________________
ઉપશમનાકરણ
૨૨૭
તદનંતર આ જ વિધિ વડે હજારો સ્થિતિબંધ ગયે છતે ૩૦ કોકોસાડ સ્થિતિસત્તાવાળા જ્ઞાનાવરણ-દર્શનાવરણઅંતરાય એ ૩ કર્મના સ્થિતિબંધથી ૨૦ કોકોસાળ વાળા નામ-ગોત્ર અધિક થાય છે. અહીં અલ્પબદુત્વ આ પ્રમાણે છે-મોહનીયનો સ્થિતિબંધ સર્વથી અલ્પ, તેથી જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાય એ ૩ કર્મનો અસંખ્યયગુણ, સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય, તેથી પણ નામ-ગોત્રનો અસંખ્યયગુણ, સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય, તેથી પણ વેદનીયનો સ્થિતિબંધ *વિશેષાધિક છે. ૫
સંg:
JOID' ત્તિ- એટલે જ્યાં મોહનીયનો સ્થિતિબંધ જ્ઞાનાવરણીયાદિથી અસંખ્યયગુણહીન થાય છે. તેથી આગળ સર્વ પણ ઠેકાણે મોહનીયનો અસંખ્યયગુણહીન થાય છે. તેથી આગળ સર્વ પણ ઠેકાણે મોહનીયનો અસંખ્યયગુણહીનના ક્રમથી જ આવે છે. તથા ત્રીજા વેદનીયકર્મ ૨૦ કોકોસાળ વાળા નામ-ગોત્રથી વિશેષાધિક થયેલ સર્વત્ર જગ્યાએ પણ વિશેષાધિક જ ક્રમથી સ્થિતિબંધ પ્રવર્તે છે.
अहुदीरणा असंखेज समयबद्धाण देसघाइ त्थ । दाणंतरायमणपज्जवं च तो ओहिदुगलाभो ।। ४० ।। सुयभोगाचक्खूओ, चक्खू य ततो मई सपरिभोगा । विरियं च असेढिगया, बंधति ऊ सबाघाईणि ।। ४१ ।। अथोदीरणाऽसङ्ख्येय - समयबद्धानां देशघात्यत्र । दानान्तरायमन:पर्यवयोः, च ततोऽवधिद्धिकलाभयोः ।। ४० ।। श्रुतभोगाचक्षुषां, चक्षुषश्च ततः मतेः सपरिभोगस्य । वीर्यं चाऽश्रेणिगता, बध्नन्ति त सर्वघातीनि ।। ४१ ।।
ગાથાર્થ :- હવે ઉદીરણા અસંખ્ય સમયબદ્ધ કર્મની પ્રવર્તે છે, તદનંતર દાનાંતરાય ને મન:પર્યવનો રસ દેશઘાતિ કરે છે, તદનંતર અવધિદ્ધિક અને લાભાંતરાયને દેશધાતિ પણે બાંધે છે. તે ૪૦ ||
તદનંતર શ્રતાવરણ -અચક્ષુદર્શ0 અને ભોગાંતરાયને દેશઘાતિ બાંધે છે, તદનંતર ચક્ષુદર્શ0 ને તદનંતર મત્યાવરણ અને ઉપભોગાન્તરાયને, અને તદનંતર વર્યાન્તરાયને દેશઘાતિ બાંધે છે. અને અશ્રેણિગત જીવો પૂર્વોક્ત પ્રકૃતિઓને સર્વઘાતિપણે જ બાંધે છે. ૪૧ || ટીકાર્થ :- “ગર' શબ્દ અન્ય અધિકાર સૂચક છે, જે કાલે સર્વ કર્મોનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્ય ભાગ માત્ર
ય છે તે કાલે અસંખ્ય સમયબદ્ધ જ કર્મોની ઉદીરણા પ્રવર્તે છે. કારણ કે તેટલાં જ માત્ર સ્થિતિબંધકરણમાં બધ્યમાન પ્રકૃતિ સ્થિતિની અપેક્ષાએ જે પૂર્વબદ્ધ સમયાદિ હીન સ્થિતિઓ જ ઉદીરણામાં આવે છે, પણ બીજી સ્થિતિ ઉદીરણામાં ન આવે. અને તે લાંબા કાળે બાંધેલ ઘણીખરી સ્થિતિઓ ક્ષય થયેલ હોવાથી અસંખ્યય સમયે બાંધેલની જ ઉદીરણા સંભવે છે. (પરંતુ માસો અને વર્ષો પહેલાના બંધાયેલાં કર્મોની ઉદીરણા થતી નથી.)
તદનંતર હજારો સ્થિતિબંધ ગયે છતે પરિગલિત થયેલ આ પ્રસ્તાવમાં દાનાંતરાય અને મન:પર્યવજ્ઞાનાવરણને દેશધાતિ બાંધે છે. આ બન્નેનો અનુભાગ દેશઘાતિને બાંધે છે, એ પ્રમાણે અર્થ છે. તદનંતર હજારો સ્થિતિબંધ ગયે ૩૪ આ સ્થળે પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા -૫૭માં અસંખ્ય ગુણ કહ્યો છે. ૩૫ જેમ બંધમાં સ્થિતિ ઓછી થાય છે તેમ સત્તામાંથી પણ ઓછી થાય છે. એટલે સત્તા સંબંધે અલ્પબદુત્વ પણ બંધ પ્રમાણે જ સમજી લેવાનું
છે. હવે પછી અલ્પબદુત્વ આ જ પ્રમાણે રહે છે. કર્મપ્રકૃતિ ચૂર્ણિકાર અનુસાર બધા અલ્પબદુત્વ બંધના છે. સત્તા અંતઃકોડાકોડી સાગરોપમ હોય છે. માટે અલ્પબદુત્વ નામ-ગોત્રનું અલ્પ, જ્ઞાના-દર્શ૦-અંત, વેદનીય વિશેષાધિક, તેથી મોહનીય વિશેષાધિક એ પ્રમાણે અલ્પબદુત્વ છે. અથવા કેટલાકના મતે અસંખ્ય સમયબદ્ધ ઉદીરણાનો આવો પણ અર્થ થાય છે કે... વિવલિત એક સમયે દલિકોનો જે જથ્થો બંધાય છે તે સમયમબદ્ધ' કહેવાય છે. આવા અસંખ્ય સમયોમાં બંધાયેલા દલિકનો જથ્થો એ અસંખ્ય સમયમબદ્ધ દલિક કહેવાય. પ્રતિસમય આટલા જથ્થામાં દલિકોની ઉદીરણા થવી એ અસંખ્ય સમયબદ્ધ ઉદીરણા કહેવાય છે.
૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org