________________
૨૧૦
કર્મપ્રકૃતિ ભાગ -૨
-: અથ ૪થી અનંતાનુબંધિ વિસંયોજના પ્રરૂપણા -)
चउगइया पज्जत्ता, तिन्नि वि संयोयणा विजोयंति । करणेहिं तीहिं सहिया, नंतरकरणं उवसमो वा ।। ३१ ।। चतुर्तिकाः पर्याप्ता-स्त्रयोऽपि संयोजनान वियोजयन्ति ।
करणैत्रिभिः सहिता, नाऽन्तरकरणमुपशमो वा ।। ३१ ॥ ગાથાર્થ :- ચારે ગતિના પર્યાપ્તા તે પણ યથાયોગ્ય અવિરત દેશવિરત અને સર્વવિરતિ એ ત્રણે પ્રકારના જીવો સંયોજના (અનંતાનુબંધિ) કષાયને વિસંયોજે છે. તે વિસંયોજના ૩ કરણ સહિત હોય છે. પરંતુ અહીં (અનંતાનુબંધિનું) અંતરકરણ તથા ઉપશમ ન થાય.
ટીકાર્ય :- તે પ્રમાણે દેશવિરતિ અને સર્વવિરતિ લાભ પ્રરૂપણા કરી, હવે અનંતાનુબંધિની વિસંયોજના કહેવાય છે. અહીં પ્રશ્ન થાય છે કે ચારિત્રમોહનીય ઉપશમનાના અધિકારમાં આ અનંતાનુબંધિની વિસંયોજનાનું વર્ણન = કહેવું અસંગત છે, અર્થાતુ બંધબેસતુ નથી. તો જવાબ આપે છે કે જે ચારિત્રમોહનીયની ઉપશમના શરૂ કરે છે તે અવશ્ય અનંતાનુબંધિની વિસંયોજના કરે છે. તેથી તે વિસંયોજના અહીં અવશ્ય કહેવા યોગ્ય છે. તે પ્રતિજ્ઞાત વિધિને કહે છે.
ચારે ગતિવાળા નારકી-તિર્યંચ-મનુષ્ય અને દેવો સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા એવા અવિરત-દેશવિરત અને સર્વવિરતિવાળા એ ત્રણે જીવો અનંતાનુબંધિની વિસંયોજના એટલે નાશ કરે છે. ત્યાં અવિરત સમ્યગુદૃષ્ટિ ચારેગતિવાળા, દેશવિરત તે તિર્યંચ કે મનુષ્ય, અને સર્વવિરત તે મનુષ્યો જ હોય છે. કેવા પ્રકારના જીવો વિસંયોજના કરે છે? તો કહે છે - ત્રણ કરણ સહિત જીવો અનંતાનુબંધિની વિસંયોજના કરે છે. અહીં કરણોનું સ્વરૂપ જે પ્રમાણે સમ્યકત્વ ઉત્પાદન અધિકારમાં કહ્યું તે પ્રમાણે અહીં પણ કહેવું વિશેષ એ કે અહીં અંતરકરણ ન કહેવું, તેના અભાવથી ઉપશમ પણ ન કહેવું, “' શબ્દ “ણિ' અર્થમાં છે, એ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો.
ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે-અનંતાનુબંધિના લય માટે તૈયાર થયેલ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણો પૂર્વની જેમ કરે છે. વિશેષ અહીં એ છે કે અપૂર્વકરણમાં પ્રથમ સમયથી જ શરૂ કરીને અનંતાનુબંધિનો ગુણસંક્રમ પણ કહેવો. તે આ પ્રમાણે -અપૂર્વકરણના પ્રથમ સમયે અનંતાનુબંધિના દલિકને શેષ કષાયરૂપ પરપ્રકૃતિમાં અલ્પ સંક્રમાવે છે, તેથી બીજા સમયે અસંખ્ય ગુણ, તેથી પણ ત્રીજા સમયે અસંખ્યગુણ દલિકને સંક્રમાવે છે, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અપુર્વકરણનો છેલ્લો સમય આવે, આ ગુણસંક્રમ છે. અને તે પ્રથમ સ્થિતિખંડની સ્થિતિની અપેક્ષાએ ઘણી સ્થિતિ, નીચેની બીજા આદિ સ્થિતિખંડોની વિશેષ-વિશેષહીનનો જે વાત કરે છે, તેનાથી જે ઉવલનાસંક્રમ તે તદનુવિદ્ધ જાણવો. તે જ ઉદૂવલનાસંક્રમથી અનુવિદ્ધ ગુણસંક્રમથી અપૂર્વકરણમાં અનંતાનુબંધિની શેષ પ્રકૃતિરૂપપણે કરીને નાશ કરે છે.
