________________
૨૦૪
કર્મપ્રકૃતિ ભાગ -૨ આ ઔપથમિક સમ્યકત્વનો જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા બાકી રહે ત્યારે કોઇ જીવ “માસીન'= એટલે કે સાસ્વાદન ભાવને પામે છે. તદનન્તર તે જીવ નિશ્ચયથી મિથ્યાત્વને જ પામે છે. અને ઔપશમિક સમ્યગુદૃષ્ટિ ત્યાં સુધી જાણવો કે જ્યાં સુધી “અંતરકરણમાં રહેલો હોય છે. પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા ૨૮માં કહ્યું છે.“ઉવસંતકંસને સો સત્તાવાર મિો ના'' (અર્થઃ- જ્યાં સુધી અંતરકરણમાં રહેલો છે ત્યાં સુધી ઉપશમસમ્યકત્વી છે.)
सम्मदिट्ठी नियमा, उवइटें पवयणं तु सद्दहइ । सद्दहइ असभावं, अजाणमाणो गुरुनियोगा ।। २४ ॥ सम्यग्दृष्टिनियमा-दुपदिष्टं प्रवचनं तु श्रद्दधाति ।।
श्रद्दधात्यसद्भावम्, अजानान् गुरुनियोगात् ॥ २४ ॥ ગાથાર્થ :- સમ્યગુદૃષ્ટિ જીવ ગુરુએ ઉપદેશેલા પ્રવચનને નિશ્ચયથી યથાર્થપણે શ્રદ્ધા કરે છે, વળી જે સમ્યગુદૃષ્ટિ પણ અસભૂત પ્રવચનને અજાણ હોતે છતે (અર્થાત્ સમ્યફ પરિજ્ઞાન રહિત હોતો છતો) શ્રદ્ધા કરે, અથવા તથાવિધ સમ્યક પરિજ્ઞાન રહિત ગુરુના નિયોગથી એટલે પરતંત્રપણાથી જ શ્રદ્ધા કરે અન્યથા નહીં.
ટીકાર્થ :- હવે સમ્યગુદૃષ્ટિનું સ્વરૂપ કહે છે. - સમ્યગુદષ્ટિ જીવ ગુરુએ ઉપદેશેલા પ્રવચનને નિશ્ચયથી યથાર્થપણે શ્રદ્ધા કરે, તુ શબ્દ નિશ્ચયવાચક અને ભિન્નક્રમ સૂચક પણ છે. વળી જે સમ્યગુદૃષ્ટિ પણ અસદ્ભાવ અસદ્ભુત પ્રવચનની શ્રદ્ધા કરે છે તે અવશ્ય અજ્ઞાન છે, પોતે પરિજ્ઞાન રહિત થયો હતો અથવા તથાવિધ સમ્યફ પરિજ્ઞાન રહિત ગુરુના અને જમાલિ જેવા મિથ્યાદૃષ્ટિના નિયોગથી એટલે આજ્ઞાના પરતંત્રપણાથી જ શ્રદ્ધા કરે છે, અન્યથા નહીં. અહીં ““સાનિવમ્ .” સ્વભાવિક અજ્ઞાન જ્ઞાનાવરણ વિપાકોદયના સાનિધ્ય માત્રથી ઉત્પન્ન થયેલ સમ્યક્ત્વનું પ્રતિબંધક નથી. ગુરુનિયોગ જનિત અજ્ઞાન તો જે જુદા જુદા મતોને જોનાર છતાં મધ્યસ્થદૃષ્ટિ રાખનાર શિષ્યને મિથ્યાત્વના પ્રદેશોદયના પ્રભાવે વિપ્રતિપત્તિથી ઉપનીત-વિપરીત જ્ઞાનને કારણે જિન પ્રવચન અર્થના સંશયરૂપ સમ્યકત્વના પ્રતિબંધ સન્મુખ હોવાં છતાંય
તમે સંવ'' વગેરે જિનાગમના આલંબનરૂપ ઉત્તેજકના પ્રભાવથી સમ્યકત્વનો પ્રતિબંધ કરવામાં સમર્થ નથી. આ રીતે સાહજિક સ્વભાવિક અજ્ઞાનથી કે ગુરુના નિયોગથી અસદુભૂત = અતાત્ત્વિક અર્થની શ્રદ્ધા કરવા છતાં પણ ભાવથી જિનાજ્ઞાની પ્રમાણતા સ્વીકારનાર જીવને આત્માના શુભ પરિણામરૂપ સમ્યકત્વનો ઘાત થતો નથી, એ પ્રમાણે વિચારવું જોઇએ.
