભીને સર્વ સમયમાં સંક્રમે એમ નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org