અને અનિવૃત્તિકરણમાં વર્તતો છતો ગુણસંક્રમાનુવિદ્ધ ઉદ્વલનાસંક્રમથી બાકીની અનંતાનુબંધિનો સર્વથા વિનાશ કરે છે, પરંતુ નીચે એક આવલિકામાત્ર સ્થિતિને બાકી રાખે છે, અને તે પણ તિબુકસંક્રમથી વેદાતી પ્રવૃતિઓમાં સંક્રમાવે છે.'' તદનંતર અનિવૃત્તિકરણને અન્ને બાકીના કર્મોનો સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણિ થતી નથી, પરંતુ જીવ સ્વભાવસ્થ જ રહે છે. અહીં મોહનીયની ૨૪ની સત્તાવાળો થાય છે. તે પ્રમાણે અનંતાનુબંધિની ક્ષપણા કહી. (યંત્ર નં-૧૩ જુઓ)
૨૫
અનિવૃત્તિકરણમાં તો પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અનંતગુણ વિશુદ્ધિ હોય છે તેથી ઉદ્વલનાનુવિદ્ધ ગુણસંક્રમ વડે અનંતાનુબંધિનો ઉદયાવલિકા છોડી સર્વથા નાશ કરે છે. અહીં એક શંકા થાય છે કે અનિવૃત્તિકરણ કયારે પૂર્ણ થાય ? છેલ્લી ઉદયાવલિકા ક્ષય થયા બાદ કે પહેલાં ? આ વિષયમાં મને તો એમ લાગે છે કે છેલ્લો ખંડ ક્ષય થયા બાદ કોઇ કાર્ય નહી રહેલું હોવાથી અને અહીં અનંતાનુબંધિના થાય માટે જ કરશો કર્યા હતાં તે કાર્ય પૂર્ણ થયું એટલે ઉદયાવલિકા બાકી રહે અને કરણ પૂર્ણ થાય. જેમ સમ્યકત્વમોહનીયના છેલ્લા ખંડનો ક્ષય થયે છતે કતકરણ થાય છે તેમ અનંતાનુબંધિના છેલ્લા ખંડનો નાશ થાય અને અનિવૃત્તિકરણ પૂર્ણ થાય એ ઠીક જણાય છે. ત્રીજું કરણ પૂર્ણ થયા પછી ઉદયાવલિકા જે રહી છે તે તિબુકસંક્રમદ્વારા દૂર થઇ જાય છે. તથા “ત્યારબાદ અંતર્મુહૂર્ણ પછી” એમ જે લખ્યું છે તેનો સંબંધ અનિવૃત્તિકરણ સાથે હોય તેમ જણાય છે. એટલે અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી અંતર્મુહૂર્ત ગયા બાદ અન્ય કર્મોમાં પણ સ્થિતિઘાતાદિ થતા નથી પણ સ્વભાવસ્થ થાય છે. સ્વભાવસ્થ થાય છે-એટલે જે ગુણઠાણે અનંતાનુબંધિની વિસંયોજના શરૂ કરી હોય તે ગુણઠાણે જેવા સ્વાભાવિક પરિણામ હોય તેવા પરિણામવાળો થાય છે. અથવા એમ પણ હોય કે છેલ્લો ખંડ અને ઉદયાવલિકા અનિવૃત્તિકરણમાં જ ખલાસ થાય અને ત્યાર બાદ અંતર્મુહૂર્ત પછી શેષ કર્મોમાં સ્થિતિધાતાદિ ન થાય, સ્વાભાવસ્થ થાય. ટીકામાં “અનિવૃત્તિવાસાને” એ જે લખ્યું છે તેનો અર્થ એમ જણાય છે કે અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી અંતર્મુહૂર્ત બાદ અન્ય કર્મોમાં સ્થિતિઘાતાદિ ન થાય. આમ હોવાનું કારણ કોઇપણ ગુણ પ્રાપ્ત થયા પછી અંતર્મુહુર્ત ચડતાં પરિણામવાળો જ રહે છે, જેમ કે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી, દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત થયા પછી અંતમુહૂર્ત સુધી અવશ્ય ચડતાં પરિણામવાળો જ રહે છે, એમ જણાવ્યું છે. તે પ્રમાણે અનંતાનુંબંધિની વિસંયોજના કર્યા પછી પણ અંતમુહૂર્ત ચડતાં પરિણામવાળો રહે. ચડતાં પરિણામવાળો રહે ત્યાં સુધી અન્ય કર્મમાં સ્થિતિઘાતાદિ થાય. ત્યાર બાદ ન થાય = એમ જણાય છે. પછી તત્ત્વ કેવળી ગમ્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org