આ કારણે કોઈ જો એમ કહે છે કે પરપક્ષને આશ્રયીને રહેલા જીવને સર્વથા સમ્યકત્વ થતું જ નથી તે વાત “ઝાસ્ત '' = દૂર થઈ ગઈ કારણ કે અનાગ્રહી આગ્રહ વગરના જીવને મિથ્યાદૃષ્ટિની નિશ્રામાં રહેવા છતાંય તેને બતાવેલ અસદભૂતાર્થમાં પોતાનો અભિપ્રાય ન હોવાથી પોતાની માન્યતાને આધારિત જિનવચનની શ્રદ્ધાનો વિરોધ રહેતો નથી. સ્વપક્ષથી પડેલા કે પરપક્ષથી પડેલા આગ્રહી જીવને તો મિથ્યાદૃષ્ટિપણું અનપાય છે, અર્થાત્ સંભવે જ છે. આ પ્રમાણે પ્રપંચ (વિસ્તાર કહેવાથી) કરવાથી સર્યું.
मिच्छद्दिट्टी नियमा, उवइ8 पवयणं न सद्दहइ । સદ સમાવે, ઉદ્દે વ ગુવૐ || ૨૦ || मिथ्यादष्टिर्नियमा-दुपदिष्टं प्रवचनं न श्रद्धत्ते ।
श्रद्धत्त असद्भावम्, उपदिष्टं वाऽनुपदिष्टम् ॥ २५ ॥ ગાથાર્થ:- મિથ્યાદૃષ્ટિ જીવ ગુરુએ ઉપદેશેલા પ્રવચનની નિયમા શ્રદ્ધા ન કરે અને ઉપદેશેલા કે નહી ઉપદેશેલા અન્યથાભાવે મિથ્થારૂપે શ્રદ્ધા કરે છે.
એક પુજનો ઉદય
૧૮ અંતરકરણ કયાં સુધી હોય તે પ્રશ્નના ઉત્તરમાં સમજવાનું કે જ્યાં સુધી અનંતાનુબંધિ કષાયનો ઉદય નથી થયો હતો, અથવા અંતરકરણનો
સમધિક આવલિકા કાળ બાકી રહે છે અને સમધિકકાળ સુધી છેલ્લી આવલિકામાં દ્વિતીયસ્થિતિમાંથી ખેંચાયેલા મિથ્યાત્વાદિ ત્રણે પુંજના જે દલિકો ગોઠવાય છે, તેમાંથી એકે પુંજનો ઉદય નથી થયો હતો, ત્યાં સુધીના કાળને અંતરકરણનો કાળ સમજવાનો છે. અધ્યવસાયની નિર્મળતામાં ઘણાં ભેદો હોય છે, કોઇ ત્રણ કરણ કરી પહેલેથી ચોથે જ જાય છે. કોઇ તીવ્ર વિશુદ્ધિવાળો આત્મા મિથ્યાત્વના ઉપશમાવવા સાથે અપ્રત્યાખ્યાનાવરણનો પણ ક્ષયોપશમ કરી પહેલેથી પાંચમે જાય છે. અને અતિ તીવ્ર વિશુદ્ધિ પરિણામવાળો કોઇ આત્મા બીજા અને ત્રીજા એમ બન્ને કષાયનો ક્ષયોપશમ કરી પહેલેથી સર્વવિરતિ ભાવ પણ પામે છે. તે તે ગુણને અનુસરીને ક્રમે ચડતી વિશુદ્ધિવાળા આત્માઓ પહેલે
ગુણઠાણેથી ચોથે-પાંચ-છદ્દે કે સાતમે જાય તેમાં કોઇ વિરોધ નથી. Jain Education International
For Personal & Private Use Only
થી જ જાય છે. કઈ રીતે વિશુદ્ધિ પરિવ્રામવાળી દિવાળી આત્માઓ
www.jainelibrary.org