________________
૨૫૪
કર્મપ્રકૃતિ ભાગ-૨
' ઉપશમશ્રેણિ પ્રતિપાત - હવે પ્રતિપાત = પડવાની વિધિ કહે છે-તે ભવક્ષયથી અથવા અદ્ધાક્ષયથી એમ બે પ્રકારે છે. ત્યાં ભવક્ષય મરણ પામનારને અને અદ્ધાલયે ઉપશાંત અદ્ધાની સમાપ્તિ છે. ત્યાં ભવક્ષયથી પડેલા જીવને પ્રથમ સમયે જ સર્વ પણ કરણો પ્રવર્તે છે, અવિરત સમ્યગુદષ્ટિપણું હોવાથી, અને પ્રથમ સમયે જે કર્મો ઉદીરાય છે તે કર્મો ઉદયાવલિકામાં પ્રવેશ કરાવાય છે. અને જે કર્મો ઉદીરણામાં આવતાં નથી તે કર્મોના દલિકોને ઉદયાવલિકાની બહાર ગોપુચ્છાકારે રચે છે. અને વળી જે ઉપશાંતમોહ ગુણસ્થાનકેથી અદ્ધાલયથી પડે છે તે જીવ જે ક્રમથી સ્થિતિઘાતાદિને કરતો ચઢયો હતો તે જ ક્રમથી પચ્ચાનુપૂર્વીએ સ્થિતિઘાતાદિને કરતો પડે છે. અને તે ત્યાં સુધી પડતો આવે જ્યાં સુધી પ્રમત્ત સંયત ગુણસ્થાનક આવે. (યંત્ર નંબર -૧૭ જુઓ)(ચિત્ર નંબર-૧૯ જુઓ.)
उक्कड्ढ़ित्ता बीइय - ठिईहि उदयादिसुं खिवइ दव् । सेढीइ विसेसूणं, आवलिउपिं असंखगुणं ॥ ५८ ।। उत्कृष्य द्वितीय - स्थितेरुदयादिषु क्षिपति द्रव्यम् ।
श्रेण्या विशेषोन - मावलिकोपर्यसंख्येयगुणम् ॥ ५८ ॥ ગાથાર્થ :- દ્વિતીયસ્થિતિમાંથી દલિકને આકર્ષીને પ્રથમસ્થિતિરૂ૫ કરે અને ઉદયાદિ સમયોમાં વિશેષહીન શ્રેણિઓ દલિકને પ્રક્ષેપે છે, અને આવલિકાથી ઉપર અસંખ્યગુણ દલિક પ્રક્ષેપે છે.
ટીકાર્ય :- ઉપશાંતમોહ ગુણસ્થાનકથી પડતો જીવ સંજ્વલન લોભ આદિ કર્મોને ક્રમથી અનુભવે છે. તે આ પ્રમાણે કહે છે પ્રથમથી જ સંજ્વલન લોભને, પછી જ્યાં માયાના ઉદયવિચ્છેદ સ્થાનથી શરૂ કરીને માયાને, પછી જ્યાં માનના ઉદયવિચ્છેદ સ્થાન છે ત્યાંથી માનને પછી જ્યાં ક્રોધ ઉદયવિચ્છેદ સ્થાન છે તે સ્થાનથી શરૂ કરીને ક્રોધને અનુભવે છે. આ જ ક્રમથી ઉદય સમય પ્રાપ્ત કર્યો તે કર્મોને અનુભવાને અર્થે તેઓની દ્વિતીયંસ્થિતિમાંથી, દલિકોને ખેંચી ખેંચીને પ્રથમ સ્થિતિરૂપ કરે છે. અને ઉદયાદિમાં ઉદય સમયની સ્થિતિને વિષે ઘણું અને પછી સ્થિતિઓમાં વિશેષહીન વિશેષહીન નાંખે છે. તે આ પ્રમાણે કહે છે-ઉદય સમયમાં ઘણાં દલિયા નાંખે પછી બીજા આદિ સમયને વિષે યથાક્રમે પાછળથી વિશેષહીન નાંખે તે જ્યાં સુધી ઉદયાવલિકાનો “અન્ય સમય આવે. પછી ઉદયાવલિકા ઉપર અસંખ્યયગણ નાંખે. તે આ પ્રમાણે કહે છે- ઉદયાવલિકાની ઉપર પ્રથમ સમયે તે પૂર્વના અનન્તર સમય ભાવિ દલિક નિક્ષેપની અપેક્ષાએ = અર્થાતુ ઉદયાવલિકાના અન્ય સમયની અપેક્ષાએ અસંખ્યયગુણ, તેથી પણ બીજા આદિ સમયને વિષે યથાક્રમે અસંખ્યયગુણ અસંખ્યયગુણ કહેવું, જ્યાં સુધી ગુણશ્રેણિનું શિર્ષ આવે. (તે પછીના એક સ્થાનમાં અસંખ્યયગુણહીન નાંખે) ત્યાંથી આગળ ફરી પણ ઉદયાવલિકામાં કહેલ ક્રમથી વિશેષહીન વિશેષહીન દલિક નિક્ષેપ કરે છે.
