________________
૨૧૪
કર્મપ્રકૃતિ ભાગ -૨
પછી અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. અને ત્યાં પ્રવેશ થયે છતે પ્રથમ સમયથી જ શરૂ કરીને અપૂર્વકરણની જેમ ગુણશ્રેણિ-સ્થિતિઘાત-રસઘાત અને સ્થિતિબંધ કરવાની શરૂઆત કરે છે. અને અનિવૃત્તિકરણના પ્રથમ સમયે જ દર્શનત્રિકની દેશોપશમના–નિધત્તિકરણ અને નિકાચનાકરણનો વિચ્છેદ થાય છે. દેશોપશમનાવિગેરે ત્રણ કરણોમાંથી એક પણ કરણ ત્યારથી માંડીને દર્શનત્રિકમાં પ્રવર્તે નહીં, એ પ્રમાણે અર્થ છે. અને અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી જ શરૂ કરીને સ્થિતિઘાતાદિથી ઘાત પામતી જે દર્શનત્રિકની સ્થિતિસત્તા તે હજારો સ્થિતિખંડ ગયે છતે અસંજ્ઞિ પંચેન્દ્રિય સ્થિતિસત્તા સમાન કરે છે. તેથી હજાર પૃથકત્વ સ્થિતિખંડોનો ઘાત થયે છતે ચઉરિન્દ્રિય સમાન સ્થિતિસત્તા થાય છે. તેથી પણ તેટલાં જ માત્ર સ્થિતિખંડો ગયે છતે (નો ઘાત થયે છતે) તે ઇન્દ્રિય સમાન સ્થિતિસત્તા થાય છે. તેથી પણ તેટલાં જ માત્ર સ્થિતિખંડો ગયે છતે (નો ઘાત થયે છતે) બેઇન્દ્રિય સમાન સ્થિતિસત્તા થાય છે. તેથી પણ તેટલાં જ માત્ર સ્થિતિખંડો ગયે છતે (નો ઘાત થયે છતે) એકેન્દ્રિય સમાન સ્થિતિસત્તા થાય છે. તેથી પણ તેટલાં જ સ્થિતિખંડો ગયે છતે (નો ઘાત પામે છતે) પલ્યોપમ માત્ર પ્રમાણ સ્થિતિસત્તા રહે છે. અને આ કથન ચૂર્ણિકારોના મતને અનુસરીને કહ્યું છે. અને પંચસંગ્રહના મતે પલ્યોપમનો સંખ્યયભાગ માત્ર જાણવો. તે આ પ્રમાણે પંચસંગ્રહ-ઉપશમનાકરણની ગાથા -૪૦ માં કહ્યું છે કે -“ દ્ધિહસ્સારું વજે મામિ ના વિસિંહજો હંસગતિ તો ગાણ I ” (અર્થ- અનુક્રમે અસંજ્ઞિ અને ચઉરિયિાદિ તુલ્ય સ્થિતિની સત્તા થાય છે. એકેક આંતરામાં હજારો સ્થિતિઘાત થાય છે. ત્યાર પછી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિની સત્તા બાકી રહે છે, અને તે વખતે જે થાય છે તે કહે છે.)
એક એકના આંતરામાં એટલે કે અસંજ્ઞિ પંચેન્દ્રિય ચઉરિઝિયાદિ સમાન સ્થિતિસત્તાવાળા થનારાઓની અંતરાલમાં એ પ્રમાણે અર્થ છે. અને ત્યાર પછી એક સંખ્યાતમો ભાગ છોડીને બાકીની સર્વ દર્શનત્રિકની સ્થિતિસત્તાનો વિનાશ કરે, ત્યાર પછી તેનો પણ એટલે પૂર્વે જે એક સંખ્યાતમો ભાગ મુક્યો છે તેમાંથી પણ એક સંખ્યામા ભાગને છોડીને બાકીના સંખ્યાતાભાગોનો વિનાશ કરે છે. એ પ્રમાણે હજારો સ્થિતિઘાત જાય.
