________________
૨૨૮
કર્મપ્રકૃતિ ભાગ -૨
છતે અવધિજ્ઞાનાવરણ - અવધિદર્શનાવરણ - લાભાંતરાયનો દેશઘાતિ અનુભાગને બાંધે છે. તેથી પણ સંખ્યાતા હજાર સ્થિતિબંધ ગયે છતે શ્રુતજ્ઞાનાવરણ - ભોગવંતરાય - અચક્ષુદર્શનાવરણના દેશઘાતિ અનુભાગને બાંધે છે. તેથી પણ સંખ્યાતા હજાર સ્થિતિબંધ અતિક્રાન્ત થયે છતે ચક્ષુદર્શનાવરણીયના દેશઘાતિ અનુભાગને બાંધે છે. તેથી પણ સંખ્યાતા હજાર સ્થિતિબંધ અતિક્રાન્ત થયે છતે “ સપરિમો' રિ-ઉપભોગાંતરાય સહિત મતિજ્ઞાનાવરણીયનો દેશઘાતિ અનુભાગ બાંધે છે. તેથી પણ હજારો સ્થિતિબંધ વ્યતીત થયે છતે વીયતરાયના દેશઘાતિ અનુભાગને બાંધે છે. અશ્રેણિગત એટલે ક્ષપકશ્રેણિ કે ઉપશમશ્રેણિને પામ્યા વગરના જીવો પૂર્વે કહેલ દાનાંતરાયાદિ કર્મો સર્વઘાતિ બાંધે છે, અર્થાત તેઓનો અનુભાગ સર્વઘાતિ બાંધે છે, એ પ્રમાણે અર્થ છે.
संजमघाईणंतर-मेत्थ उ पढमट्टिई य अन्नयरे । संजलणावेयाणं, वेइज्जतीण कालसमा ॥ ४२ ॥ संयमघातिनामन्तर - मत्र तु प्रथमस्थितिश्चान्यतरयोः ।
संज्वलनवेदयो - वेद्यमानयोः कालसमा ॥ ४२ ॥ ગાથાર્થ :- અહીં વળી સંયમઘાતિ કષાયોનું (૧૨ ક0 + ૯ નોક0 નું) અંતરકરણ કરે છે. ત્યાં સંજ્વલન અને વેદમાંની કોઇપણ વેદાની પ્રકૃતિની પ્રથમ સ્થિતિ ઉદયકાળ જેટલી હોય છે.
ટીકાર્ય :- વીયતરાયનો દેશઘાતિ અનુભાગ પછી સંખ્યાતા હજારો સ્થિતિબંધ ગયે છતે સંયમઘાતિ જે કર્મો અનંતાનુબંધિ સિવાયના ૧૨ કષાય અને ૯ નોકષાય એ ૨૧ પ્રકૃતિઓનું “સંતર' તિ- અંતરકરણ કરે છે. ત્યાં સંજ્વલન -૪ માં કોઇપણ એક સંજ્વલનનો ઉદય અને ત્રણ વેદમાંથી કોઇપણ એક વેદાતા વેદનો ઉદય થાય. તે વેદ કષાયકર્મની પ્રથમસ્થિતિ પોતપોતાના ઉદયકાલ પ્રમાણ કરે છે. અને બીજા ૧૧ કષાય અને ૮ નોકષાયની પ્રથમસ્થિતિ આવલિકા માત્ર કરે છે.
૩૭
અહીં ૧૨ કષાય અને ૯ નોકષાય એમ ૨૧ પ્રકૃતિનું અંતરકરણ કરે છે એમ કહ્યું છે, આ જ સ્થળે પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા ૬૦ માં પણ તે જ પ્રમાણે કહ્યું છે. અંતરકરણ એટલે ઉપશમ ભાવનું સમ્યક્ત્વ કે ચારિત્ર જેટલો કાળ રહેવાનું હોય લગભગ તેટલાં કાળમાં ભોગવાય તેટલાં દલિકોને ત્યાંથી દૂર કરી તેટલી (અંતર્મુહૂર્ત પ્રમાણ ભૂમિકા સાફ કરવી તે.).