वेइज्जंतीणेवं, इयरासिं आलिगाइ बाहिरओ । ण हि संकमाणुपुविं, छावलिगोदीरणाणुप्पिं ।। ५९ ।। वेद्यमानानामेव-मितरासामु आवलिका बाह्यतः ।
न हि संक्रमानुपूर्व्या, षडावलिकोदिरणानामुपरि ॥ ५९ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ. (અનુસંધાણ પેઇઝ નંબર - ૨૬૫)
૫૭
૫૮
ગુણસ્થાનક પર ચડતાં પરિણામની અત્યંત વિશુદ્ધિ હોવાથી વધારે વધારે દલિકો ઉતારી ઉદય સમયથી આરંભી વધારે વધારે ગોઠવતો હતો અને નવો નવો સ્થિતિબંધ હીન હીન કરતો જતો હતો. હવે પડતાં પરિણામની મંદતા હોવાથી સ્થિતિબંધ વધારતો જાય અને ગુણશ્રેણિ વિલોમે કરે એટલે કે અસંખ્યયગુણહીન અસંખ્યયગુણહીન દલિક લઇને કરે છે. અંતરકરણ ઉપરની અપેક્ષાએ સમ કહ્યું છે. એટલે કે લોભનું જે સ્થિતિ સુધી અંતરકરણ કરે છે, માયા આદિ પ્રવૃતિઓનું પણ ત્યાં સુધી કરે છે. હવે ૧૧મા ગુણસ્થાનકથી પડતાં ઉદય તો દરેકનો સાથે થતો નથી, પરંતુ ક્રમપૂર્વક થાય છે. એટલે ઉપશમ સમ્યકત્વથી પડતાં અંતરકરણનો અમુક કાળ બાકી રહે અને બીજી સ્થિતિમાંથી ખેચી જેમ નીચે ગોઠવે છે તેમ અહીં પણ અંતરકરણનો અમુક કાળ બાકી રહે ત્યારે પહેલા લોભનો ઉદય થાય છે માટે લોભની બીજી સ્થિતિમાંથી દલિક ખેંચે અને ઉપર કહ્યા પ્રમાણે રચના કરે. ત્યારબાદ અંતર્મુહૂર્ત કાળે માયાનો ઉદય થાય છે. માટે અંતર્મુહુર્ત બાદ માયાની બીજી સ્થિતિમાંથી દલિક ખેંચી તેની ઉપર કહ્યા પ્રમાણે રચના કરે એ પ્રમાણે જે ક્રમે ઉપશમના કરી છે તેનાથી વિલોમ ક્રમે એટલે કે પડતાં જે ક્રમે જે પ્રકૃતિનો ઉદય થતો હોય તેની બીજી સ્થિતિમાંથી દલિક ખેંચી તેની રચના કરે. એટલે જ જેમ ક્રમ પૂર્વક ઉપશમ થયો હતો તેમ વિલોમે ઉદય પણ ક્રમપૂર્વક થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org