અને ત્યાર પછી મિથ્યાત્વના અસંખ્ય ભાગોને, અને સમ્યકત્વ અને મિશ્રના સંખ્યયભાગોને વિનાશ કરે છે. આ વિધિથી ઘણાં સ્થિતિખંડો નાશ થયે છતે મિથ્યાત્વનું દલિક ઉદયાવલિકા રહિત સર્વ પણ દલિકનો ક્ષય કરે છે. આવલિકા માત્ર દલિક બાકી રહે છે. સમ્યક્ત્વ અને મિશ્રનું દલિક પલ્યોપમના અસંખ્યયભાગ માત્ર બાકી રહે છે. અને આ સ્થિતિખંડોનો ઘાત કરતાં મિથ્યાત્વના દલિકો સમ્યકત્વ અને મિશ્રમાં નાંખે છે, મિશ્રના દલિકોને સમ્યકત્વમાં નાંખે છે. તથા સમ્યકત્વના દલિકોને સ્વસ્થાને નીચેની સ્થિતિમાં નાંખે છે. અને પુનઃ આવલિકા પ્રમાણ રહેલા મિથ્યાત્વ દલિકને તિબુકસંક્રમ વડે સમ્યકત્વમાં નાંખે છે.
ત્યાર પછી સમ્યકત્વ અને મિશ્રના અસંખ્યાતભાગોને વિનાશ કરે છે, અને એક અસંખ્યાતમો ભાગ બાકી રાખે છે. પછી તેના પણ અસંખ્ય ભાગોનો એક ભાગ બાકી રાખી વિનાશ કરે છે. એ પ્રમાણે કેટલાક સ્થિતિખંડો ગયે છતે મિશ્રના દલિકોને આવલિકા માત્ર બાકી રહે છે, અને ત્યારે સમ્યક્ત્વની સ્થિતિસત્તા ૮ વર્ષ પ્રમાણ રહે છે. અને તે ૮ વર્ષ પ્રમાણ સમ્યકત્વની સત્તાવાળો જીવ નિશ્ચયનયના મતથી સર્વ વિઘ્નોનો નાશ થવાથી દર્શનમોહનીયનો ક્ષપક કહેવાય
પછી નિશ્ચયનયના મતે ક્ષેપક થયેલ જીવ આગળ સમ્યકત્વના અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિખંડને ઉવેલ છે, અર્થાત્ ઘાત કરે છે = નાશ કરે છે. તે ઉવેલેલા દલિકને ઉદય સમયથી શરૂ કરીને નાંખે છે. તે આ પ્રમાણે ઉદય સમયે થોડા, પછી બીજા સમયે અસંખ્યયગુણ, તેથી પણ ત્રીજા સમયે અસંખ્યયગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી ગુણશ્રેણિનું શિર થાય. તેથી આગળ-વિશેષહીન વિશેષહીન ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અન્ય સ્થિતિ આવે.
૨૭ ત્રણે દર્શનમોહનીપમાં સ્થિતિઘાત થાય છે, પરંતુ તેનું પ્રમાણ ઓછું વધતું હોય છે. કેમ કે જેનો પહેલાં ઘાત થવાનો હોય તેના સ્થિતિઘાતનું
પ્રમાણ મોટું હોય, અન્યમાં કંઇક જાનું હોય છે. અથવા ત્રણેનો સરખો ભાગ હોવા છતાં જ્યારે પ્રથમ બે મિથ્યાત્વ મિશ્રમાં છેલ્લો સ્થિતિઘાત આવે ત્યારે તે બાકી રહેતા કર્મના સ્થિતિઘાત કરતાં મોટો હોય છે. મિથ્યાત્વનો છેલ્લો સ્થિતિઘાત-મિશ્ર સમ્યકત્વના સ્થિતિઘાતથી મોટો હોય છે. મિશ્રનો છેલ્લો સ્થિતિઘાત સમ્યકત્વના
સ્થિતિઘાત કરતાં મોટો હોય છે. ૨૮ અહીં દર્શનમોહનીયના લયના અધિકારમાં એકલી જ ગુણશ્રેણિ જ્યારે થતી હોય છે. ત્યારે દલિકોની રચના ગુણ શ્રેણિના શિર સુધી જ થાય
છે. અને ઉદ્વલના તથા ગુણશ્રેણિ બંને જ્યાં લાગુ પડેલા હોય છે ત્યાં ગુણશ્રેણિના શિર સુધી પૂર્વ-પૂર્વ સ્થાન કરતાં ઉત્તર - ઉત્તર સ્થાનમાં અસંખ્યાત અસંખ્યાતગુણ દલિક ગોઠવે છે. અને ત્યાર પછીના સ્થાનોમાં જેનો સ્થિતિઘાત થાય છે તે છોડીને બાકીનામાં થોડા થોડા ગોઠવાય છે, જેનો સ્થિતિઘાત થાય છે ત્યાં બિલકુલ ગોઠવાતા નથી, આ ક્રમ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org