________________
ઉપશમનાકરણ
૨૦૯
તથા બે કરણ પૂર્ણ થયે છતે પછી દેશવિરતિ કે સર્વવિરતિ પામ્યો છતો ઉદયાવલિકાથી ઉપર ગુણશ્રેણિની રચના કરે છે, અને તે પણ તેટલાં જ અંતર્મુહૂર્ત પ્રમાણવાળી દરેક સમયે દલિક રચના અપેક્ષાએ અસંખ્યગુણવૃદ્ધિ પામતી એવી ગુણશ્રેણિને રચે છે. અંતર્મુહૂર્ત સુધી ગુણશ્રેણિ રચે છે, તો કહે છે દેશવિરતિ કે સર્વવિરતિ પામ્યા પછી અનન્તર તે દેશવિરતિ કે સર્વવિરતિ જીવને અંતર્મુહૂર્ત કાલ સુધી અવશ્ય વધતાં પરિણામ હોય છે. પછી તેટલાં માત્ર ગુણશ્રેણિ કરે કે આગળ પણ વધે તે નિયમ નથી. તે આ પ્રમાણે કહે છે-કોઇ જીવને વધતાં પરિણામ હોય છે, કોઇ જીવને ઘટતાં = ઓછા થતા પરિણામ હોય છે, અને કોઇ જીવને તેટલાં જ પરિણામ હોય છે. તેથી જો વધતાં પરિણામ હોય તો આગળ પણ ગુણશ્રેણિ વધારે છે, અને ઓછા થતા પરિણામ હોય તો ગુણશ્રેણિ ઓછી કરે છે, તેટલાં જ પરિણામ હોય તો તેટલી જ ગુણશ્રેણિ રહે છે. સ્વભાવસ્થ કે હીન પરિણામ હોય ત્યારે દેશવિરતિ કે સર્વવિરતિવાળા જીવ સ્થિતિઘાત-રસઘાત કરતા નથી.
परिणामपच्चयाओ, णाभोगगया गया अकरणा उ । गुणसेढी सिं निच्चं, परिणामा हाणिवुडिजुया ।। ३० ।। परिणामप्रत्ययादनाभोगगता गता अकरणास्तु ।
गुणश्रेणिस्तेषां नित्यं, परिणामाद्धानिवृद्धियुता ।। ३० ।। ગાથાર્થ - પરિણામહાનિના હેતુથી અનાભોગપણે જેઓ દેશવિરત્યાદિભાવથી ઉતરી ગયા છે (ભ્રષ્ટ થયા છે, તે જીવો કરણ કર્યા વિના જ પુનઃ તે ભાવને પામે છે. તથા દેશવિરતિ અને સર્વવિરતિ એ બન્ને સંબંધી ગુણશ્રેણિ નિત્ય પરિણામની હાનિ વૃદ્ધિ યુક્ત હોય છે.
ટીકાર્થ:- પરિણામ પ્રત્યયથી એટલે પરિણામ હાનિરૂપ કારણથી અનાભોગપણે = આભોગના અભાવથી એટલે ઉપયોગ રહિતપણે દેશવિરતિ પરિણામથી પરિભ્રષ્ટ થઇને અવિરતિને પામેલા, અથવા સર્વવિરતિ પરિણામથી પરિભ્રષ્ટ થઇને દેશવિરતિ કે અવિરતિએ ગયેલા ફરી પણ તે જ પૂર્વ પામેલા દેશવિરતિ કે સર્વવિરતિને પામે તો અકરણ એટલે કરણ કર્યા વિના જ પામે છે. વળી જે આ ભોગપણે એટલે ઉપયોગ પૂર્વક દેશવિરતિ કે સર્વવિરતિથી પડેલા મિથ્યાત્વને પામેલા તે ફરી પણ જઘન્યથી અંતર્મુહૂર્ત કાલથી અને ઉત્કૃષ્ટ ઘણાં કાલથી દેશવિરતિ કે સર્વવિરતિ પામે તો પૂર્વ કહેલ રીતે ‘કરણ કરવા પૂર્વક જ પામે છે.