હવે અહીં શંકા થાય છે કે તદ્દન- આ અંતરકરણ ક્રિયા એટલે કે અંતર્મુહૂર્તમાં ભોગવાય તેટલાં દલિકો દૂર કરી તેટલી ભૂમિ સાફ કરવાની ક્રિયા ૨૧ પ્રકૃતિની સાથે જ થાય છે કે ક્રમપૂર્વક ? જો સાથે જ થાય એટલે કે ૧૯ અનુદયવતી પ્રકૃતિની એક આવલિકા પ્રમાણ સ્થિતિ છોડીને અને ઉદયવતી પ્રકૃતિમાં ઉદય સમયથી આરંભી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ છોડીને ત્યાર પછીના અંતમુહૂર્ત ભોગવાય તેટલાં લિકો એક સ્થિતિઘાત જેટલાં કાળમાં એક સાથે જ દૂર થાય તો એમ થયું કે ૧૯ પ્રકૃતિના આવલિકા ઉપરના અને ઉદયવતી પ્રકૃતિના અંતર્મુહુર્ત પ્રમાણે પ્રથમસ્થિતિ ઉપરના અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં ભોગવાય તેટલાં દલિકો દૂર થઈ તેટલી ભૂમિકા ૨૧ પ્રકૃતિની એક સાથે સાફ થઇ ગઈ. જો એમ થાય તો જે જે પ્રકૃતિઓની ગુણશ્રેણિઓ ચાલુ છે તેની તેની ગુણશ્રેણિ દલરચના કેવી રીતે થાય તેના ઉત્તરમાં એમ સમજવાનું કે અહીં સ્પષ્ટ લખ્યું નથી તો પણ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ વખતે જેમ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ બે આવલિકા બાકી રહે ત્યારે ગુણશ્રેણિ બંધ પડે છે. એમ બતાવેલ છે તેમ અહીં પણ અંતરકરણ ક્રિયા કરી જે પ્રકૃતિઓની પ્રથમસ્થિતિ એક આવલિકા રાખે છે. તેઓની તે જ વખતે અને જે ઉદયવતી પ્રવૃતિઓની પ્રથમસ્થિતિ ઉદયકાળ પ્રમાણ અંતર્મુહુર્ત રાખે છે, તેઓની પ્રથમસ્થિતિ બે આવલિકા પ્રમાણ બાકી રહે ત્યારે ગુણશ્રેણિ બંધ પડે છે. અને પ્રથમ ગુણશ્રેણિ દ્વારા અંતરકરણના અમુક ભાગમાં જે દલિક ૨ચના થઇ હતી તે પણ અંતરકરણના લિકની સાથે જ દર થઇ જાય છે. એમ ૨૧ પ્રકૃતિઓની અંતરકરણ કરવાની ક્રિયા એક જ સાથે શરૂ થાય છે. અને સમાપ્ત પણ સાથે જ થાય છે. - અહીં કદાચ એવી પણ શંકા થાય કે ૨૧ માંથી ૧૯ પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ એક જ આવલિકા હોય છે તેથી ત્યાર પછીની અંતરકરણ કરેલ અંતર્મુહૂર્ત પ્રમાણ જગ્યામાં દલિક હોતાં નથી તો પછી ક્રોધોદયે શ્રેણિ માંડનારને માન-માયા અને લોભ વિગેરેનો પછી ક્રમશઃ ઉદય કયાંથી થાય ? તેના ઉત્તરમાં એમ સમજવાનું કે અહીં સ્પષ્ટ લખેલ નથી પરંતુ જેમ લપકશ્રેણિમાં ક્રોધોદયે શ્રેણિ માંડનારને ક્રોધની પ્રથમસ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે માન વગેરે ત્રણનું અંતરકરણ થયેલ હોવાથી ત્યાં દલિકો છે જ નહીં છતાં બીજી સ્થિતિમાં રહેલ માનના દલિકોને આકર્ષી નીચે લાવી અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં ભોગવાય તેટલી પ્રથમસ્થિતિ બનાવી દે છે અને માનની પ્રથમસ્થિતિ એક આવલિકા રહે ત્યારે માયાની અને માયાની પ્રથમ સ્થિતિ એક આવલિકા રહે ત્યારે લોભની દ્વિતીયસ્થિતિમાંથી દલિકોને આકર્ષ અંતર્મુહૂર્ણ કાળ પ્રમાણ અનુક્રમે માયા અને લોભની પ્રથમસ્થિતિ બનાવે છે અને વેદે છે, તેમ ઉપશમશ્રેણિમાં પણ ક્રોધોદયે શ્રેણિ માંડનારને ક્રોધની પ્રથમસ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે માનનું અંતરકરણ કરેલ હોવાથી ત્યાં દલિકો નથી પરંતુ માનની ઉપરની સ્થિતિમાંથી દલિકો નીચે લાવી અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમસ્થિતિ બનાવી વેદે છે. તે જ પ્રમાણે માયા અને લોભ માટે પણ સમજવું
અહીં કદાચ આવો પ્રશ્ન થાય કે આમ કરવાની શી જરૂર છે ? તો તેના ઉત્તરમાં એમ સમજવું કે જેમ લપકશ્રેણિમાં કરે છે તેમ અહીં પણ કરે છે એમાં જીવ સ્વભાવ જ કારણ છે..... તેથી અહીં બીજો કોઈ વિકલ્પ કરવો નહીં(તત્ત્વ કેવલી ગમ)
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org