તથા જ્યાં સુધી દેશવરિતિ કે સર્વવિરતિનું પાલન કરે ત્યાં સુધી દરેક સમયે સમયે ગુણશ્રેણિ પણ કરે છે. વિશેષ એ કે અહીં પરિણામો હાનિ વૃદ્ધિથી યુક્ત હોય છે. તે આ પ્રમાણે વધતાં પરિણામવાળો જીવ તે પરિણામ અનુસારેથી કયારેક અસંખ્ય ભાગાધિક કયારેક સંખ્યયભાગાધિક, કયારેક સંખ્યયગુણાધિક, અને કયારેક અસંખ્યયગુણાધિક દરેક સમયે ગુણશ્રેણિને કરે છે. અને ઘટતાં પરિણામવાળો જીવ પૂર્વ કહેલ ચાર પ્રકારે હાનિ થાય છે. અને અવસ્થિત એટલે તેટલાં જ પરિણામવાળો તેટલાં જ પ્રમાણવાળી ગુણશ્રેણિ કરે છે. અને પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા-૩૩માં કહ્યું છે. “રિણામપત્રણ રવિ દારૂ વ ા ા પરિણાનવઢિયા ગુઢ તરિય રાડુ '' (અર્થ :- પરિણામરૂપ નિમિત્ત વડે ગુણશ્રેણિ ચાર પ્રકારે ઘટે છે, અથવા વધે છે, અવસ્થિત પરિણામે તેટલી જ રચે છે.) અને આ રચના દલિક અપેક્ષાએ જાણવી. કાલથી તો હંમેશા તેટલાં જ પ્રમાણની હોય છે. અને નીચેના સમયોને અનુભવતાં જેમ જેમ સમયો ક્ષય થતા જાય છે, તેમ તેમ ઉપરના સમયોમાં દલિક નિક્ષેપ અધિકાધિક થતો જાય છે.
| ઇતિ રજી-૩જી દેશવિરતિ-સર્વવિરતિ લાભ પ્રરૂપણા સમાપ્ત
દેશવિરતિ કે સર્વવિરતિ પામે તે સમયથી જીવ ગુણશ્રેણિ કરે છે. તે ગુણશ્રેણિ દેશ કે સર્વવિરતિ ગુણ ટકે ત્યાં સુધી થયા કરે છે. તે ગુણશ્રેણિની રચના અંતર્મુહૂર્ત કાલ પ્રમાણમાં થાય છે. તે કાલ નાનો મોટો થતો નથી. પરંતુ એક સરખો રહે છે. તેમાં દેશવિરતિના અંતમુહૂર્ત કરતાં સર્વવિરતિનું અંતર્મુહૂર્ણ સંખ્યાતગુણ નાનું છે. દલિકની અપેક્ષાએ દેશ કે સર્વવિરતિ ગુણ પ્રાપ્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં અનંતગુણ વિશુદ્ધિ વધતી હોવાથી, જેમ શેષ કર્મના સ્થિતિઘાત રસઘાત પ્રવર્તે છે, તેમ ગુણશ્રેણિ પણ અસંખ્યગુણ અસંખ્ય ગુણ લિક લઇને પ્રવર્તે છે. પરંતુ અંતમુહૂર્ત બાદ વિશુદ્ધિ વધે પણ ખરી, તેટલી પણ રહે, અને તેથી ઓછી પણ થાય. તેથી ગુણશ્રેણિ માટે લેવાતા દલિકોની સંખ્યા વધે ખરી, ઘટે ખરી ,
અને તેટલી પણ રહે. આ લીધેલા દલિકો ગોઠવવાનો ક્રમ અસંખ્યગુણાકારે રહે છે, માટે તેને ગુણશ્રેણિ કહેવાય છે. ૨૪ આભોગે પડેલા ક્લિષ્ટ પરિણામી હોય છે તેથી તેઓ કરણ કર્યા વિના ચડી શકતા નથી. અને કોઇ એવા જ પ્રકારના ઉદયથી અનાભોગે
પડેલા હોય તેઓના તથા પ્રકારના ક્લિષ્ટ પરિણામ નહિ થવાથી કરણ કર્યા વિના જ ચડી જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org